Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેશરાભાઈ પિંડોરિયાને દાતા સન્માન સાથે સેવા ભૂષણથી સન્માનિત કરાયા

અહેવાલ - કૌશિક છાંયા અસ્મિતા પર્વના દ્વિતીય દિને સમાજના સર્વશ્રેષ્ઠ દાતા હસમુખભાઈ ભુડિયાએ કહ્યું એવું નથી કે અમે કન્યાઓનું કરશું, કુમાર શિક્ષણ માટે પણ કેશવલાલ પ્રેમજી ભુડિયા પરિવારના સરખી ભાવના છે. સવારે ગાદી સંસ્થાનના સંતોએ વિષ્ણુયાગમાં આહુતિ અર્પી હતી. શિક્ષણ-મહિલા...
01:04 PM Dec 31, 2023 IST | Harsh Bhatt
અહેવાલ - કૌશિક છાંયા
અસ્મિતા પર્વના દ્વિતીય દિને સમાજના સર્વશ્રેષ્ઠ દાતા હસમુખભાઈ ભુડિયાએ કહ્યું એવું નથી કે અમે કન્યાઓનું કરશું, કુમાર શિક્ષણ માટે પણ કેશવલાલ પ્રેમજી ભુડિયા પરિવારના સરખી ભાવના છે. સવારે ગાદી સંસ્થાનના સંતોએ વિષ્ણુયાગમાં આહુતિ અર્પી હતી. શિક્ષણ-મહિલા સત્રમાં વક્તવ્યો, દાતા સન્માન સાથે ૨૫ વર્ષની સેવા માટે કેશરાભાઈ પિંડોરિયાને સેવા ભૂષણથી સન્માનિત કરાયા હતા. રાજ્ય સરકારે શાળાને શિલ્ડ અર્પણ કર્યું હતું.

સ્વામીનારણ સંસ્થાન સંત

લેવા પટેલ સમાજ આપનારો સમાજ છે, તેમ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન પણ સમાજનું સમાજને અર્પણ કરનાર છે. ધનના બંગલા ઉપર બેસનાર નથી એવા શબ્દો સાથે વરિષ્ઠ સંત શાસ્ત્રી ભગવતપ્રિયદાસજી સ્વામીએ લેવા પટેલ સમાજની પ્રગતિને સાધુવાદ આપ્યા હતા. આ પ્રસંગે આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી વતી પણ આર્શીવાદ પાઠવ્યા હતા. સંસ્થાને હસમુખભાઈ ભુડિયા અને ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયાને પ્રસાદીની પાઘ અર્પણ કરી હતી.

પૂર્વ મેનેજીંગ ટ્રસ્ટી જાદવજીભાઈ વરસાણીએ ગાદી સંસ્થાન અને કચ્છી લેવા પટેલ સમાજના ઐક્યની વાત કરી હતી. કીર્તિભાઈ વરસાણીએ ઉત્સવ ગીત રચ્યું તેની નોંધ લેવાઈ હતી. બાપાના ભક્તો, સિધ્ધાંત સજીવન મંડળના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તે પૈકી ઘણાએ યજ્ઞ આહુતિ આપી હતી. સ્કોટીશ બેન્ડથી સામૈયા સાથે સ્વાગત, પ્રદર્શનનું ઉદ્દઘાટન અને સંસ્થાન સંલગ્ન દાતાઓના સન્માન લેવાયા હતા.

સરદાર પટેલ વિદ્યા સંકુલમાં સમાવિષ્ઠ માતૃશ્રી આર.ડી.વરસાણી કુમાર વિદ્યાલય, લક્ષ્મણભાઈ ભીમજી રાઘવાણી છાત્રાલય વિંગ, માતૃશ્રી કુંવરબેન કરસન હાલાઇ છાત્રાલય, માતૃશ્રી ધનબાઇ પ્રેમજી ભુડિયા હોલ, લાલજી રૂડા પિંડોલિયા રમત ગમત સંકુલના નામકરણ દાતા અનુક્રમે આર. ડી. વરસાણી (સામત્રા), લક્ષ્મણભાઈ પરિવાર, દેવશીભાઈ કરસન હાલાઇ ધ.૫ કેશરબેન પુત્ર ચન્દ્રકાન્ત પુત્રવધૂ વનીતાબેન અને નારણભાઈ મેપાણીએ સ્વીકાર્યું હતું. એક કરોડ કે તેથી ઉપરના ૯ દાતાશ્રીઓનું સન્માન કરાયું હતું. નયન વરસાણીએ દોરેલ હસુભાઈનું તૈલચિત્ર અર્પણ કરાયું હતું. જ્ઞાનમંજરી ઇનોવેટીવ યુનીવર્સીટીના મનસુખભાઈ નાકરાણીએ સમાજમાં શિક્ષણની શ્રેષ્ઠતાની વાત સાથે ઉદાહરણો આપ્યા હતા.

સેવાના ભેખધારીના ઓવારણાં.....

કેશરાભાઈ પિંડોરિયા

જેણે પોતાના ઘર પરિવારથી વિશેષ મહત્વ સમાજના કુમાર શિક્ષણ અને સામાજીક પ્રવૃત્તિને આપ્યું. છેલ્લા ૩૫ વર્ષથી અખંડ રીતે ઘડતરનું ઐતિહાસિક કાર્ય કરી સમાજને આજના જાગૃત યુગમાં પહોંચાડવા જાત ઘસી નાખી એવા કર્મઠ કેળવણીકાર કેશરાભાઈ રવજી પિંડોરિયાના ભરચક સભા વચ્ચે ઓવારણાં લેવાયા સમર્પણની કદર કરાઈ ત્યારે અનેકની આંખ ભીંજાઈ હતી. ૨૫ છાત્રોએ ૨૫ શ્રેષ્ઠ પુસ્તકો અર્પણ કર્યા હતા. રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ વતી જીલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ. વાઘેલા અને નાયબ પ્રા. શિક્ષણાધિકારી નીલેશ ગોરે શિલ્ડ સાલ અને વિશેષ સન્માન પત્ર સંસ્થા અને કેસરાભાઈને અર્પણ કર્યું હતું.

સમાજના દીકરાએ સમાજને ગર્તામાંથી બહાર કાઢવા સર્વાંગી પ્રયાસોને હસુભાઈએ બિરદાવતાં કુમાર શિક્ષણ માટે પણ દ્વાર ખુલ્લા હોવાની વાત કરી હતી. તો કેસરાભાઈના સમર્પણના પ્રતિભાવમાં પૂર્વછાત્ર નીતિનભાઈ કલ્યાણ કેરાઇ, હિતેશભાઈ ભુવા ૫૧ લાખ શાળાને ભેટ આપ્યા હતા તો મોમ્બાસાના પરિવારે ૧૧ લાખ જાહેર કરી 'માસ્તર'ના પુરુષાર્થને ચાર ચાંદ લગાવી દીધા હતા. ન માત્ર શિક્ષણ પણ રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃતિઓ દરેક ક્ષેત્રે

પ્રદર્શન દિલ જીત્યા
સમાજના કુમારોએ માટી કલા ચિત્ર, આભલા સહિતનો હસ્ત કલાનો કમળ રજુ કરતા મુલાકાતીઓ અચંબિત રહી ગયા હતા. સ્થળ ઉપર જ પેન્ટિંગ સર્જનાત્મકતા રજુ કરાઈ હતી. આભલાથી શોભતી રંગોળી સેલ્ફી પોઈન્ટ બની હતી તો પાંચેક હજાર જેટલા ફોટાનું કન્યા કુમારનું પ્રદર્શન જોવા ભીડ જામી હતી. સાંજે કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યા મંદિરની દીકરીઓએ રજુ કરેલ કન્યા શિક્ષણની યાત્રાએ આકર્ષણ સજર્યું હતું. દિવસભર છાત્ર-છાત્રાઓએ કૃતિઓથી સભાને જકડી રાખી હતી.

કેશુબાપાને યાદ કરાયા

૧૯૯૮માં સરદાર પટેલ વિદ્યા સંકુલની ભૂમિ સમાજને ફાળવવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને જાહેર સભામાં ખુબજ મુત્સદ્દીથી વાત મૂકી સમાજ માટે નિર્ણાયક બનનાર મોભી આર.આર.પટેલના સામર્થ્યને વધાવ્યું હતું. આ ઘટના તાદર્શય કરી દશ્ય-શ્રાવ્ય ક્લીપ દર્શાવાઈ હતી.

આ સત્રમાં કે. કે. પટેલ ધનુબેન, સામજીભાઇ શિવજી દબાસીયા (જયસામ), ગોવિંદભાઈ માવજી ગોરસિયા, ગોપાલભાઈ ગોરસિયા, વેલજી જીણા ગોરસિયા, કાન્તિલાલ સેંઘાણી, ઘનશ્યામ ટપ્પરિયા, લાલજી સેંઘાણી. ગોપાલભાઈ વિશ્રામ હાલાઇ, ગોવિંદ જાદવજી કેરાઈ સહિતના અનેક દાતાઓને મંચ ઉપર થી સન્માનિત કરાયા હતા. કચ્છ યુનિવર્સીટી વાઈઝ ચાન્સલર ડી.એમ.બકરાણીયા, રજીસ્ટ્રાર જી.એમ. બુટાણી ઉપસ્થિત રહ્યા હતા.

કણબી પાઘનું આકર્ષણ : સ્કોટીશ બેન્ડ

કચ્છી લેવા પટેલ સમાજની કન્યા અને કુમાર શાળા દ્વારા સ્કોટીશ બેન્ડ બનાવાઈ છે. તાલીમબદ્ધ આ બેન્ડની રજૂઆત સાથે એનો ગણવેશ સૌથી વધુ આકર્ષણ સર્જે છે. પરંપરાગત પાઘમાં ખાસ વણાટ દ્વારા છોગું ઉમેરાયું છે એ સુંદરતા સાથે નિખાર આપે છે સમાજના ગૌરવ સમી આ પાઘ માટે કાન્તાબેન વેકરીયા, કેશરાભાઈ પિંડોરિયાએ સરલીના વણકર પાસેથી ખાસ તૈયાર કરાવી છેક્ક રાજસ્થાન બંધાવી છે. પાઘને જોતાં જ દર્શકોનું ધ્યાન ખેંચાય છે. દર્દીઓને સર્જરીમાં રાહ ન જોવી પડે ઉપરાંત ચેપશૂન્ય સ્થિતિ પેદા કરવા ચાર મોડ્યુલર ઓપરેશન થીયેટરનો પ્રારંભ કરાયો હતો

આજે વડીલ વંદના, યુવા પર્વ અસ્મિતા પર્વના તૃતીય દિને સવારે ચોવીસીના વડીલોની વંદના કરવામાં આવનાર છે. બપોરે યુવા પર્વ છે તે સાથે ઉત્સવ વિરામ લેશે. વડીલોની વંદના સમાજનો વિશેષ પ્રયાસ છે કે પરિવારોમાં વડીલોની આમાન્યા જળવાઈ રહેવી જોઈએ.

 

આ પણ વાંચો -- જેલની સજા આરોપી માટે બની આશીર્વાદરૂપ સમાન
Tags :
awardKESHARBHAIManinagarSANMAANSEVA BHUSHANSWAMINARAN GADI SANSTHANAAN
Next Article