Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

થરાદમાં વડાપ્રધાનના હસ્તે ઓલ ઇન્ડિયા રેડીયો એફ.એમ.ટ્રાન્સમિટરનું ડિઝીટલી લોકાર્પણ કરાયું

સચિન શેખલીયા - બનાસકાંઠા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદહસ્તે બનાસકાંઠા જિલ્લાના થરાદ સહિત દેશમાં કુલ -91 જેટલાં ઓલ ઇન્ડિયા રેડીયો એફ.એમ.ટ્રાન્સમિટરનું ડિઝીટલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને લોકસભા સાંસદ પરબતભાઇ પટેલ ઉપસ્થિત...
થરાદમાં વડાપ્રધાનના હસ્તે ઓલ ઇન્ડિયા રેડીયો એફ એમ ટ્રાન્સમિટરનું ડિઝીટલી લોકાર્પણ કરાયું

સચિન શેખલીયા - બનાસકાંઠા

Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદહસ્તે બનાસકાંઠા જિલ્લાના થરાદ સહિત દેશમાં કુલ -91 જેટલાં ઓલ ઇન્ડિયા રેડીયો એફ.એમ.ટ્રાન્સમિટરનું ડિઝીટલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને લોકસભા સાંસદ પરબતભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ થરાદ મુકામે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઓલ ઇન્ડિયા રેડિયો એફએમ ટ્રાન્સમીટરનુ ડિજિટલ લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ દૂરદર્શનની ટીમને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઉત્તર ગુજરાતના થરાદ અને રાધનપુર એમ બે જગ્યાએ એફ.એમ. રેડીયોનું ડિઝીટલી લોકાર્પણ કરવામાં આવ્યું છે.

Advertisement

તેમણે વધુમાં જણાવ્યું કે, ટેક્નોલોજીનો સદઉપયોગ કરી રેડિયોના માધ્યમથી વડાપ્રધાને "મન કી બાત" ના 100 એપિસોડ પુરા થઈ રહ્યા છે. વાંચવું, જોવું અને સાંભાળવું આ ત્રણ બાબતોમાં સાંભળતી વખતે માઈન્ડને એપસન્ટ રાખી શકાતું નથી. થરાદ ખાતે એફ.એમ.રેડીયો શરૂ થવાથી 10 કી.મી. વિસ્તારમાં એફ.એમ.રેડીયો સાંભળી શકાશે.

Advertisement

આ પ્રસંગે સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું કે, આજે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે 91 એફ.એમ.રેડીયો સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેનાથી વિદ્યાર્થીઓ, યુવાનો, ખેડૂતો અને મહિલાઓની જાગૃતિમાં વધારો થશે તથા આ સરહદી વિસ્તારના લોકો સતત અપડેટ રહી શકશે. તેમજ આ પ્રસંગે જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલ, અગ્રણી કનુભાઈ વ્યાસ, રૂપસીભાઇ પટેલ સહિત આગેવાનો, પ્રસાર ભરતીના અધિકારીઓ અને ગ્રામજનો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રના ગોંડલમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીનો માહોલ

Tags :
Advertisement

.