Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : સીઆર પાટીલના નેતૃત્વમાં 8 મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની બેઠક

ગુજરાતની આઠ મ્યુનિ.ના પદાધિકારીઓ અને ધારાસભ્યોની આજે બેઠક નું આયોજન સુરત ના ઘર આંગણે આવેલા અવધ ઈથોપિયામાં કરવામાં આવ્યું છે. સુરત સહિત ગુજરાતની આઠ મહાનગરપાલિકા ના પદાધિકારીઓ અને મહાનગરપાલિકા વિસ્તારમાં ચૂંટાયેલા ધારાસભ્યોની એક મહત્વની બેઠક આજે સુરત ખાતે યોજવામાં આવી...
01:24 PM May 24, 2023 IST | Viral Joshi

ગુજરાતની આઠ મ્યુનિ.ના પદાધિકારીઓ અને ધારાસભ્યોની આજે બેઠક નું આયોજન સુરત ના ઘર આંગણે આવેલા અવધ ઈથોપિયામાં કરવામાં આવ્યું છે. સુરત સહિત ગુજરાતની આઠ મહાનગરપાલિકા ના પદાધિકારીઓ અને મહાનગરપાલિકા વિસ્તારમાં ચૂંટાયેલા ધારાસભ્યોની એક મહત્વની બેઠક આજે સુરત ખાતે યોજવામાં આવી રહી છે.

રણનીતિ ઘડવા મંથન

પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ​​​​​​સુરતમાં 8 મહાનગરના મેયર, MLA, સ્ટે. કમિટીના ચેરમેનોની બેઠક, શરૂ થઈ છે. બેઠક માં પાલિકા ના સ્ટેન્ડિંગ ચેરમેં દ્વારા એક બાદ એક વિકાસના કામોનું પ્રેઝન્ટેશન અને સૂચનો ની ચર્ચા થઈ હતી,જો કે હજી બેઠકના એજન્ડા અંગે સત્તાવાર જાહેરાત નહી કરવામાં આવી પરંતુ.પાલિકા ની ચૂંટણીમાં વિપક્ષનું જોર ન તોડવા માટે ની રણનીતિ ગઢવા ચર્ચા થશે.

વિરોધ પક્ષને મ્હાત આપવા વિમર્શ

આ અંગે ભાવનગર માં પૂર્વ વિધાનસભાના ધારા સભ્ય સેજલ બેન પંડ્યા એ જણાવ્યું હતું કે, સુરતમાં યોજાનારી આ બેઠક માટેનો એજન્ડા જાહેર કરવામાં આવ્યો નથી પરંતુ સંગઠન માટે મહત્વની બેઠક છે, જેમાં વિવિધ શહેરોથી મેયર પદાધિકારીઓ સુરત આવ્યા છે. ગયા વખતે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ના ધારે તેવા આમ આદમી પાર્ટીના સભ્ય ચૂંટાય આવ્યા હતા, જેથી તેનું ફરી પુનરાવર્તન ન થાય અને આ ચૂંટણીમાં વિરોધ પક્ષ ને કેવી રીતે માત અપાય એની પણ ચર્ચા થવાની શકયતા છે.

સુરતમાં AAP નું જોર

ગયા વખત એ યોજાયેલી સુરત મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના એક સાથે 27 ઉમેદવારો ચૂંટાય આવ્યા હતા, શહેરભરના માં પણ આપ એ પોતાનું જોર બતવવા નું શરૂ કર્યું હતું,જો કે સમય જતા આપ ના કેટલાક સભ્યો એ ભાજપ માં પલટી મારી હતી,તેઓ એ ભાજપ માં આવી આપ ની કેટલીક પોલ ખોલી હતી.

દિવ્ય દરબારની પણ ચર્ચા થવાની શક્યતા

બેઠકમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર અંગે ચર્ચા થવાની પણ શક્યતા સેવાઈ રહી છે જ્યારે વિકાસના કામોની સમીક્ષા પણ કરાશે,ગુજરાત ભાજપ સંગઠનના મહામંત્રી રત્નાકરની પણ આ બેઠકમાં હાજરી જોવા મળી હતી, સાથે જ મહાનગરપાલિકાના સ્ટેડન્ડિંગ ચેરમેન પરેશ પટેલ દ્વારા સુરતમાં થતાં અને આવનારા દિવસોમાં થવાના વિકાસના કામો અંગે પ્રેઝેન્ટેશન આપવામાં આવ્યું હતું.

લોકસભાની ચૂંટણી માટે રણનીતિ

ધીમી અને ગોકુળ ગતિ એ શહેરમાં ચાલતા વિકાસ ના કાર્યની ઝડપ વધારવામાં નડતી સમસ્યા અંગે પણ ચર્ચા કરાઇ હતી, સાથે જ આવનારી લોકસભા 2024ની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા કઇ રીતે અને શું રણનીતિ ઘડવી એની વિસ્તૃત ચર્ચા કરાઇ હતી, માત્ર સંગઠનાત્મક રીતે જ કામગીરી કરવામાં આવી રહી નથી, પરંતુ લોકોના સુખાકારી માટેના જે પ્રોજેક્ટને ઝડપથી સાકાર કરવામાં આવે તે પ્રકારના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. જેથી કરીને 2024ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સ્માર્ટ સિટી સહિતના મુદ્દાઓને જે રીતે લોકો સમક્ષ લઈ જવા માગે છે તે પહેલા મહત્વના કામો પૂર્ણ કરી લોકો ના દિલો માં અત્યાર થી જ જીત નો ડંકો વગાડી શકે એ દિશામાં કામગીરી શરૂ કરાઈ છે.

અહેવાલ : રાબિયા સાલેહ, સુરત

આ પણ વાંચો : બાપુનગરમાં અસામાજીક તત્વો બેફામ, ભાજપ કોર્પોરેટરના પતિ અને દિયર પર કર્યો હુમલો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
BJPC.R.PatilGujarati NewsMeetingPoliticsSurat
Next Article