Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

KUTCH : માંડવીમાં 2,25,000 ની લાંચ લેતા બે પાલિકાના કર્મચારી ઝડપાયા

અહેવાલ- કૌશિક છાયા આપણા આખા દેશમાં લાંચ એક એવું દૂષણ બની ગયું છે, જેનાથી છુટકારો મેળવવો હવે લગભગ અશક્ય જેવુ લાગી રહ્યું છે. દરરોજ સમાચારમાં લાંચિયાઓના પકડાઈ જવાના સમાચાર અવારનવાર જોવા મળી જતાં હોય છે. હવે ભુજથી એક એવી જ...
kutch   માંડવીમાં 2 25 000 ની લાંચ લેતા બે પાલિકાના કર્મચારી ઝડપાયા
અહેવાલ- કૌશિક છાયા
આપણા આખા દેશમાં લાંચ એક એવું દૂષણ બની ગયું છે, જેનાથી છુટકારો મેળવવો હવે લગભગ અશક્ય જેવુ લાગી રહ્યું છે. દરરોજ સમાચારમાં લાંચિયાઓના પકડાઈ જવાના સમાચાર અવારનવાર જોવા મળી જતાં હોય છે. હવે ભુજથી એક એવી જ ખબર સામે આવી છે. ભુજ ACB એ આજે છટકુ ગોઠવી માંડવી નગરપાલિકાના બે લાંચીયા કર્મચારીને 2,25,000 રૂપીયાની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.
આજે કાનજીભાઈ બચુભાઈ મહેશ્વરી,વર્ગ-૩ ,હેડ ક્લાર્ક , માંડવી નગર પાલીકા.,વ્રજેશ મનોજભાઈ મહેશ્વરી, કરાર પટ્ટાવાળા,માંડવી નગરપાલીકા રૂા. ૨,૨૫,૦૦૦/- લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.
ફરિયાદ કરનાર જાગૃત નાગરીક માંડવી નગરપાલીકા વિસ્તારમાં સરકારી ટેન્ડરો ભરી સીસી રોડ અને પેવર બ્લોકના કામના કોન્ટ્રાકટર છે. અને તેને કામ પેટે ૯૦,૦૦૦૦૦/- ના કામ કરેલા હોય જે કામના તેને મળવાપાત્ર પેમેન્ટના હિસ્સાનો ચેક આપવા માટે આ કામના આક્ષેપીતે ૨,૨૫,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી.
જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી ACB ગાંઘીઘામ  કચેરીનો સંપર્ક કરતા, આજરોજ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યુ હતુ. જેમાં પટ્ટાવાડો હેડ કલાર્ક વતી લાંચ લેતા ઝડપાઇ ગયો હતો. ગાંઘીઘામ ACB વી.એસ.વાઘેલાએ મદદનીશ નિયામક,બોર્ડર એકમ કે.એચ.ગોહીલની આગેવાનીમા આ કાર્યવાહી હાથ ધરાઇ હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.