Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

KHEDA : જિલ્લાના તમામ તાલુકા ખાતે રવિ કૃષિ મહોત્સવ-2023 અંતર્ગત કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજાયા

અહેવાલ - કિશન રાઠોડ  કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવ-2023 અંતર્ગત ખેડા જિલ્લાના તમામ તાલુકા ખાતે રવિ કૃષિ મહોત્સવ-2023 અંતર્ગત કૃષિ પસિસંવાદ અને કૃષિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયા હતા. જેમાં જિલ્લા કલેક્ટરશ્રી કે.એલ.બચાણી અને મહુધા ધારાસભ્યશ્રી...
kheda   જિલ્લાના તમામ તાલુકા ખાતે રવિ કૃષિ મહોત્સવ 2023 અંતર્ગત કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજાયા
અહેવાલ - કિશન રાઠોડ 
કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવ-2023 અંતર્ગત ખેડા જિલ્લાના તમામ તાલુકા ખાતે રવિ કૃષિ મહોત્સવ-2023 અંતર્ગત કૃષિ પસિસંવાદ અને કૃષિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયા હતા. જેમાં જિલ્લા કલેક્ટરશ્રી કે.એલ.બચાણી અને મહુધા ધારાસભ્યશ્રી સંજયસિંહ મહિડાનાં અધ્યક્ષસ્થાને મહુધા ખાતે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયલ અગ્રવાલ અને ધારાસભ્યશ્રી કલ્પેશભાઈ પરમારનાં અધ્યક્ષસ્થાને માતર ખાતે, ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નડિયાદ ખાતે, ધારાસભ્યશ્રી યોગેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને ડાકોર ખાતે, ધારાસભ્યશ્રી રાજેશકુમાર ઝાલાનાં અધ્યક્ષસ્થાને કપડવંજ ખાતે, ધારાસભ્યશ્રી અર્જૂનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને મહેમદાવાદ ખાતે, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રીન્કાબેન પટેલના અધ્યક્ષસ્થાને વસો ખાતે, ખેડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રેમિલાબેન ચૌહાણના અધ્યક્ષસ્થાને ખેડા ખાતે, ગળતેશ્વર તાલુકા પંચાયત પ્રમુખશ્રી જયંતિભાઈ પરમારના અધ્યક્ષસ્થાને સેવાલિયા ખાતે અને કઠલાલ નગરપાલિકા પ્રમુખશ્રી ગૌતમસિંહ ચૌહાણની અધ્યક્ષસ્થાને કઠલાલ ખાતે કૃષિ પસિસંવાદ અને કૃષિ પ્રદર્શન કાર્યક્રમો યોજાયા હતા.
Image preview
          કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન કાર્યક્રમોમાં ખેતી વિષયક તેમજ સેવાસેતુ અંતર્ગત વિવિધ સ્ટોલ ઉભા કરીને ખેડુતોને સરકારની યોજનાકીય બાબતોની માહિતિ પુરી પાડવામાં આવી હતી. ઉપરાંત ખેડુતોને યોજનકીય લાભનુ વિતરણ કરવાનાં આવ્યુ હતુ અને ઉતકૃષ્ટ ખેતી કરનાર ખેડુતોને બેસ્ટ આત્મા ફાર્મસ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડુતોને ખેતીના વિવિધ પ્રકારો વિશે મહત્વની જાણકારી આપી ખેડુતોને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યુ હતુ. તથા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા ખેડુતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરવામાં આવી હતી.
Image preview
        આ કાર્યક્રમમાં સંબધિત તાલુકાનાં ધારાસભ્યશ્રીઓ, તાલુકા પ્રમુખશ્રીઓ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ખેતીવાડી અધિકારીશ્રીઓ, સહિત અન્ય સંબધિત વિભાગનાં અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, આગેવાનો અને ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.