Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલમાં પતંગ - દોરી બન્યા મોંઘા, 10 થી 15 ટકા સુધી વધી મોંઘવારી

પતંગ - દોરી બન્યા મોંઘા : દિવાળી તહેવાર બાદ જાન્યુઆરીમાં આવતો તહેવાર એટલે મકરસંક્રાતિ. ખાસ કરીને પતંગ રસિયાઓ આતુરતા પૂર્વક રાહ જોતા હોઈ છે. 14 જાન્યુઆરી એટલે મકરસંક્રાતિનો પર્વ. અને હવે તો સંક્રાંતિને ગણતરીના દિવસો જ બાકી છે. છતાં હજુ...
ગોંડલમાં પતંગ   દોરી બન્યા મોંઘા  10 થી 15 ટકા સુધી વધી મોંઘવારી
પતંગ - દોરી બન્યા મોંઘા : દિવાળી તહેવાર બાદ જાન્યુઆરીમાં આવતો તહેવાર એટલે મકરસંક્રાતિ. ખાસ કરીને પતંગ રસિયાઓ આતુરતા પૂર્વક રાહ જોતા હોઈ છે. 14 જાન્યુઆરી એટલે મકરસંક્રાતિનો પર્વ. અને હવે તો સંક્રાંતિને ગણતરીના દિવસો જ બાકી છે. છતાં હજુ સુધી બજારમાં ચહલપહલ જોવા મળતી નથી. આ વખતે પતંગ, દોરી વગેરે પણ ગત વર્ષની સરખામણીમાં 10 થી 15 ટકા સુધી મોંધા બની ગયા છે. રૂ. 70 માં મળતા પતંગો આ સાલ 80 થી 100 માં મળી રહ્યા છે આથી ગોંડલની બજારોમાં કોઇ ખરીદદારો દેખાતા નથી અને વેપારીઓ લેવાલીની રાહમાં છે.
પતંગ બજાર

પતંગ બજાર

Advertisement

પતંગ બજારમાં ખાસ મોદી ફીવર જોવા મળ્યો 

છેલ્લા ઘણા વર્ષોથી સીઝન સ્ટોર ચલાવતા ગોંડલના વ્યાપારી સાગર ભુવા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર ભરમાં પતંગોની બજારમાં પતંગો મુખ્યત્વે ખંભાત, અમદાવાદ, નડિયાદ, રાજકોટથી આવતી હોઈ છે. પતંગોમાં અનેક સાઈઝ અને અવનવી ડીઝાઈનની વેરાયટી આવી છે. જેમાં મોદી ફીવર જોવા મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો વાળી તેમજ સ્વચ્છ ભારત મિશન સહીતના વિવિધ સૂત્રો વાળી પતંગો ઉપરાંત દેશભક્તિ - આઈ લવ ઇન્ડિયા, હેપ્પી ન્યુ યર 2024,  લખેલાં લખાણ વાળી પતંગો તેમજ બાળકો માટે કાર્ટૂન, છોટાભીમ, બાર્બીડોલ જેવી પતંગો ફેવરિટ બની છે ત્યારે ખાસ કરીને ખંભાતથી આવતી પતંગ પતંગોમાં વધારો વધુ જોવા મળ્યો છે.

સુરતી દોરોની બજારમાં ધૂમ માંગ : કમલેશભાઈ ચૌહાણ, વેપારી

પતંગ દોરાનું પીઠું ગણાતું સુરત મુખ્ય સ્થાન ધરાવે છે. સુરતથી આવતો સુરતી માંજા - શિવમ સહિતની 50 થી વધુ વેરાયટીઓ આવે છે. તેમજ બરેલી થી પણ દોરાની પુસ્કળ આવક જોવા મળે છે. દોરીમાં એક ઇંચથી શરૂ કરી 10 હજાર વાર દોરીની ફિરકી પણ બજાર માં ઉપલબ્ધ છે. પતંગની સાથે સાથે દોરીના ભાવમાં પણ 15 ટકા જેટલો વધારો થયો છે. ગયા વર્ષે 600 માં મળતી રિલના ભાવ થયા 700 એ પોહ્ચ્યો છે.

સાત ફૂટ સુધીની પતંગ બજારમાં આવી 

પતંગના વ્યાપારી વલ્લભભાઈ સાથે વાતમાં જણાવ્યું હતું કે, પતંગોમાં પણ 50 થી 60 જેટલી નાની મોટી વેરાયટીઓ આવે છે. કાપડની 1 ફુટથી લઇ 7 ફુટ સુધીની પતંગો આવી છે. આ વખતે સંદેશાઓ આપતી પતંગો આવી છે. સાથે સાથે દોરી, બ્યુન્ગલ અને માસ્ક - ગોગલ્સ - બાળકો માટે એસેસરીઝમાં પણ વેરાઈટીઓ આવી છે.
અહેવાલ - વિશ્વાસ ભોજાણી 
Advertisement
Tags :
Advertisement

.