Gondal: શહેરમાં ફરી દીપડાએ દેખા દીધા, કમરકોટડા ગામની સિમ વિસ્તારમાં દીપડો દેખાયો
- જીવાઈ દોરી રિઝર્વ ફોરેસ્ટવિસ્તારમાં દીપડોએ દેખા દીધી
- ખેતરમાં દીપડો દેખાતા ખેડૂતે ફોરેસ્ટ વિભાગને જાણ કરી
- દીપડાઓની ગોંડલ અને જેતપુર પંથકમાં કાયમી વસવાટ થઈ શકે
Gondal: ગોંડલ પંથકમાં દીપડો દેખાયો તાલુકાના કમરકોટડાથી શ્રીનાથગઢની વચ્ચે ભાદર નદીના કાંઠે ગત મોડી રાત્રે જીવાઈ દોરી રિઝર્વ ફોરેસ્ટ (અનામત જંગલ) વિસ્તારમાં દીપડો (નર) દેખા દીધી હતી. ખેડૂતને દીપડો દેખાયો હતો ખેડૂતે મોબાઈલમાં દીપડાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ફોરેસ્ટ વિભાગના RFO દીપકસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટ એચ.એમ.જાડેજા, ટ્રેકર ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને દીપડાના પંજાના નિશાન પર શોધખોળ હાથ ધરી હતી. હાલ સુધી ક્યાંય પણ મારણ કર્યું હોય તેવું જાણવા મળી રહ્યું નથી.
આ પણ વાંચો: Gujarat: હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને કરી આગાહી, જાણો હજી કેટલા દિવસ આવશે વરસાદ
ફોરેસ્ટ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને કામગીરી હાથ ધરી
છેલ્લા કેટલાંક સમયથી રાજકોટ જિલ્લામાં સતત અવર-જવર કરી રહેલા ગિરનાર અને કુંકાવાવ રેવન્યુ વિસ્તારમાં સિંહો અને દીપડાઓ હવે વધીને ટૂંકાગાળામાં જ રાજકોટ જિલ્લાનાં Gondal અને જેતપુર પંથકમાં કાયમી વસવાટ થઈ જાય તેવા નિર્દેશો DCF ચિરાગ અમીનના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જના RFO દીપકસિંહ જાડેજાની ટીમ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ સરકાર દ્વારા રાજકોટ જિલ્લાનાં અમૂક તાલુકાઓનો બ્રૃહદ ગીરમાં સમાવેશ કરાયો છે. જેમાં ગોંડલ અને જેતપુર તાલુકાનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Ahmedabad: માત્ર જમવા જેવી બાબતે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી, જાણો શું છે હકીકત
રાજકોટ જિલ્લાનાં અમૂક તાલુકાઓનો બ્રૃહદ ગીરમાં સમાવેશ કરાયો
નોંધનીય છે કે, સિંહો અને દીપડાઓ સ્થાયી થાય અને વિવિધ પ્રકારની વન વિભાગની યોજનાથી ખેડૂતોને પણ લાભ થઇ શકે છે. જેમ કે કુવા બાંધવા, રાત્રિ દરમિયાન પાણી વાળવાનું થતું હોય તેને લઈને યોજનામાં લાભ મળી શકે છે. હવે જેમ જેમ માનવીઓ જંગલ પર કબ્જો કરી રહ્યા છે તેમ તેમ ત્યાંના પ્રાણીઓ હવે શહેરોમાં અને ગામડાંઓમાં આવી રહ્યાં છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આ બધી સ્થિતિ માટે અત્યારે ખુદ માનવીઓ જ જવાબદાર બની રહ્યાં છે.
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો: Surat :સૌથી વધુ સાયબર ક્રાઈમનો ભોગ ભણેલા લોકો બને છે:Harsh Sanghvi