Kutch : ભચાઉ તાલુકામાં કેનાલમાં નહાવા પડેલા 5 માસૂમ ડૂબ્યા, 4 બાળકોનાં મૃતદેહ મળ્યા
- ભચાઉનાં ધમકડા ગામે પાંચ માસૂમ તળાવમાં ડૂબ્યા (Kutch)
- 4 બાળકોનાં મૃતદેહ મળ્યાં, 1 ની શોધખોળ ચાલુ
- એકસાથે પાંચ બાળકોનાં ડૂબવાથી પંથકમાં અરેરાટી
- સ્થાનિક પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલ્યા
કચ્છનાં (Kutch) ભચાઉ તાલુકામાં ગોઝારી દુર્ઘટના બની છે. કેનાલમાં નહાવા પડેલા 5 માસૂમ બાળકો ડૂબ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન 4 બાળકોનાં મૃતદેહ મળી આવ્યાં છે જ્યારે, અન્ય એક બાળકોની હાલ પણ શોધખોળ ચાલી રહી છે. એક સાથે પાંચ બાળક કેનાલમાં ડૂબી જતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે.
આ પણ વાંચો - RTE હેઠળ બાળકનાં શાળા પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદામાં કરાયો વધારો! વાંચો વિગત
કચ્છના ભચાઉના ધમકડા ગામે પાંચ માસુમ તળાવમાં ડૂબ્યા
ચાર બાળકોના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ ચાલુ
એકસાથે પાંચ બાળકોના ડૂબવાથી પંથકમાં અરેરાટી
પોલીસ, 108 ની ટીમ પહોંચી ઘટનાસ્થળે
બાળકોના પરિવારમાં ગમગીની#Gujarat #Kutch #Bhachau #Drowning #Crime #Police #GujaratFirst pic.twitter.com/UPURaQsoB4— Gujarat First (@GujaratFirst) March 15, 2025
કેનાલમાં નહાવા પડેલા 5 બાળકો એક સાથે ડૂબ્યાં
પ્રાથમિક માહિતી અનુસાર, કચ્છનાં (Kutch) ભચાઉ તાલુકાનાં ધમકડા ગામ નજીક અને હિંગોરજા વાંઢ પાસે આવેલી કેનાલમાં 5 બાળકો નહાવા પડ્યા હતા. દરમિયાન, પાંચેય બાળકો એક સાથે ડૂબ્યાં હતાં. બાળકોની બૂમો સાંભળીને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ડૂબતા બાળકોને બચાવની કામગીરી હાથ ધરી હતી. સાથે જ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી, જેથી ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી.
આ પણ વાંચો - Ahmedabad : વસ્ત્રાલને માથે લેનારા લુખ્ખાઓની જાહેરમાં સરભરા, ઉઠક-બેઠક, હવે 'ડિમોલિશન'!
4 માસૂમોનાં મૃતદેહ મળ્યા, 1 ની શોધખોળ યથાવત
માહિતી અનુસાર, રેસ્ક્યૂ ઓપેરેશન (Rescue Operation) દરમિયાન 4 માસૂમોનાં મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે, હાલ પણ એક બાળકોની ભાળ મળી નથી. રેસ્ક્યૂ ઓપરેશન હાલ પણ ચાલું છે. એક સાથે પાંચ બાળકો કેનાલમાં ડૂબી જતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. માસૂમોને ગુમાવતા પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે.
આ પણ વાંચો - Rajkot : તળાવમાં નહાવા પડેલા 3 યુવક ડૂબ્યા, જીવ જોખમમાં મૂકી સ્થાનિકોએ બેને બચાવ્યા!