Kutch : ભુજ-ખાવડા હાઇવે પર ટ્રેઇલર-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
- Kutch માં ભુજ-ખાવડા હાઇવે પર ગમખ્વાર અકસ્માત
- પાલારા પાસે ટ્રેઇલર-બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત
- અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત થયા
- 108 મારફતે જી.કે. જનરલ હોસ્પિટલ લઈ જવાયા
કચ્છમાં (Kutch) ભુજ-ખાવડા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રેઇલર-બાઈક વચ્ચે અકસ્માત (Trailer and Bike Accident) સર્જાતા એક જ પરિવારનાં 3 લોકોનાં મોત નીપજ્યા છે. ટ્રેઇલરચાલકે બાઈક પર ગાડી ચડાવી દેતા 3 લોકોનાં મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ (Bhuj G.K. General Hospital) મોકલાયા છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Gujarat Weather : રાજકોટમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો, બે દિવસ આ જીલ્લામાં હીટવેવની આગાહી
ટ્રેઇલર અને બાઈક એકબીજા સાથે ધડાકાભેર અથડાયા
પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છમાં (Kutch) ભુજ-ખાવડા હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. પાલારા પાસે ટ્રેઇલર અને બાઈક એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માતમાં એક જ પરિવારનાં 3 લોકોનાં મોત નીપજ્યા છે. બનાવને પગલે સ્થાનિક લોકોની ભીડ ભેગી થઈ હતી. સાથે જ સ્થાનિક પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે 108 મારફતે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં મોકલ્યા છે.
આ પણ વાંચો - Khyati Hospital Scam : આરોપી ડો. પ્રશાંત વજીરાણીને મોટો ફટકો, NMC એ ફરી લીધો મોટો નિર્ણય!
અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત થયા
પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, ભુજ-ખાવડા હાઇવે (Bhuj-Khawda Highway) પરથી એક પરિવારનાં ત્રણ સભ્યો બાઈક પર જઈ રહ્યા હતા. દરમિયાન, પાલારા પાસે એક ટ્રેલરચાલકે બાઈક પર ગાડી ચડાવી દેતા બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એક જ પરિવારનાં 3 સભ્યોનાં મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો - Gujarat BJP : આવતીકાલે BJP બાકી રહેલા જિલ્લા-મહાનગર પ્રમુખોના નામની કરશે જાહેરાત!