Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

KHEDA : જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જિલ્લાના છેવાડાના ગામ વાઘાવતની મુલાકાત કરી

અહેવાલ - કિશન રાઠોડ  ખેડા જિલ્લાના વાઘાવત ગામે કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો જરૂરિયાતમંદ નાગરિકો સુધી તેમના ઘર આંગણે પહોંચે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો. જ્યાં ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ  ધારાસભ્ય...
05:25 PM Dec 12, 2023 IST | Harsh Bhatt
અહેવાલ - કિશન રાઠોડ 
ખેડા જિલ્લાના વાઘાવત ગામે કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો જરૂરિયાતમંદ નાગરિકો સુધી તેમના ઘર આંગણે પહોંચે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો. જ્યાં ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ  ધારાસભ્ય શ્રી રાજેશ ઝાલા તેમજ જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ સહિત ગ્રામ વાસીઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની પ્રતિજ્ઞા લીધી હતી. મંત્રીશ્રીના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું. લાભાર્થીઓ સાથે મંત્રીશ્રીએ સંવાદ સાધી યોજનાનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા.
 વિકસિત ભારત સંકલ્પ  યાત્રાના કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વાઘાવત ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ગેરંટી વાળો રથ આજે આવ્યો છે. પ્રધાનમંત્રીશ્રીની ગેરંટી એટલે ૧૦૦% સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની ગેરંટી છે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ભારતના તમામ લોકોના ઘરના ઘર થી ઘરમાં સગડી સુધીની ચિંતા કરે છે. આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ૧૭ જેટલી સરકારી યોજનાઓ લઈને વાઘાવત ગામમાં આવી પહોંચ્યો છે ત્યારે મંત્રીશ્રીએ તમામ ગ્રામવાસીઓને આ રથનો લાભ લેવા વિનંતી કરી હતી.
વધુમાં મંત્રીશ્રીએ કપડવંજ તાલુકામાં આવેલા જલોયા તળાવમાં નર્મદા નદીના જળ ઉતરી આવ્યા છે તેમજ ઇરીગેશન વિભાગ દ્વારા આ તળાવના નીર ઓછા પાણી વાળા વિસ્તારો પ્રસરશે તેવો ગ્રામવાસીઓ સમક્ષ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
 મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે વિશ્વકર્મા યોજના અંતર્ગત આજે શ્રમિકોને કોઈપણ જાતની મુશ્કેલી વગર નાણાકીય સહાય બેંક મારફતે મળે છે. તેમજ તેમના યંત્રોની સહાય પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો ૨૦૪૭નો સંકલ્પ છે કે, ભારત ૩૫ ટ્રિલિયન ઇકોનોમીનો દેશ થાય. એ ત્યારે જ શક્ય બનશે જ્યારે નાનામાં નાના ઘર સુધી સરકારી યોજનાઓ પહોંચશે અને દરેક નાગરિકોના હાથમાં રોજગારી હશે.
 કાર્યક્રમમાં મંત્રીશ્રીએ  લાભાર્થીઓ સાથે ચર્ચા કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની ફિલ્મ ગ્રામવાસીઓ સાથે નિહાળી હતી. કાર્યક્રમ બાદ મંત્રીશ્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સ્ટોલ વિઝિટ કરી લાભાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ લાભ આ યાત્રા થકી આપવા તે અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં કપડવંજના ધારાસભ્યશ્રી રાજેશ ઝાલા, કલેકટરશ્રી કે.એલ બચાણી, જિલ્લા અગ્રણી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, કપડવંજ પ્રાંત અધિકારી શ્રી અનિલ ગોસ્વામી તેમજ જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો -- MAHEMDAVAD : તાલુકાના સિહુંજ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરાયું
Tags :
District In-chargeMinisterMr. Rishikesh Patelremote villageWaghawat
Next Article