Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

MAHESANA : ધૂણતા ધૂણતા અચાનક જ ઢળી પડ્યા ભુવાજી, હાર્ટ એટેકથી થયું મોત

જગુદણ ગામે રમેણમાં ભુવાજીને ધુણતા ધુણતા એટેક આવ્યો ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામના ભુવાજી ને આવ્યો હાર્ટ એટેક જગુદણ ગામે દરજી વાસમાં યોજાયેલ રમેણમાં ભુવાજી ભાગ લેવા આવ્યા હતા રાત્રે 11.30 કલાકે ધુણવાનું ચાલુ કરતા 55 સેકન્ડરમાં એટેક આવ્યો MAHESANA...
mahesana   ધૂણતા ધૂણતા અચાનક જ ઢળી પડ્યા ભુવાજી  હાર્ટ એટેકથી થયું મોત
  • જગુદણ ગામે રમેણમાં ભુવાજીને ધુણતા ધુણતા એટેક આવ્યો
  • ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામના ભુવાજી ને આવ્યો હાર્ટ એટેક
  • જગુદણ ગામે દરજી વાસમાં યોજાયેલ રમેણમાં ભુવાજી ભાગ લેવા આવ્યા હતા
  • રાત્રે 11.30 કલાકે ધુણવાનું ચાલુ કરતા 55 સેકન્ડરમાં એટેક આવ્યો

MAHESANA : ભારતમાં હવે હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામતા કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મુખ્ય વાત એ છે કે, હાર્ટ એટેકમાં મૃત્યુ પામતા લોકોમાં હવે યુવાન વયના લોકો વધી રહ્યા છે. હવે ,મહેસાણાથી ( MAHESANA ) વધુ એક હાર્ટ એટેકેના કારણે મૃત્યુનો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણાના( MAHESANA ) જગુદણ ગામે રમેણમાં ભુવાજીને ધુણતા ધુણતા એટેક આવ્યો છે. ભુવાજી ધુણવાનું ચાલુ કરતા 55 સેકન્ડમાં જ એટેક આવ્યો હતો અને તેઓ સૌની સામે જ ઢળી પડ્યા હતા. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

Advertisement

ધૂણવાનું ચાલુ કરતા ફક્ત 55 સેકંડમાં જ આવ્યો હાર્ટ એટેક

મહેસાણા ( MAHESANA ) જિલ્લાના ઊંઝા તાલુકામાંથી આ ઘટના સામે આવી રહી છે. ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામના ભુવાજી ગોવિંદ ભાઈ દરજીને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે. તેઓ જગુદણ ગામે પહોંચ્યા હતા ત્યાં આ ઘટના બની હતી. જગુદણ ગામે દરજી વાસમાં યોજાયેલ રમેણમાં ભુવાજી ભાગ લેવા આવ્યા હતા. તેઓએ ધૂણવાનું ચાલુ કરતા ફક્ત 55 સેકંડમાં જ હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ ધૂણતા ધૂણતા જ ઢળી પડ્યા હતા. તેમને સારવાર અર્થે મહેસાણા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ, બાદમાં તેઓને તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

Advertisement

મોરબીમાં પણ બની હતી આવી જ ઘટના

મોરબીના વાઘપર ગામે એક ધાર્મિક કાર્યક્રમમાં ભુવાજી પીઠાભાઈ મકવાણા ધૂણતી વખતે અચાનક ઢળી પડ્યા હતા. આથી ત્યાં હાજર લોકો તેમણે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલમાં હાજર તબીબે પીઠાભાઈ મકવાણાને મૃત જાહેર કર્યા હતા.

સુરતમાં બાઇક પર બેસતા જ ઢળી પળ્યો હતો યુવાન

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ગામે આવેલ ગેરેજ પર બાલદા ગામનો યુવક કમલેશ ચૌધરી પોતાની બાઇક રિપેર કરાવવા માટે આવ્યો હતો. બાઇક સર્વિસ થયા બાદ કમલેશ ચૌધરી જ્યારે ઘરે જવા નીકળ્યો હતો ત્યારે બાઇક પર બેસતી વેળાએ તે અચાનક ઢળી પડ્યો હતો. આથી નજીકના લોકોએ કમલેશને ઊંચકી ઇમરજન્સી સર્વિસ એમ્બ્યુલન્સને ફોન કરી જાણ કરી હતી અને કમલેશને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ, તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો : તબિયત ખરાબ હોવા છતાં Shah Rukh Khan એ શું કર્યું..?

Tags :
Advertisement

.