Gujarat: કોલકાતા કાંડના ગુજરાતમાં પડ્યા ઘેરા પ્રત્યાઘાત, દેશ વ્યાપી હડતાલમાં...
- રાજ્યની તમામ મેડિકલ કોલેજોમાં આજે ઓપીડી સેવા બંધ
- અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓના દેખાવો
- ન્યાય નહિ મળે ત્યાં સુધી કામ થી અળગા રહી નોંધાવશે વિરોધ
Gujarat: કોલકાતામાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને ક્રૂરતા પૂર્વક હત્યા કરવા મામલે દેશભરના ડૉક્ટરો વિરોધ કરી મહિલા ડૉક્ટર માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે. ત્યારે તેને પડઘા ગુજરાત (Gujarat)માં પણ જોવા મળ્યા છે. નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ જોડે બનેલી રેપ વિથ મર્ડરની ઘટનાના સમગ્ર ભારતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેને લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ તબીબો હડતાલ પર ઉતર્યા છે. રેસિડેન્ટ તબીબોની હડતાલના પગલે સારવાર લેવા આવી રહેલા દર્દીઓને હાલાકીઓ પણ પડી રહીં છે. નોંધનીય છે કે, વહેલી સવારથી ઓપીડી બહાર દર્દીઓની લાંબી કતાર જોવા મળી હતી. અત્યારે માત્ર ઈમરજન્સી સેવા કાર્યરત છે.
આ પણ વાંચો: આત્મહત્યા કે પછી હત્યા? ઘરેથી રોજકોટ જવાનું કહીને નીકળ્યા અને ચોટીલાથી મળી લાશ
ન્યાયિક તપાસ કરવા માટે તબીબો કરી રહ્યા છે માંગ
અહીં સામાન્ય બીમારીમાં સારવાર લેવા આવેલા દર્દીઓએ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે. માત્ર એક ઓપીડીમાં હાજર બે બે તબીબો દર્દીઓની આરોગ્ય લક્ષી તપાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રેસિડેન્ટ તબીબોની હડતાલથી દર્દીઓ અજાણ હતા. જોકે, નવી સિવિલ હોસ્પિટલમાં માત્ર ઈમરજન્સી સેવા કાર્યરત રાખવામાં આવી છે. આ સાથે સાથે રાજકોટમાં પણ તબીબોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
આ પણ વાંચો: Morbi જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી તેમજ પૂર્વ કાઉન્સિલર પર હુમલો, જાણો શું હતો સમગ્ર બનાવ
રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા કાળા કપડાં પહેરી વિરોધ કરવામાં આવ્યો
વિગતે વાત કરવામાં આવે તો, રાજકોટના રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા મેડિકલ કોલેજ બાર સૂત્રોચાર કરવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે, રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા કાળા કપડાં પહેરી વિરોધ કરવામાં આવ્યો છે. ડોક્ટરો દ્વારા સુરક્ષાને લઈને અનેક સવાલ ઉઠાવ્યા છે. આ સાથે સાથે કોલકાતામાં બનેલી ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી રહીં છે. દેશમાં મહિલાની સુરક્ષા માટે ઘણું બધુ કરવાની જરૂર છે. ‘ હડતાલને લઈને લોકોને નવું જીવન આપતા ડોક્ટરો જ જો સુરક્ષિત નહીં હોય તો આગામી સમયમાં મહિલાઓ ડોક્ટરો બનતા પણ સાત વાર વિચાર કરશે’
આ પણ વાંચો: Junagadh સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાઓએ બેદરકારીના આક્ષેપો સાથે કર્યો હુમલો
ડોકટરો માત્ર ઈમરજન્સી સેવામાં ફરજ બજાવશે
આ દેશ વ્યાપી હડતાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબો જોડાશે. આ સાથે સાથે તબીબો ઓપીડીથી અળગા રહેશે એવી જાહેરાત કરવામાં આવી છે. અત્યારે ડોકટરો માત્ર ઈમરજન્સી સેવામાં ફરજ બજાવશે. જેના કારણે સામાન્ય સારવાર લેવા માટે આવતા દર્દીઓને હાલાકી. ડોક્ટર કેસમાં દ્વારા CBI તપાસ સોંપવામાં આવે તેવી તબીબોની માંગ છે. નોંધનીય છે કે, 1500 પૈકી 750 રેસિડેન્ટ ડોક્ટર ઇમર્જન્સીમાં સેવા આપશે.