Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Karjan: પોલીસે 1 કરોડથી વધુ કિંમતનો વિદેશી દારુ ઝડપ્યો, બે લોકોની કરી ધરપકડ

Karjan: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ શરાબ માફિયાઓ દારૂનો જથ્થો ઠાલવવા અવનવા નુસખા અપનાવતા હોય છે, ત્યારે પોલીસ પણ શરાબ માફિયાઓના નુસખાને નિષ્ફળ બનાવવા સક્રિય રહેતી હોય છે. એલ.સી.બી. પોલીસે કરજણ પો.સ્ટે. વિસ્તારના ભરથાણા ટોલનાકા પાસે ગોવાથી કંટેનરમાં અંદાજિત...
karjan  પોલીસે 1 કરોડથી વધુ કિંમતનો વિદેશી દારુ ઝડપ્યો  બે લોકોની કરી ધરપકડ

Karjan: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ શરાબ માફિયાઓ દારૂનો જથ્થો ઠાલવવા અવનવા નુસખા અપનાવતા હોય છે, ત્યારે પોલીસ પણ શરાબ માફિયાઓના નુસખાને નિષ્ફળ બનાવવા સક્રિય રહેતી હોય છે. એલ.સી.બી. પોલીસે કરજણ પો.સ્ટે. વિસ્તારના ભરથાણા ટોલનાકા પાસે ગોવાથી કંટેનરમાં અંદાજિત એક કરોડનો વિદેશી દારૂનો જથ્થો ભરી ગોધરા જતા કંટેનરને પોલીસે ઝડપી પાડી ચાલક સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે આરોપીઓ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પોલીસને શંકા જતા કન્ટેનરની તપાસ કરી હતી

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના કરજણ મથકના હદ વિસ્તારમાં આવેલ ભરથાણા ટોલનાકા ઉપર એલસીબી પોલીસની ટીમની વાહન ચેકીંગની કામગીરીમાં હતી. દરમિયાન ભરુચ તરફથી આવતા એક કન્ટેનર ચાલકે પોલીસને દૂરથી વાહન ચેકિંગ કરતા જોઇ કન્ટેનર દૂર ઉભો કરી દીધી હતીં. જેથી પોલીસને શંકા જતા કન્ટેનર પાસે જઇ કન્ટેનરની કેબીનમાં તપાસ કરતા કેબીનમાં ડ્રાઇવર તથા ક્લીનર મળી આવ્યા હતા. પોલીસે તેમની પુછપરછ કરતા બન્ને જણાએ પોલીસને સંતોષકારક જવાબ ના આપી શકતા પોલીસને શંકા ઉપજી હતી.

અધધ દારૂનો જથ્થો જોઈ પોલીસ પણ ચોકી ગઈ

પોલીસે કન્ટેનર ચાલક અને ક્લીનરને સાથે રાખી કન્ટેનરના પાછળ ભાગે તપાસ કરતા કન્ટેનરનો દરવાજો ખોલતા અધધ દારૂનો જથ્થો જોઈ પોલીસ પણ ચોકી ઉઠી હતી. પોલીસે બન્ને આરોપીઓને કન્ટેનર સાથે પોલીસ પહેરા હેઠળ કરજણ પોલીસ મથક લઇ જવામાં આવ્યા હતા. પોલીસે સ્થાનિકોની મદદ લઇ ત્રણ કલાકની ભારે જહેમત બાદ કન્ટેનરમાંથી વિદેશી દારૂની પેટીઓ બહાર કાઢી હતી. ઉલ્લેખનીય છે કે, ગણતરી કરતા કુલ રૂપિયા 95,96,600 ની કિંમતની 1999 પેટીમાંથી 95,966 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂના જથ્થા સહીત કુલ એક કરોડ, છ લાખ, અઢાર હજાર અને છસ્સોની કિંમતનો મુદામાલ કબ્જે કરી કન્ટેનર ચાલક અને ક્લીનરની ધરપકડ કરી હતી.

Advertisement

પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી

એલસીબી પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી પાડેલ કેરેલાના કન્ટેનર ચાલક અથુલ ગંગાધરણ પીલ્લઇ અને અનીશકુમાર ઉન્ની હીરાવાની પુછપરછ કરતા આ વિદેશી દારૂ ભરેલ કન્ટેનર તિરૂવનંતપુરમ ખાતે રહેતા રાજેશ કરુનાકરન અને કેરલના સુધી નામના ઇસમે ગોવાના પણજી ખાતેથી કન્ટેનર આપ્યું હતું. કન્ટેનર ગોવાથી ગોધરા ખાતે લઇ જવાનું હતું અને ગોધરા પહોચી સુધીને ફોન કરવાનુ જણાવેલ આ દારૂ ભરેલા કન્ટેનરની એક ટ્રીપ મારવા માટે 60 હજાર આપવાનું નક્કી થયું હતું. દારૂ ભરેલ કન્ટેનર સિધુ નામના ઇસમે અમને ગોવા ચેક પોસ્ટ પસાર કરાવી આપેલ અને તે ત્યા ઉતરી હતો. એલસીબી પોલીસે પકડી પાડેલ અથુલ ગંગાધરણ પીલ્લઇ અને અનીશકુમાર ઉન્ની હીરાવા વિરુદ્ધ કરજણ પોલીસ મથકે ગુનો નોંધી દારૂના જથ્થો સપ્લાય કરનાર સુધી અને રાજેશ નામના ઇસમોને વૉન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: ‘એક બાજુ માતા કહીએ અને બીજી બાજુ…’ દર મહિને 600 ગાયોની કતલ! ભડકી ભજનલાલ સરકાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

અહેવાલઃ વિજય માળી, કરજણ

Tags :
Advertisement

.