Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : વેકેશનનો સદ્ઉપયોગ કરતા સરકારી શાળાના આચાર્ય, બાળકોને ભણાવે છે ગીતાના પાઠ

શ્રીમદ ભગવત ગીતા વ્યક્તિને સંઘર્ષના સમયમાં નવો રસ્તો બતાવે છે ત્યારે વેકેશનના સમયનો સદુપયોગ કરીને સુરતની એક સરકારી શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવત ગીતાના પાઠ શીખવવામાં આવી રહ્યા છે અને શિક્ષકનું કહેવું છે કે આનાથી વિદ્યાર્થીઓની શિસ્ત્તા અને યાદશક્તિમાં...
03:08 PM May 30, 2023 IST | Viral Joshi

શ્રીમદ ભગવત ગીતા વ્યક્તિને સંઘર્ષના સમયમાં નવો રસ્તો બતાવે છે ત્યારે વેકેશનના સમયનો સદુપયોગ કરીને સુરતની એક સરકારી શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવત ગીતાના પાઠ શીખવવામાં આવી રહ્યા છે અને શિક્ષકનું કહેવું છે કે આનાથી વિદ્યાર્થીઓની શિસ્ત્તા અને યાદશક્તિમાં પણ વધારો થયો છે.

બાળકો પડકારનો સામનો કરી શકે તે માટેનો પ્રયાસ

મહાભારતના યુદ્ધ સમયે ગાંડીવધારી અર્જુન ધર્મ અને અધર્મના યુદ્ધમાં પોતાની સામે પોતાના જ સગા સંબંધીઓને જોઈને વિચલિત થઈ ગયો હતો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ રણ મેદાનમાં જ અર્જુનને શ્રીમદ ભગવત ગીતાનું જ્ઞાન આપ્યું હતું અને ત્યારબાદ મહાભારતનું યુદ્ધ થયું અને ધર્મનો વિજય થયો હતો. ધર્મના વિજય માટે અર્જુનને શ્રીમદ ભગવત ગીતામાંથી પ્રોત્સાહન મળ્યું હતું અને વર્તમાન સમયમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ નાની-નાની મુશ્કેલીઓથી વિચલિત થઈ જતા હોય છે. તેવા બાળકો તમામ પડકારોને ઝીલી શકે એટલા માટે સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 114 નંબરની સંત ડોંગરેજી મહારાજ શાળાના આચાર્ય દ્વારા શ્રીમદ ભગવત ગીતાના પાઠ ભણાવવામાં આવે છે.

વિદ્યાર્થીઓને સમજાય તે રીતે ભણાવવામાં આવે છે ગીતાના પાઠ

શાળામાં અભ્યાસ કરતા 700 જેટલા વિદ્યાર્થીઓ હાલ વેકેશનનો માહોલ હોવા છતાં પણ પ્રતિદિન બેથી ત્રણ કલાક જેટલો સમય શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ શીખવા માટે ઝૂમ પર શાળાના આચાર્ય નરેશભાઈ મહેતા સાથે જોડાય છે. ધોરણ 3થી લઇ 10 સુધીના વિદ્યાર્થીઓ શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ પ્રતિદિન શીખે છે. અને શાળાના આચાર્ય સંસ્કૃત ભાષામાં લખેલા શ્લોકોને સરળ ગુજરાતી શબ્દોમાં ભાષાંતર કરીને વિદ્યાર્થીઓને સમજાય તે રીતે તેમને શ્રીમદ ભગવત ગીતાનું જ્ઞાન આપે છે.

વિદ્યાર્થીઓની હતાશા દૂર કરવાનો પ્રયાસ

એવું કહેવાય છે કે, દરેક સમસ્યાનું નિરાકરણ શ્રીમદ ભગવત ગીતામાં છે અને મનથી હતાશ થયેલા વ્યક્તિને શ્રીમદ ભગવત ગીતા જીવન જીવવા માટેની રાહ બતાવે છે. ત્યારે વર્તમાન સમયમાં વિદ્યાર્થી પણ માનસિક તણાવ તણાવ સહિત કોઈને કોઈ સમસ્યાના જોવા મળે છે. એટલા માટે વિદ્યાર્થીઓ હતાશ ન થાય અને કોઈ પણ મુશ્કેલી સામે અડીખમ ઊભા રહી તેનો સામનો કરી શકે એટલા માટે સંત ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળાના આચાર્ય નરેશકુમાર મહેતા વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવત ગીતાના પાઠ શીખવે છે.

બાળકોની શિસ્ત અને યાદશક્તિમાં સારી અસર થાય છે

શાળાના આચાર્ય નરેશકુમાર મહેતા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ગત વર્ષે વિદ્યાર્થીઓને પ્રાર્થના સમયે શ્રીમદ ભગવત ગીતાના પાઠ ભણાવવામાં આવતા હતા એટલે કે, શ્લોક સમજાવવામાં અને બોલાવવામાં આવતા હતા. વિદ્યાર્થીઓ ભગવત ગીતાના શ્લોક સમજ્યા પછી ખૂબ શિસ્તમાં રહેતા હતા ઘણા વિદ્યાર્થીઓની યાદશક્તિમાં પણ વધારો થયો હતો અને એટલા જ માટે આ વર્ષે વેકેશન હોવા છતાં પણ વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવત ગીતાના શ્લોક શીખવવામાં આવી રહ્યા છે. તેમને એવું પણ જણાવ્યું હતું કે સરકાર દ્વારા અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવત ગીતાનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. તેને લઈને પણ વિદ્યાર્થીઓને અત્યારથી જ શ્રીમદ્ ભગવત ગીતાનું જ્ઞાન હશે તો ભવિષ્યમાં ભગવત ગીતાને સમજવામાં મુશ્કેલી નહીં પડે.

અહેવાલ : આનંદ પટ્ટણી, સુરત

આ પણ વાંચો : SURAT : 15 લાખના હીરાનું પાર્સલ જોઈને કોઈનું પણ ઈમાન ડગી જાય પણ….

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Bhagwat GeetaGovernment School PrincipalGujarati NewsSurat
Next Article