Mahisagar: બાલાસિનોરમાં હાથીદાંતનું વેચાણ કરતા 5 ઝડપાયા
- મહિસાગરમાં વાઇલ્ડ લાઇફ ક્રાઇમ બ્યુરોની ટીમના દરોડા
- બાલાસિનોરમાં હાથીદાંતનું વેચાણ કરતા 5 ઝડપાયા
- ફોરેસ્ટ વિભાગ અને મુંબઇ વાઇલ્ડ લાઇફ ક્રાઇમનું સંયુક્ત ઓપરેશન
Mahisagar:મહિસાગર (Mahisagar)ના બાલાસિનોરમા હાથીના દાંત વેચવાની પેરવી કરતા 5 આરોપીઓ ઝડપાયા છે.મહિસાગર ફોરેસ્ટ વિભાગે બાલાસિનોરમાંથી હાથીના દાંત વેચતા લોકોને ઝડપી પાડયા છે.5 આરોપીઓ પાસેથી 4 હાથીના દાંત કબ્જે કરવામાં આવ્યા છે.ફોરેસ્ટ વિભાગ દ્રારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
ગત મહીને વડોદરામાં હાથીદાંત સાથે ઝડપાયો હતો આરોપી
વડોદરા શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને યાકૂતપુરામાથી 2 હાથીદાંત મળી આવ્યા હતા અને સાથે એક આરોપીની પણ ધરપકડ કરી હતી. એસઓજી પોલીસે બે અલગ-અલગ રેડ કરી હતી જેમાંથી એક જગ્યાએથી ગૌમાંસ તો બીજી જગ્યાએથી હાથી દાંત ઝડપી પાડવામાં આવ્યા હતા.આ હાથીદાંત ક્યાંથી લાવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તેની ઊંડાણપૂર્વક તપાસ SOG દ્વારા હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો -Jamnagar:રાજપૂત સમાજ દ્રારા 485માં સ્થાપના દિવસની કરાઈ ઉજવણી
દાગીના બનાવવામાં વપરાય છે હાથીદાંત
નિષ્ણાતોના મતે હાથીદાંતનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે થાય છે. ગળામાં પહેરવા માટે નેકલેસ, કાંડા પર પહેરવા માટે બંગડીઓ, શર્ટ અને કુર્તાના બટન તેમાંથી બનાવવામાં આવે છે. ખાસ કરીને સમૃદ્ધ પરિવારોમાં તેને સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે. જૂના જમાનામાં શાહી ઘરોમાં તેની ખૂબ માંગ હતી. હિંદુઓમાં હાથીનું મોં ગણેશનું પ્રતિક માનવામાં આવે છે, એટલા માટે લોકો હાથીદાંત રાખવાનું પસંદ કરે છે. પણ ધીરે ધીરે વાત એટલી વિકરાળ બની ગઈ કે લોકો હાથીઓને મારવા લાગ્યા. હવે લગભગ તમામ દેશોએ હાથીદાંત કાઢવા પર પ્રતિબંધ મૂક્યો છે અને સજાની જોગવાઈ છે.
આ પણ વાંચો -Surat: બારડોલી ખાતે જિલ્લા BJP મધ્યસ્થ કાર્યાલયનું સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયું
વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો નોંધાય
હાથી દાંતમાંથી બનેલ ચુડીઓ અને બંગડીઓ જેવી જુના જમાનાની ચીજ વસ્તુઓ વન વિભાગ અને પોલીસ ધરપકડ કરતી હોય છે. જે પણ આરોપી આવી રીતે ઝડપાય તેના વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી રેંજ ફોરેસ્ટ વિભાગે પકડાયેલ વસ્તુઓનું FSL માટેની કાર્યવાહી હાથધરતા હોય છે. જોકે હાથી દાંત પર પ્રતિબંધીત ગુનો લાગતો હોય છે આમ છતાં પણ ઘણા વ્યકિતઓ દ્વારા મોટા પાયે હાથી દાંતનું વેચાણ કરવામાં આવતું હોય છે. જોકે સૌથી મોટી વાત એ છે કે, આ વ્યક્તિ હાથી દાંત કોની પાસેથી અને કેવી રીતે લાવ્યો હતો? કેટલા રૂપિયામાં હાથી દાંતમાંથી બનાવવા આવેલ વસ્તુનું વેચાણ કરતો હતો જેની એસઓજી પોલીસે તપાસ હાથધરી છે.