Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mahisagar: અંધશ્રદ્ધાએ લીધો નિર્દોષ મહિલાનો જીવ, પરિણીતાની તબિયત લથડતાં ભૂવા પાસે લઈ ગયા અને...

ખાનપુર ગામની 28 વર્ષીય પરિણીતાનું નિપજ્યું મોત બિમારીમાં પરિણીતાને પરિવારજનો લઈ ગયા હતા ભૂવા પાસે ભૂવાએ આંકડાના મૂળ પીવડાવતા તબિયત વધુ લથડી હતી ત્યારબાદ પરિણીતાને જુદી જુદી હોસ્પિટલ લઈ જવામાં આવી Mahisagar: અંધશ્રદ્ધાના કિસ્સાઓ અત્યારે ખુબ જ વધી રહ્યાં...
mahisagar  અંધશ્રદ્ધાએ લીધો નિર્દોષ મહિલાનો જીવ  પરિણીતાની તબિયત લથડતાં ભૂવા પાસે લઈ ગયા અને
  1. ખાનપુર ગામની 28 વર્ષીય પરિણીતાનું નિપજ્યું મોત
  2. બિમારીમાં પરિણીતાને પરિવારજનો લઈ ગયા હતા ભૂવા પાસે
  3. ભૂવાએ આંકડાના મૂળ પીવડાવતા તબિયત વધુ લથડી હતી
  4. ત્યારબાદ પરિણીતાને જુદી જુદી હોસ્પિટલ લઈ જવામાં આવી

Mahisagar: અંધશ્રદ્ધાના કિસ્સાઓ અત્યારે ખુબ જ વધી રહ્યાં છે. શ્રધ્ધા હોવી જોઈએ પરંતુ અંધશ્રદ્ધામાં અનેક લોકોના જીવ જતા હોય છે. અત્યારે આવો જ કિસ્સો મહીસાગરમાં બન્યો છે. મહીસાગરમાં અંધશ્રદ્ધાના એક એવો બનાવ સામે આવ્યો છે, જેમાં નિર્દોષ પરિણીતાનું મોત થયું છે. સૂત્રો દ્વાવા મળતી જાણકારી પ્રમાણે ખાનપુર ગામની 28 વર્ષીય પરિણીતાનું મોત નિપજ્યું છે. બીમાર પરિણીતાને દવાખાને લઈ જવાને બદલે પરિવારજનો ભૂવા પાસે લઈ ગયા હતાં.

Advertisement

આ પણ વાંચો: Kheda: દુષ્કર્મની ઘટનાને લઈને જિલ્લા પોલીસ વડાનું નિવેદન, જાણો શું કહ્યું SP રાજેશ ઘડિયાએ

Advertisement

ભૂવાએ આંકડાના મૂળ પીવડાવતા તબિયત વધુ લથડી

નોંધનીય છે કે, કોઈ બીમાર થયા તો તેને સારવારની જરૂર હોય છે પરંતુ આ પરંતુ અહીં તો પરિવારજનો પરિણીતાને દવાખાને નહીં પરંતુ ભૂવા પાસે લઈ ગયા હતાં જ્યાં ભૂવાએ આંકડાના મૂળ પીવડાવતા તબિયત વધુ લથડી હતી. જો કે, તબિયત વધારે લથડતા પરિણીતાને જુદી જુદી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. નોંધનીય છે કે, પરિણીતાને પછી સારવાર માટે મોડાસા, વડોદરા અને અમદાવાદ લઈ ગયા પરંતુ તેનો જીવ બચી શક્યો નહોતો. અંધશ્રદ્ધાના કારણે પરિણીતાએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: VADODARA : ભાયલી ગેંગ રેપ કેસના તમામ આરોપીઓ જેલ હવાલે

Advertisement

પરિણીતાને પીપરાણા ગામે બાબુ ભુવાને ત્યાં લઈ ગયા હતા

આ સમગ્ર ઘટના છે, અરવલ્લીના માલપુર તાલુકાના પીપરાણા ગામે બાબુ ભુવાને ત્યાં લઈ ગયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહીં છે. 9 તારીખે પરિવાર પરિણીતાને ભુવા પાસે લઈ ગયો હતો. અહીં ભુવાએ લીંબુ અને વાળ દબાવવા માટે આપેલા ત્યારબાદ આંકડાનું મૂળ પીવડાવ્યું. જેથી પરિણીતાની તબિયત લથડી અને આખરે તેને મોતને ભેટવું પડ્યું. ચોંકાવનારી વાત એ છે કે, અંધશ્રદ્ધા નાબૂદી માટે કાયદો લાવ્યા પછી પણ લોકો અંધશ્રદ્ધાનો ભોગ બની રહ્યા છે. ફરી એકવાર અંધશ્રધ્ધાએ નિર્દોષ મહિલાનો જીવ લીધો છે. હવે આની સામે કડક કાર્યવાહી થાય તે ખુબ જ જરૂરી છે.

આ પણ વાંચો: Deesa: બે લૂંટારૂઓ રિવોલ્વર બતાવીને 80 લાખ રૂપિયા લૂંટી ગયા, આંગડિયા પેઢીને રોવાનો વારો

Tags :
Advertisement

.