Kutch:ભારે વરસાદ બાદ આરોગ્યની જાળવણી માટે આરોગ્ય તંત્ર એક્શનમાં
- કચ્છમાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોનાં નાગરિકોના
- આરોગ્યની જાળવણી માટે આરોગ્ય તંત્ર એકશન મોડમાં
- જિલ્લામાં 345 ટીમની અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્યલક્ષી કામગીરી
- નજીકના આરોગ્ય કેન્દ્ર જેવા સલામત સ્થળે ખસેડાઇ
Kutch: હાલે સમગ્ર કચ્છ(Kutch)માં વરસાદી વાતાવરણ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ (Welfare Department)દ્વારા નાગરિકોની આરોગ્યની જાળવણી અને રોગ અટકાયતી પગલાઓ માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 345 ટીમ બનાવી સમગ્ર કચ્છ જીલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
શેલ્ટરહોમમાં રહેતાં 400 લોકોની આરોગ્યની તપાસ કરી કરાઇ
કચ્છ (Kutch)જિલ્લામાં ડીપ ડિપ્રેશન અને ડિપ્રેશનની પરિસ્થિતિમાં કચ્છ જિલ્લામાં ઘણાખરા તળાવ-ડેમો ભયજનક સપાટીથી ભરાઈ ગયા છે તેમજ શહેરી તથા ગ્રામ્યનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાની પરિસ્થિતિઓ જોવા મળી રહી છે. ત્યારે આરોગ્ય શાખાની આરોગ્ય ટીમો દ્વારા લોકોની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. શેલ્ટરહોમમાં રહેતાં 400 લોકોની આરોગ્યની તપાસ કરી જરૂરીયાતમંદોને સારવાર આપવામાં આવી છે.
આ પણ વાંચો -Asana Cyclone: કચ્છ પર થી વાવાઝોડાનો ખતરો ટળ્યો! વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાયું
દરેકને સ્થળ પર સારવાર પણ આપવામાં આવી રહી છે
ત્યારે બીજી બાજુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ કામગીરી કરીને દરેકને સ્થળ પર સારવાર પણ આપવામાં આવી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારમાં નજીકની પ્રસુતીની તારીખો વાળી 366 પૈકી 226 સગર્ભાઓની પ્રસુતી આરોગ્ય વિભાગના સહયોગથી થયેલી જ્યારે 129 સગર્ભા બહેનોને સુવાવડ માટે નજીકના સબ સેન્ટર કક્ષાએ-પ્રા.આ.કેન્દ્ર-સામુહિક આરોગ્ય કેન્દ્ર અને જી.કે.જી.એચ ખાતે સીફ્ટીંગ કરવામાં આવી હતી. જ્યાં સગર્ભા બહેનોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા સતત દેખરેખ હેઠળ રાખવામાં આવી છે.
આ પણ વાંચો -CR Patil :કેન્દ્રીય મંત્રી CR Patilની અધ્યક્ષતામાં રેઈન વોટર હાર્વેસ્ટીંગનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
ગામમાં દવા છંટકાવ કરાયો
ભુજ તાલુકાનાં રોહાતડ ગામમાં પાણીજન્ય રોગચાળાની પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે ગામમાં ઓપીડી શરૂ કરવામાં આવી છે. મંગળવારે 73 ઘરનો સર્વે કરાયો હતો. ડોક્ટર અને પેરામેડિકલ આરોગ્ય કર્મચારીઓની ટીમ ઉતારીને હંગામી દવાખાનુ કાર્યરત કરી દેવામાં આવ્યું છે. અઠવાડિયા સુધી ગામમાં ઓપીડી કાર્યરત રહેશે. જેમાં દરેક લોકોના આરોગ્યની તપાસણી કરવા સાથે લોકોને કલોરીનયુક્ત પાણી પીવા અને ઉકાળીને પાણી પીવા સલાહ આપવામાં આવી રહી છે. ગામમાં દવા છંટકાવ કરાયો છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રવિન્દ્ર ફૂલમાલી અને જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. કેશવકુમાર ગામમાં અસરગ્રત વિસ્તારની મુલાકાત ફરીથી આવી પરિસ્થિતિઓ ન સર્જાય તે બાબતે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.
આ પણ વાંચો-Vadodara: રાજય સરકારનો મોટો નિર્ણય, અસરગ્રસ્ત વિસ્તારોમાં કેશડોલની સહાય કરાશે
આ સાથે સમગ્ર કચ્છ જિલ્લામાં રોગ અટકાયતી પગલાઓના સંદર્ભમાં દરેક વિસ્તારોમાં સર્વેલન્સ કામગીરી-પાણીજન્ય અને જંતુજન્ય રોગચાળો ન ફેલાય તે માટે પીવાના પાણીનું સુપર કલોરીનેશન તથા ટેબ્લેટ ક્લોરીનનું વિતરણ જેતે વિસ્તારની ગ્રામ પંચાયત અને નગરપાલીકા દ્વારા હાથ ધરવા સુચનાઓ આપવામાં આવેલી છે. વાહક-જન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જરૂરીયાતવાળા વિસ્તારોમાં દવા છંટકાવ કામગીરી હાથ ધરવામાં આવી છે
અહેવાલ.કૌશિક છાંયા.કચ્છ