Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kheda: બાળકીઓને મીઠાઇની લાલચ આપી સેંકડો વખત દુષ્કર્મ

બાળકીઓને ચોકલેટ અને કપડાની લાલચ આપીને વારંવાર આચરતો દુષ્કર્મ, બળાત્કારના સેંકડો વીડિયો તેના ફોનમાંથી મળી આવ્યા
kheda  બાળકીઓને મીઠાઇની લાલચ આપી સેંકડો વખત દુષ્કર્મ
  • ચોકલેટ અને કપડાની લાલચે તરૂણીઓને ઘરે બોલાવતો
  • અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાનો તપાસમાં થયો ઘટસ્ફોટ
  • દરેક દુષ્કર્મના વીડિયો પણ બનાવતો હતો આરોપી

અમદાવાદ : 54 વર્ષના આધેડ ચંદ્રકાંત પટેલ નામના વ્યક્તિની નડિયાદ પોલીસે ધરપકડ કરી છે. આધેડ પર આક્ષેપ છે કે, તેણે 8 થી 11 વર્ષની 4 તરૂણીઓને વિવિધ લાલચ આપીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. પટેલ એકલો જ રહેતો હતો અને બાળકીઓને મીઠાઇ અને પૈસાની લાલચ આપીને આ દુષ્કર્મ ગુજારતો હતો. બીજી સૌથી ચોંકાવનારી બાબત છે કે, તેના ફોનમાંથી સેંકડો ચોંકાવનારા વીડિયો મળી આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો : PM Modi એ કચ્છમાં BSF જવાનો સાથે ઉજવી દિવાળી, આ રહી તસવીરો

54 વર્ષીય યુવકનું હિન કૃત્ય

54 વર્ષીય આધાડની પોલીસ દ્વારા સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરવાના આક્ષેપમાં ધરપકડ કરવામાં આવી છે. ચારેય કિશોરીઓની ઉંમર 8 થી 11 વર્ષની વચ્ચે છે. તપાસમાં સામે આવ્યું કે, આધેડે આ તરૂણીઓ પર અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. આ દુષ્કર્મની વીડિયોગ્રાફી પણ કરી હતી. આધેડના ફોનમાંથી સેંકડો વીડિયો મળી આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વસો પોલીસ દ્વારા ચંદ્રકાંત પટેલની ધરપકડ કરવામાં આવી છે. એક તરૂણીના વાલી દ્વારા ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો : 'અમારી સરકાર એક ઇંચ જમીનમાં પણ બાંધછોડ કરતી નથી', દિવાળી પર કચ્છમાં PM મોદીની હૂંકાર

કલરકામનો વ્યવસાય કરતો હતો આરોપી

ખેડા પોલીસના અનુસાર, પટેલ એકાકી જીવન જીવતો હતો. તે રંગકામનો વ્યવસાય કરતો હતો. તે તરૂણીઓને ચોકલેટ, પૈસા, કપડા, બિસ્કિટ જેવી વિવિધ લાલચ આપતો હતો. તરૂણીઓ જ્યારે તેના ઘરે આવે ત્યારે તેના પર બળાત્કાર કરતો હતો. આ સમગ્ર ઘટનાના તે વીડિયો પણ ઉતારતો હતો. તેના મોબાઇલમાંથી સેંકડો વીડિયો મળી આવ્યા છે. હાલ તો પોલીસે તેનો ફોન પણ ફોરેન્સિક એનાલિસિસ માટે મોકલી આપ્યો છે.

Advertisement

આ પણ વાંચો : Share Market Crash:શેરબજારમાં હાહાકાર,સેન્સેક્સ-નિફ્ટીમાં મોટું ગાબડું

દરેક દુષ્કર્મની વીડિયો ગ્રાફી કરતો હતો આરોપી

ઉચ્ચ પોલીસ અધિકારીઓના અનુસાર પટેલે આ વીડિયોગ્રાફી માટે એક ચોક્કસ સ્થળ પણ નિર્ધારિત કર્યું હતું. જ્યારે તરૂણી આવે ત્યારે તે ફોન મુકીને પોતાના હિનકૃત્યની વીડિયોગ્રાફી પણ કરતો હતો. ત્યાર બાદ આ વીડિયોનો વિકૃત આનંદ લેતો હોય તેવી શક્યતા છે. હાલ તો આરોપી વિરુદ્ધ Posco હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેને જ્યુડીશીયલ કસ્ટડી માટે મોકલી અપાયો છે. ફોરેન્સિક રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : PM Modi એ કચ્છમાં BSF જવાનો સાથે ઉજવી દિવાળી, આ રહી તસવીરો

તરૂણી બિમાર પડી અને ભાંડો ફુટ્યો

અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી લાંબા સમયથી આ હિનકૃત્ય કરતો હતો. જો કે એક તરૂણીના વાલી દ્વારા ફરિયાદ બાદ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. એક કિશોરીની તબિયત લથડી હતી. જેથી તેના વાલી દ્વારા શાંતીથી બેસાડીને તેની પુછપરછ કરવામાં આવી ત્યારે સમગ્ર મામલોપ્રકાશમાં આવ્યો હતો. પટેલ દ્વારા તેની અનેકવાર આવુ હિનકૃત્ય કરાયું હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો : Madhya Pradesh : 48 કલાકમાં 8 હાથીઓના મોત, ઝેરના કારણે મૃત્યુનો ભય

પોલીસે Pocso હેઠળ ગુનો દાખલ કર્યો

પોલીસે ગુનો દાખલ થયા બાદ તપાસ કરતા તે એક તરૂણી નહીં પરંતુ 4 થી વધારે તરૂણી સાથે આવુ કૃત્ય આચરી ચુક્યો હોવાનું સામે આવ્યું હતું. જો કે વીડિયો નથી તેવી કોઇ યુવતીઓ કે તરૂણીઓ છે કે કેમ તે અંગે પોલીસ વધારે તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચો : VADODARA : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિ અને કલ્પનાને સાકાર કરતું "સેન્ટ્રલ બસ પોર્ટ"

Advertisement

.