Land Scam: લ્યો બોલો! વડોદરાના શિક્ષકની જમીન ગઠિયાઓએ 92 લાખમાં વેચી દીધી
- બિલ્ડર પિતા પુત્રએ નકલી દસ્તાવેજો બનાવી જમીન વેચી દીધી
- 92 લાખની છેતરપિંડી અને નકલી દસ્તાવેજ મામલે ફરિયાદ નોંધાઈ
- જમીન પર સફાઇનું કામ શરૂ થતાં પાડોશીએ ફોન કરી જાણ કરતાં ભાંડો ફૂટ્યો
Land Scam: ભરૂચના ચાવજ ગામે વડોદરાના શિક્ષકની જમીન ઉપર નકલી દસ્તાવેજના આધારે જમીન ઉપર કબજો જમાવી દસ્તાવેજ બનાવી દેતા મૂળ માલિકને પ્લોટ ઉપર સફાઈ થતી હોવાની જાણ થતા સ્થળ ઉપર તપાસ કરતા જમીન વેચાઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. જમીન વેચાઈ ગઈ હોવાનું સામે આવતા જમીન માલિકની પગ તાળે જમીન ખસી ગઈ હોય તેવો અનુભવ કરી તાબડતોબ બિલ્ડર પિતા પુત્રના કૌભાંડને લઈ ફરિયાદ નોંધાવી હતી. જેથી ભરૂચ એ ડિવિઝન પોલીસે 92 લાખની છેતરપિંડી અને નકલી દસ્તાવેજ તથા જમીન વેચવાનું ષડયંત્ર રચવા એક્ટર ગુનો દાખલ કર્યો છે.
પોલીસે 92 લાખની છેતરપિંડીનો ગુનો નોંધ્યો
વડોદરાના ખોડિયાર નગર ખાતે રહેતાં અખિલેશ રામપ્રકાશ શર્મા અલકાપુરાના આઇઆઇટી આશ્રમ ખાતે શિક્ષક તરીકે નોકરી કરતાં હતાં. તેઓ વર્ષ 2006થી 2016 સુધી ભરૂચ જિલ્લામાં પરિવાર સાથે રહેતાં હતાં અને ટ્યુશન ક્લાસિસ ચલાવતાં હતાં. તેમને પ્રાઇમરી સ્કૂલ ખોલવાની ઇચ્છા હોઇ 2010માં તેમણે છાયાબેન ગુણવંતરાય બારોડિયા, અજય ગુણવંતરાય બારોડિયા પાસેથી 1.75 લાખમાં પ્લોટ ખરીદી કર્યો હતો. જેનો દસ્તાવેજ પણ તેમણે કર્યો હતો. જે બાદ તેઓ વડોદરા રહેવા જતાં રહ્યાં હતાં.
આ મામલે મિત્રએ ફોન કરી પ્લોટની જાણકારી આપી
દરમિયાનમાં તેમના પ્લોટ પાસે રહેતાં તેમના મિત્ર સંજયે તેમને ફોન કરીને જણાવ્યું હતું કે, તમારા પ્લોટ પર સાફસફાઇ કરવા માટે જેસીબી ચાલે છે. જેથી તેઓ તુરંત ભરૂચ આવી પહોંચ્યાં હતાં. જેસીબીના ડ્રાઇવર થકી તેમને માલુમ પડ્યું હતું કે, યોગી ટાઉનશીપ ખાતે રહેતાં કિરણ પટેલ તેમજ તેમના પાર્ટનરોએ તે કામ કરાવી રહ્યાં છે. તેમની મુલાકાત કરતાં જાણવા મળ્યું હતું કે, તેમણે ત્યાં જ પદ્માબેન વાસુદેવ લોટવાલા પાસેથી જે તે સમયે નબીપુર અને હાલમાં રહાડપોર ખાતે રહેતાં ઐયુબ અલી પટેલ અને તેમના પુત્ર આમીર નામના બ્રોકરની મદદથી જમીન ખરીદી હતી.
અખિલેશ શર્માનું નામ ધારણ કરાવી બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યાં
બાજુમાં આવેલાં અખિલેશ શર્માના પ્લોટ પણ તેમને જોઇતાં હોઇ ઐયુબ અને તેના પુત્ર આમીરે તેમને તે અપાવવાના બહાને તેમની પાસેથી 20 લાખ રૂપિયા ટોકન લીધાં હતાં. જે બાદ ઐયુબે વર્ષ 2023માં સાતેક મહિના સુધી અખિલેશને ફોન કરી તેમના પ્લોટના વેચાણની વાત કરી હતી. જોકે, તેમણે પ્લોટ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. આખરે ઐયુબ અને તેના પુત્ર આમીરે ગાંધીનગર ખાતે રહેતાં અક્ષય જોષી નામના વ્યક્તિ સાથે મળી તેને અખિલેશ શર્માનું નામ ધારણ કરાવી બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યાં બાદ તેના આધારે ખોટા દસ્તાવેજના આધારે રજીસ્ટરમાં દસ્તાવેજ કરી કિરણ અને તેમના પાર્ટનરોપાસેથી કુલ 92 લાખ પડાવી લીધાં હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો: Amreli જિલ્લાની ધારી ગ્રામ પંચાયત હવે બનશે ધારી નગરપાલિકા, મુખ્યમંત્રીએ કરી જાહેરાત
ઐયુબ અને તેના પુત્રએ વર્ષ 2019માં ગાંધીનગરના અક્ષય જોષી નામના શખ્સ સાથે વરેડિયાની એક જમીનનો સોદો થયો હતો. જોકે, બાદમાં કોરોના આવી જતાં તેમનો સોદો રદ થઇ ગયો હતો જેથી તે અવાર નવાર તેની પાસેથી ટોકનના રૂપિયા પરત માગતાં તે આપી નહીં શકતાં તેણે અક્ષયને અખિલ શર્માનો સ્વાંગ લઇ તેમની જમીન વેચાણ થાય તો તેમના રૂપિયા ટોકનના રૂપીયા તેમજ ઉપરના મળી 30 લાખ આપવાનું નક્કી કર્યું હતું.
આ પણ વાંચો: VADODARA : "હું LCB પોલીસ છું, રૂપિયા જમા કરાવી દે", રોફ ઝાડી ઠગાઇ
બિલ્ડર પિતા પુત્ર એ આવી કેટલી છેતરપિંડી કરી છે?
ચાવજ ગામે પિતા પુત્રએ જમીન માલિકના નકલી દસ્તાવેજો બનાવી અનોખુ કારસ્કતાન કર્યું હોવાની ઘટના સામે આવી છે. જેના પગલે જમીનના માલિક શિક્ષકની નોકરીમાં મગ ન બનીને રહ્યા હતા. તે દરમિયાન તેમની જમીન ઉપર દસ્તાવેજ બની ગયા અને ભેજાબાજ પિતા પુત્ર એ રૂપિયા પણ શેરડ લીધા હતાં. જેના પગલે મુળ માલીકે તાત્કાલિક ભેજાબાજ પિતા પુત્ર બિલ્ડર સામે ફરિયાદ નોંધાવતા નકલી દસ્તાવેજ બનાવવા છેતરપિંડી કરવી તથા જમીન વેચવા માટે ષડયંત્ર રચવાની ફરિયાદ દાખલ કરી પિતા પુત્રની તાત્કાલિક ધરપકડ કરી લીધી છે.
આ પણ વાંચો: Crime News: પાટણ બાદ હવે બનાસકાંઠામાં બાળ તસ્કરીનો કેસ! એક વર્ષ વીતી ગયું પરંતુ....
ફરિયાદી શિક્ષકને પાડોશીએ ફોન કર્યો. પ્લોટ કેટલામાં વેચ્યો?
ચાવજ ગામે રચના રેસીડેન્સી નજીક એક પ્લોટ શિક્ષકનો આવેલો છે અને આ પ્લોટ ઉપર સફાઈ અભિયાન ચાલી રહ્યું હતું. તે દરમિયાન પાડોશી એ જ મૂળ માલિક કે જેઓ વડોદરામાં રહી શિક્ષક તરીકે નોકરી કરે છે. તેમને ફોન મારફતે જાણ કરતા કહ્યું કે, તમારો પ્લોટ કેટલામાં વેચાયો તો પ્રથમ પ્લોટના માલિકની પગ તળેની જમીન ખસી ગઈ હોય તેમ સાચે જ તેમનો પ્લોટ નકલી દસ્તાવેજો ઉપર વેચાઈ ગયો હોવાનું ખુલ્લું પડી ગયું છે જેના પગલે કારસ્તાન કરનાર પિતા પુત્ર સામે આખરે જમીન પ્લોટના માલિક એ ફરિયાદ નોંધાવી દીધી છે
અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો: Gujarat ની રાજનીતિમાં થશે ‘પ્રજા શક્તિ ડેમોક્રેટિક’ પાર્ટીનો સૂર્યોદય, કાલે સત્તાવાર રીતે થશે જાહેરાત