Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેવગઢબારીયા તાલુકાના ગામડાના લોકો માટે આજીવિકા સાથે અમૃત ફળ સમાન મહુડાના ફળ

દેવગઢબારીયા તાલુકા સહીત દાહોદ જિલ્લાના અન્ય તાલુકાઓના ગામડા પણ જંગલ વિસ્તારથી ઘેરાયેલા છે અને આ જંગલોમાં કેટલીક વન પેદાશો જેવી કે ગુંદર, મધ, ટીમરું પાન, લાકડા, ઝાડની છાલ, ફળ, ફુલ, પાંદડા વગેરે વસ્તુઓનો ઉપયોગ ગામડાના લોકો કરી રહ્યા છે. જે...
દેવગઢબારીયા તાલુકાના ગામડાના લોકો માટે આજીવિકા સાથે અમૃત ફળ સમાન મહુડાના ફળ

દેવગઢબારીયા તાલુકા સહીત દાહોદ જિલ્લાના અન્ય તાલુકાઓના ગામડા પણ જંગલ વિસ્તારથી ઘેરાયેલા છે અને આ જંગલોમાં કેટલીક વન પેદાશો જેવી કે ગુંદર, મધ, ટીમરું પાન, લાકડા, ઝાડની છાલ, ફળ, ફુલ, પાંદડા વગેરે વસ્તુઓનો ઉપયોગ ગામડાના લોકો કરી રહ્યા છે. જે માટે સરકાર પણ તેમને આર્થિક સહાય કરતી હોવાનું વનવિભાગ દેવગઢબારીયાના RFO પુરોહિત નાઓએ જણાવ્યું છે.

Advertisement

દેવગઢબારીયા તાલુકામાં આવેલા જંગલ વિસ્તારમાં મોટાભાગે મહુડાના ઝાડ વિપુલ પ્રમાણમાં આવેલા છે અને આ ઝાડ ઈમારતી ઝાડ તરીકે જાહેર કરેલ હોય તેનું વધારે જતન સરકાર કરી રહી છે. બહુ ઓછી માત્રામાં આ ઝાડને કાપવાની મંજૂરી આપવામાં આવતી હોય છે. મહુડાના ઝાડ ઉપર વર્ષમાં બે વાર ખેડૂતોને આવક મળતી હોય છે. શિયાળાની ઋતુમાં ફુલ અને ઉનાળાની ઋતુમાં ફળ. હાલમાં ઉનાળાની ઋતુ અને ચોમાસાના પ્રારંભ માં મહુડાના ઝાડ ઉપર ફળ જાણેકે આંબા ઉપર કેરીઓ હોય તેમ મહુડાના ઝાડ ઉપર ડોળ (ફળનું નામ છે) બેસતા હોય છે. આ ડોળ પાકા થઈ ગયા પછી કુદરતી રીતે મહુડાના ઝાડ ઉપરથી નીચે પડતા હોય છે. ગામડાના લોકો તેને ભેગા કરી ડોળ ઉપરનું પડ કાઢી નાખતા નીચે ડોળી હોય છે તેને પથ્થરથી તોડી તેમાં રહેલો ગર્ભ સૂકવવામાં આવે છે.

Advertisement

એક મહુડાના ઝાડ ઉપરથી સરેરાશ ત્રણ થી ચાર મણ ડોળીઓ મળતી હોય છે અને આ ડોળીઓ સુકાઈ ગયા પછી તેને ઘાણીમાં પીલીને તેમાંથી તેલ કાઢવામાં આવતું હોય છે, જે તેલને અહીંયાના લોકો ડોળિયું તરીકે ઓળખે છે. મહુડાના ડોળમાંથી નીકળતી ડોળીમાંથી આ તેલ નીકળતું હોય તેનું નામ ડોળિયું કહેવાય છે. આ ડોળિયું સ્વાદમાં સહેજ કડવાહટ હોય છે. આ તેલ સંપૂર્ણ રીતે કુદરતી હોય આયુર્વેદિક ઔસધી તરીકે બહુ ઉપયોગમાં આવે છે. દેવગઢ બારીયા તાલુકાના મોટીઝરી, નાનીઝરી, હિંદોલિયા, ડાંગરીયા, ઉંચવાણ, ચેનપુર, બામરોલી, ડભવા, સાગટાળા, દુધિયા વિસ્તારના લોકો આ તેલ કઢાવી આખા વર્ષ માટે મૂકી રાખતા હોય છે. માટે મહુડાના ઝાડ અહીંના વિસ્તારના લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થયા છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad Rathyatra 2023 : મુસ્લીમ સમાજે અર્પણ કર્યો ભગવાન જગન્નાથજીનો ચાંદીનો રથ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - ઈરફાન મકરાણી

Tags :
Advertisement

.