Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતના રાંદેરમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો શખ્સ, 14.990 ગ્રામ ડ્રગ્સ જપ્ત

સુરતની રાંદેર પોલીસને બાતમી મળી હતી કે આ વિસ્તારમાં નશાના કારોબારમાં વોન્ટેડ હોય તેવા ઈસમ પાસેથી નશાનો પદાર્થ લઇ એક વ્યક્તિ છૂટકમાં વેચાણ કરવા માટે રસ્તા પર ઉભો છે આ બાતમીના આધારે રાંદેર પોલીસ એ આ ઈસમને ઝડપી પાડી તેની...
સુરતના રાંદેરમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો શખ્સ  14 990 ગ્રામ ડ્રગ્સ જપ્ત

સુરતની રાંદેર પોલીસને બાતમી મળી હતી કે આ વિસ્તારમાં નશાના કારોબારમાં વોન્ટેડ હોય તેવા ઈસમ પાસેથી નશાનો પદાર્થ લઇ એક વ્યક્તિ છૂટકમાં વેચાણ કરવા માટે રસ્તા પર ઉભો છે આ બાતમીના આધારે રાંદેર પોલીસ એ આ ઈસમને ઝડપી પાડી તેની પાસેથી ૧૪ ગ્રામ જેટલું ડ્રગ્સ ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

ગુજરાત પોલીસે નશાનો વેપાર કરતા હોય તેવા લોકો સામે લાલ આંખ કરી છે. ત્યારે નશાના કારોબારને નેસ્ત નાબૂદ કરવા માટે સુરત પોલીસ 'નો ડ્રગ્સ ઇન સુરત' નામના સ્લોગન સાથે નશાનો કારોબાર કરતા લોકોને સતત ઝડપી રહી છે. ત્યારે સુરતની રાંદેર પોલીસને બાતમી મળી હતી કે તેમના વિસ્તારમાં રહેતા કેટલાક લોકો નશાના વેપાર સાથે જોડાયેલા છે. આવા લોકોનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે રાંદેર વિસ્તારમાં મોરા ભાગળ બી.આર.ટી.એસ. સામે ફરહાન ફારૂક કુંડલીયા પોતાની સ્વિફ્ટ ગાડી સાથે આવવાનો છે. આ પ્રકારની બાતમીના આધારે સુરત રાંદેર મોરાભાગળ બી.આર.ટી.એસ બસ સ્ટેશનની સામે જાહેર રોડ પરથી એક મારૂતિ સ્વીફટ કાર આવી હતી. આ ગાડીમાં બેસેલા વ્યક્તિની અને ગાડીની તપાસ કરતા તેમાંથી ૧૪.૯૯૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું હતું

Advertisement

ફરહાન ઉર્ફે ફરહાન મેમણની પોલીસે મળી આવેલા મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા અંગે પૂછપરછ કરી હતી.. આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવવામાં આવેલો છે? અને કોને આપવાનો છે? મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ફરકાન સૈયદ પાસેથી છેલ્લા ઘણા સમથી ખરીદી કરી પોતે છૂટકમાં અલગ અલગ ગ્રાહકોને વેચાણથી આપતો હોવાની માહિતી પોલીસને પૂછપરછમાં મળી હતી.પકડાયેલા આરોપીની રાંદેર પોલીસ દ્વારા પુછપરછ કરતા તેણે જણાવેલ કે મારે મોટા પાયે ઓનલાઈન કપડાનો વેપાર કરવાનો હોય પરંતુ પુરતી મુડી ન હોય ઉપરાંત આરોપીને હીરોની જેમ બોડી બનાવવાનો શોખ હોવાને કારણે તેને એમ.ડી. ડ્રગ્સનું સેવન કરવાની ટેવ પડી. જેના કારણે મને પૈસાની ખૂબ જરૂર હોય જેથી ટૂંક સમયમાં પૈસા કમાવવા માટે તેમજ મારી જરૂરીયાત પુરી કરવા માટે તે એમ.ડી.નું વેચાણ ચાલુ કરેલું હોવાની પોલીસ ને જાણકારી આપી હતી. જોકે પોલીસે ડ્રગ્સ અને ગાડી મળી 7.42 લાખનો મુદ્દામાલ કબજે કરી આ ગુનામાં ડ્રગ્સ આપનાર કુરકાન સૈયદ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement

.