Mahisagar: નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર લાંચ લેતા રંગે હાથે ઝડપાયા, ACB એ ગોઠવ્યું હતું ઝટકું
- નિવૃત છે છતાં મનસ્વીપણે હોમગાર્ડની નોકરીને લઈ માંગી હતી લાંચ
- માનાભાઈ ડામોરે નજીકનાં પોઇન્ટ માટે ફરિયાદી પાસે માંગી હતી લાંચ
- ડીટવાસ ગામે રૂપિયા 6,000ની લાંચ માંગી હતી
Mahisagar: મહીસાગર જિલ્લામાં એસીબી (એન્ટી કરપ્શન બ્યુરો) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એસીબીએ એક નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર (Mahisagar) લાંચ લેતા ઝડપી પાડ્યો છે. મળતી વિગતો પ્રમાણે માનાભાઈ મોતીભાઈ ડામોર નામના આ કમાન્ડિંગ ઓફિસરે એક ફરિયાદીના પાસેથી કામ માટે 6,000 રૂપિયાની લાંચ માંગણી કરી હતી. મહત્વની વાત એ છે કે, નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર માનાભાઈ મોતીભાઈ ડામોર ડીટવાસ ગામે રંગે હાથે લાંચ લેતાં ઝડપાઈ ગયાં છે.
આ પણ વાંચો: દિવાળીના તહેવાર દરમિયાન લુખ્ખા તત્વોનો આતંક, ખુલ્લેઆમ હથિયારો સાથે કર્યું પ્રદર્શન
નિવૃત્તિ બાદ પણ લાંચની માંગણી કરી
ડીટવાસ ગામે બનેલી આ ઘટનામાં, નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર ડામોરે હોમગાર્ડની નોકરીનું વેચાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે નજીકના પોઇન્ટ માટે લાંચની માગણી કરી હતી. પરંતુ એસીબીએ તેમને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યાં છે. ચોંકાવનાપી વાત એ છે કે, કેટલાક લોકો તેમના હોદ્દા પરથી નિવૃત્ત થયા પછી પણ ભ્રષ્ટાચાર કરતા હોય છે અને આ તેનું તાજુ ઉદાહારણ છે.
આ પણ વાંચો: Ambardi Safari Park ની મજા માણવા ઉમટ્યું મહેરામણ, આ સેલ્ફી પોઈન્ટ છે આકર્ષણનું કેન્દ્ર
નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસરની એસીબીએ કરી ધરપકડ
વિગતો એવી સામે આવી છે કે, ફરિયાદી લાંચના પૈસા નહોતો આપવા માંગતો એટલે તેને એસીબીને ફરિયાદ કરી હતી.જેથી એસીબીએ લાંચના છટકું ગોઠવ્યું અને આરોપી રૂપિયા 6,000 ની લાંચ લેતાં રંગે હાથે ઝડપાઈ ગયો હતો. એસીબીની ટીમે સમયસર દખલ કરીને તેમને રંગે હાથે આરોપીને લાંચ લેતા ઝડપી પાડ્યો અને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. આ કાર્યવાહી શહેરમાં ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેવા માટેનું મહત્વપૂર્ણ ઉદાહરણ છે.
આ પણ વાંચો: Bhavnagar: નકલી કચેરી, નકલી અધિકારી બાદ હવે નકલી પોલીસ! વાહન રોકી પૂછપરછ કરતો વીડિયો વાયરલ