Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

KUTCH : રાજયવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત વર્લ્ડ રેકોર્ડ બનાવવાના આયોજનમાં કચ્છ બનશે ભાગીદાર

અહેવાલ - કૌશિક છાંયા યોગને વિશ્વસ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમત-ગમત  યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર - મહાભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ સહિત રાજ્યભરમાં ૦૧ ડિસેમ્બર-૨૦૨૩થી  શરૂ કરવામાં આવેલું આ...
kutch   રાજયવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત વર્લ્ડ રેકોર્ડ બનાવવાના આયોજનમાં કચ્છ બનશે ભાગીદાર

અહેવાલ - કૌશિક છાંયા

Advertisement

યોગને વિશ્વસ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમત-ગમત  યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર - મહાભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ સહિત રાજ્યભરમાં ૦૧ ડિસેમ્બર-૨૦૨૩થી  શરૂ કરવામાં આવેલું આ અભિયાન તા.૧ જાન્યુઆરી સુધી ચાલશે. તા.૧ જાન્યુઆરીના રાજયભરમાં ૧૦૮ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી એક રાજયકક્ષાએ તથા અન્ય ૫૦ સ્થળો ઉપર વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા એકી સાથે અને એક જ સમયે સૂર્ય નમસ્કાર કરાશે. આ વર્લ્ડ રેકોર્ડના આયોજનમાં કચ્છના ૨ સ્થળો ભાગીદારી નોંધાવશે. જયારે જિલ્લાના અન્ય ૬ આઇકોનિક સ્થળો પર પણ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે.

રાજયવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાનમાં ગ્રામ્ય/શાળા/વોર્ડ કક્ષા, જિલ્લા/મહાનગરપાલિકા તથા રાજયકક્ષા સુધી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિજેતા થયેલા સ્પર્ધકો રાજયકક્ષાએ ૩૦ ડિસેમ્બરના રોજ ભાગ લેશે  તેમાંથી ૬ શ્રેષ્ઠ સ્પર્ધક વિજેતા જાહેર કરાશે.

Advertisement

તા.૧/૧/૨૦૨૧ના રોજ મોઢેરા સૂર્ય મંદિર, મહેસાણા ખાતે વિજેતાઓનો સન્માન સમારોહ યોજાશે. સાથે પ્રથમ દિવસની પ્રથમ સૂર્યની કિરણ સાથે ભગવાન સૂર્ય નારાયણની ઉપાસના કરતા અંદાજે ૨૫૦૦ લોકોની હાજરીમાં ૧૧ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાત દરેક જિલ્લા/ મહાનગરપાલિકા તેમજ અન્ય પ્રતિષ્ઠિત જગ્યાઓ મળી ૧૦૭ કાર્યક્રમ તથા મોઢેરા સહિત એમ કુલ ૧૦૮ જગ્યાએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યભરમાં એકી સાથે અને એક જ સમયે સૂર્ય નમસ્કાર કરવા અંગે વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી કરવામાં આવશે. વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા ૧૦૮ કાર્યક્રમો પૈકી એક રાજયકક્ષાએ તથા અન્ય ૫૦ સ્થળો સૂર્ય નમસ્કાર કરાશે. આ વર્લ્ડ રેકોર્ડ માટે કચ્છ જિલ્લામાં ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૨૦૦ નાગરિકો સૂર્ય નમસ્કાર કરશે જયારે સફેદ રણ ખાતે ૧૦૦ નાગરિકો સૂર્ય નમસ્કાર કરીને વર્લ્ડ રેકોર્ડમાં ભાગીદારી નોંધાવશે.

Advertisement

આ ઉપરાંત કચ્છમાં અન્ય ૬ આઇકોનિક સ્થળ પર સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન થશે. જેમાં માંડવી બીચ, ગોપાલપુરી-સ્પોર્ટસ કોમ્પ્લેકસ ગાંધીધામ, હમીરસર તળાવ, સ્મૃતિવન, રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમ, નારાયણ સરોવર -લખપતનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો -- ‘ગુજરાત ફર્સ્ટ’ના અહેવાલની ધારદાર અસર : યુવતીને માર મારવા મામલે બોરખડી ગામના મહિલા સરપંચ સસ્પેન્ડ

Tags :
Advertisement

.