ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kuldevi : કોઈ દિલાસો નહીં-તત્કાળ નિવેડો

Kuldevi - "કુળની દેવી એટલે કુળદેવી" જો તમે કુળદેવીને માનતા હોય તો એક વાર જરૂર વાંચજો દરેક ના કુળ પ્રમાણે કુળ દેવી કે દેવતા હોય છે…. જેની અસીમકૃપા થી તમારો પરિવાર સુખ, શાંતિ, અને સલામતી અનુભવતો હોય છે.જે કદાચ તમે...
04:36 PM Oct 04, 2024 IST | Kanu Jani

Kuldevi - "કુળની દેવી એટલે કુળદેવી"

જો તમે કુળદેવીને માનતા હોય તો એક વાર જરૂર વાંચજો

દરેક ના કુળ પ્રમાણે કુળ દેવી કે દેવતા હોય છે….

જેની અસીમકૃપા થી તમારો પરિવાર સુખ, શાંતિ, અને સલામતી અનુભવતો હોય છે.જે કદાચ તમે કરોડો રૂપિયા કમાતા લોકો ના ઘર મા નહીં જોઈ શકો, તેવું આધ્યાત્મિક તેજ અને સંતોષ તમારા પરિવાર મા જોવા મળશે.અને આ એક સત્ય હકીકત છે…

વર્ષ મા એકવખત શક્ય હોય તો અવશ્ય કુળ દેવી કે કૂળ દેવતા ની મુલાકાત લો..વર્ષ દરમ્યાન નો જીંદગી નો થાક ઉતરી ગયા નો અહેસાસ અવશ્ય થશે…જીંદગી મા પડતી મુશ્કેલી અને આવનાર મુશ્કેલી માટે માર્ગદર્શક બની તમારી રક્ષા કરશે..

ઉંબરા વાળી મા જેવી સાક્ષાત છે. ભૂખ લાગે એ પહેલાં જ ભોજનની વ્યવસ્થા કરશે.. સીધા નહીં ચાલો તો બે લાપોટ પણ ઝાપટી દેશે. 

ઠોકર લાગશે અને પડશો એ પહેલાં 'ખમ્મા મારા લાલ' કહેતાં ઊભા ય કરશે..

પણ એ  મા માટે તમારા માટે સમય છે? મા ગામડે રહેતી હોય અને વરસે દાડે એકાદ વાર "કેમ છે માડી?' કહેવા ગયા છો.. એના માટે એકાદ સાદો સાદો ય સાડલો લઈ ગયા છો? .. ના.. તો ય એને મળી પાછા વળશો તો એની આંખો ભીની થશે.."સાચવીને રહેજે,દીકરા" કહેશે.. ક્યારેય આ ભાવના સાથે કુળદેવીના દર્શને જાઓ.. તમને માણી મમતાનો  અનુભવ થશે થશે અને થશે જ.

ખોટા નિર્ણય લેતા રોકશે, અને સાચા નિર્ણય માટે માર્ગદર્શક બની તમારી આગળ ચાલશે. આ જે વ્યકતી ને એહસાસ અને અનુભવ થતો હોય તેના માટે છે

આમાં કોઈ તર્ક-કૂતર્ક ન ચાલે 

ઘણા લોકો કહે છે..

બધું નસીબ થી ચાલે છે…

અરે ભાઈ બધું નસીબ થી ચાલે છે..

તો બીમાર પડે છે તો હોસ્પીટલ મા કેમ જાય છે ?

મૂકી દે તારી જીંદગી ને નસીબ ના ભરોસે. તેનું કારણ માઁ ની કૃપા જ હોય શકે…

દર્દી ના ઓપરેશન વખતે એનેસ્થેશિયા જે કામ કરે છે.તે આ ભક્તો ના દુઃખ વખતે માઁ ની કૃપા કામ કરે છે.તમને અસહ્ય પીડા થતી હોય તો સર્જન ઘરે ના આવે, તમારે હૉસ્પિટલ મા જવું પડે. તેની જેમ અમુક જીંદગી ના દુઃખ એવા હોય છે..

ના કેહવાય ના સહેવાય તેવા સંજોગમાં એક જ ઉપાય…

કુળ દેવી નું શરણ…

અહી શક્તિનો ધોધ છે તેથી તો તેને શક્તિપીઠ કહે છે..

નવી શક્તિ નો સંચાર અને નવા જોમનો પ્રારંભ….

ઘણા લોકો કહે છે.. કે સમય નથી, ઘણા લોકો કહે ઉંમર થઇ, અરે ભાઈ 365 દિવશ માથી બે દિવસ પણ તમે ખોટા કોઈ જગ્યા એ બગાડ્યા નથી ?

પેન્શન લેવા કે, બેન્ક મા TDS ના ફોર્મ ભરતી વખતે તમારા મા શક્તિ ક્યાંથી આવે છે..? તમારી ધાર્મિક મુલાકાત ને ઉંમર ના બહાના નીચે દબાવી તો નથી દેતાને ?

ખરેખર અશક્ત, અપંગ હોય તયારે એ કૃપા તમારી મદદ કરવા ઘરે પણ આવે છે…

આપણા કુળ દેવી ને કુળ દેવતા આપણી ભાવ ભકિત નાં ભૂખ્યા છે તેમના મા શ્રદધા રાખીશું તે આપણા માટે સારી છે નહિ રાખીશું તો તેમને તો કોઈ નુકસાન નહિ થાય...

બોડાણા હંમેશા ડાકોર થી દ્વારકા પૂનમ ભરતા પણ ઉંમર વધતા ભગવાનની માફી માંગી કે હવે મારા થી દ્વારકા નહીં અવાય..  તો?  ભગવાન સ્વયં ડાકોર મા આવી ગયા. ભકતો ના પ્રેમ મા નિખલાશતા અને સચ્ચાઈ હોવી જોઈએ...

જે માઁ જગડુશા ના વહાણ ઉગારી શક્તી હોય..

જે પ્રભુ અર્જુનના રથના સારથી બની શકતા હોય…

તેની કૃપા વિશે શંકા ના હોય..

કુળ દેવી, કૂળદેવતા

બધા ની ઈચ્છા પૂરી કરે..

આ પણ વાંચો-Manusmriti- મનુસ્મૃતિ સમજ થોડી,ગેરસમજ ઝાઝી

Tags :
kuldevi
Next Article