ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Kutch : બેલાના રણમાં ગુમ ઈજનેરનો મૃતદેહ મળ્યો, મોતનું રહસ્ય અકબંધ

6 એપ્રિલનાં રોજ કચ્છ જિલ્લાના રાપર તાલુકાનાં સરહદી વિસ્તાર બેલા પાસે બીએસએફના રોડના સરવે માટેની કામગીરી હાથ ધરાઈ હતી.
11:56 PM Apr 10, 2025 IST | Vipul Sen
featuredImage featuredImage
Kutch_Gujarat_first main
  1. Kutch માં બેલાનાં રણમાં ગુમ થયેલ ઈજનેરનો પાંચમાં દિવસે મૃતદેહ મળ્યો
  2. 6 એપ્રિલે સરહદી વિસ્તારમાં ઈજનેરની ટીમ ગુમ થઈ હતી
  3. BSF ના રોડ સરવે માટે ઈજનેરની ટીમ ગઈ હતી
  4. બે વ્યક્તિઓેની BSF દ્વારા શોધ કરી હેમખેમ લઈ આવ્યા હતા
  5. એક ઈજનેર અર્બનપાલનો રણ વિસ્તારમાંથી મૃતદેહ મળ્યો

કચ્છમાં (Kutch) બેલાના રણમાં ગુમ થયેલ ઈજનેરનો પાંચમાં દિવસે મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 6 એપ્રિલનાં રોજ સરહદી વિસ્તારમાં BSF ના રોડ સરવેની કામગીરી માટે ગયેલી ઈજનેરની ટીમ ગુમ થઈ હતી, જેમાં બે વ્યક્તિને બીએસએફ દ્વારા શોધી કાઢી હેમખેમ બહાર લઈ આવ્યા હતા. જ્યારે, એક ઈજનેર ન મળતા શોધખોળ યથાવત હતી. જો કે, હવે ઇજનેરનો મૃતદેળ મળી આવ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાપર CHC ખસેડવામાં આવ્યો. આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો - Surat: કાપોદ્રા પોલીસ દ્વારા ટીમો બનાવવામાં આવી, ક્રાઈમ બ્રાન્ચે શકમંદોની કરી અટકાયત

ગુમ થયેલી ટીમનાં બે સભ્યો મળી આવ્યા હતા, ઇજનેરની ભાળ મળી નહોતી

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 6 એપ્રિલનાં રોજ કચ્છ જિલ્લાના (Kutch) રાપર તાલુકાનાં સરહદી વિસ્તાર બેલા પાસે બીએસએફના રોડના સરવે માટેની કામગીરી હાથ ધરાઈ હતી. આ સરવે માટે ગયેલી ઇજનેર અર્બનપાલની ટીમ રસ્તો ભૂલી જતાં ગુમ થઈ હતી. જો કે, આ અંગે જાણ થતાં BSF દ્વારા ટીમની શોધખોળ હાથ ધરાઈ હતી. દરમિયાન, બીએસએફનાં જવાનો દ્વારા ટીમનાં બે સભ્યોને શોધી કાઢવામાં આવ્યા હતા અને હેમખેમ બહાર લઈ આવ્યા હતા.

આ પણ વાંચો - Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં બેઝિક લાઇફ સપોર્ટ સુવિધા ધરાવતી 4 નવી એમ્બ્યુલન્સનો ઉમેરો

ઇજનેર અર્બનપાલનું મોત કયાં સંજોગોમાં થયું ? રહસ્ય અકબંધ

જો કે, ટીમનાં ઇજનેર અર્બનપાલની (Engineer Urbanpal Case) ભાળ મળી નહોતી. ઈજનેર અર્બનપાલની શોધખોળ છેલ્લા 5 દિવસથી પૂર્વ કચ્છ પોલીસની (East Kutch Police) ટીમ અને BSF દ્વારા હાથ ધરાઈ હતી. જ્યારે, આજે બેલા નજીકની સુકનાવાંઢ રણ વિસ્તારમાંથી ઇજનેર અર્બનપાલની લાશ મળી આવી છે. ઇજનેર અર્બનપાલનું મોત કયાં સંજોગોમાં થયું ? તે અંગેનું રહસ્ય હાલ પણ અકબંધ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાપર સીએચસી (Rapar CHC) ખાતે ખસેડવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો - Gun Licence Scam : બોગસ ગન લાઈસન્સ કૌભાંડમાં 16 આરોપીઓના રિમાન્ડ મંજૂર

Tags :
Bela DesertEast Kutch Police TeamEngineer UrbanpalGUJARAT FIRST NEWSKutchKutch BSFRapar CHCTop Gujarati News