Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : બાળકની હત્યાના બનાવમાં માસ્ટર માઇન્ડ મોનુ યાદવ અને 2 સગીર ઝડપાયા

અહેવાલ---ઉદય જાદવ, સુરત  ગત શુક્રવારે સુરત (Surat) જિલ્લામાં કડોદરા પાસે સાંજે ટ્યુશનથી ઘરે જતા બાર વરસના બાળકનું અપહરણ કરી લઈ જઈ ખંડણી માંગીને હત્યા કરવાના ચકચારી બનાવમાં જિલ્લા પોલીસે માસ્ટર માઇન્ડ મોનુ યાદવ અને 2 સગીરને ઝડપી પાડ્યા છે. આરોપીઓને...
surat   બાળકની હત્યાના બનાવમાં માસ્ટર માઇન્ડ મોનુ યાદવ અને 2 સગીર ઝડપાયા
અહેવાલ---ઉદય જાદવ, સુરત 
ગત શુક્રવારે સુરત (Surat) જિલ્લામાં કડોદરા પાસે સાંજે ટ્યુશનથી ઘરે જતા બાર વરસના બાળકનું અપહરણ કરી લઈ જઈ ખંડણી માંગીને હત્યા કરવાના ચકચારી બનાવમાં જિલ્લા પોલીસે માસ્ટર માઇન્ડ મોનુ યાદવ અને 2 સગીરને ઝડપી પાડ્યા છે. આરોપીઓને બિહારના છપરાથી ઝડપી લેવાયા છે. રેન્જ આઇ.જી વી ચંદ્રશેખર માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરને મોટી સફળતા મળી છે.
ખંડણી માગી બાળકની હત્યા કરી હતી
સુરત જિલ્લાના આઠ સપ્ટેમ્બર ના રોજ સાંજે કડોદરા ખાતે સીએનજી પમ્પ પાસે રો હાઉસ હાઉસમાં રહેતો બાર વરસનો બાળક ટ્યુશનથી સાંજે ઘરે જતો હતો ત્યારે રસ્તામાં સોસાયટીમાં રહેતો મનુ અને સોનુ નામના યાદવ બંધુએ તેના સાગરીતો સાથે બાળકનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ બાળકનાપિતાને મોબાઈલ પર 50,000 પછી પાંચ લાખ અને ત્યારબાદ 15 લાખની માંગણી કરવામાં આવી હતી અને આ સંદર્ભે જો પોલીસને જાણ કરશે તો બાળકની હત્યા કરી નાખીશ તેવી ધમકી આપવામાં આવી હતી. આમ છતાં મા-બાપ દ્વારા કડોદરા પોલીસને સંપર્ક કર્યો હતો અને પોલીસે સંયમતાથી બાળકને હેમખેમ છોડવાના પ્રયત્નો હાથ ધર્યા હતા પરંતુ જિલ્લા પોલીસ તેમાં સફળ થઈ ન હતી. અને બાળકની હત્યા કરેલી લાશ કામરેજના ઊંભેળ ગામની સીમમાંથી મળી આવી હતી.
પોલીસે ઉંડી તપાસ શરુ કરી
પોલીસે તે સમયે ઉમંગ ગોહિલ નામના આરોપીને સુરતના અમરોલી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન 2017માં હત્યાના ગુનામાં સનવાયેલા મોનુ અને સોનુ યાદવ એ બાળકનું અપહરણ અને હત્યા કરી હોવાનું જણાવ્યું હતું જેના આધારે કડોદરા પોલીસ મથકે હત્યા અને અપહરણનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાને મિનિટે મિનિટે મોનિટરિંગ કરતા રેન્જ આઇ.જી વી ચંદ્રશેખર સામે પ્રતિષ્ઠાનો સવાલ ઊભો થયો હતો. તેમણે પોતાનો મોટાભાગનો સમય સીબીઆઈમાં કાઢ્યો હતો જેને લઈને આ ઘટના તેમને પોતાના અધિકારી સુરત જિલ્લાના એસપી હિતેશ જોયસરને સમગ્ર માર્ગદર્શન આપીને આરોપીને ઝડપી પાડવા માટેની ટીમો તૈયાર કરી હતી.
5માંથી 4 આરોપી પકડાયા
ઇન્ટેલિજન્સ સર્વે તેમજ મોબાઇલ ટ્રેકિંગના આધારે સુરત જિલ્લાના એલસીબી પીઆઇ આર બી ભટોળ, પીએસઆઇ લાલજી રાઠોડની ટીમ બિહારના છાપરા ખાતે પહોંચી હતી જેમાં બિહાર રાજ્યની એસ ટી એફ સુરત જિલ્લાની એલસીબી પોલીસ સાથે ત્રણ દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાં છાપા માર્યા હતા. આખરે 12 વર્ષના બાળકની હત્યામાં સંડોવાયેલા માસ્ટર માઈન્ડ મોનું યાદવ અને બીજા બે બાળ કિશોરને ગઈકાલે રાતે ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર ઘટનાને અત્યંત ગુપ્ત રીતે સુરત રેન્જ આઈ.જી વી ચંદ્રશેખર અને સુરત જિલ્લાના એસપી હિતેશ જોયસરના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી હતી. બાળકના અપહરણ વિથ  હત્યાની ઘટનામાં પોલીસે 5 આરોપીઓ પૈકી 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે ત્યારે હજુ એક આરોપી પોલીસ પકડથી દૂર છે ત્યારે તેને પણ દબોચવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.