Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોંગ્રેસ સભ્યની એન્ટ્રી થતાં કાલાવડ તાલુકા ભાજપમાં ભંગાણ, 25 આગેવાનોએ ઘરી દીધા રાજીનામાં

અહેવાલ : નથુ રામદા જામનગરમાં કાલાવડ APMCની ચૂંટણી આગામી 28 એપ્રિલના રોજ યોજાનાર છે. જોકે આ પહેલા જ નવાગામમાં ભારતીય જનતા પાર્ટીના જુના અને પાયાના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે એનું કારણ એ છે કે, કોંગ્રેસ સભ્ય મુકેશ...
05:31 PM Apr 21, 2023 IST | Vishal Dave

અહેવાલ : નથુ રામદા

જામનગરમાં કાલાવડ APMCની ચૂંટણી આગામી 28 એપ્રિલના રોજ યોજાનાર છે. જોકે આ પહેલા જ નવાગામમાં ભારતીય જનતા પાર્ટીના જુના અને પાયાના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે એનું કારણ એ છે કે, કોંગ્રેસ સભ્ય મુકેશ સાવલિયાનું ભાજપમાં આગમન. જેને લઈ હવે નવાગામના ભાજપના 25થી વધુ આગેવાનોએ રાજીનામાં આપી ડેટ રાજકીય ગરમાવો આવી ગયો છે.

કોંગ્રેસના નેતાને ભાજપનો ખેસ પહેરાવતા વિવાદ

રાજીનામુ આપનારા કાર્યકતા અને આગેવાનોનું કહેવું છે કે અમને કોઈ પણ જાતના વિશ્વાસમાં લીધા વગર કોંગ્રેસના કાર્યકરને ભાજપમાં જોડવામાં આવ્યા છે. કોંગ્રેસના કાર્યકરને ભાજપનો ખેસ પહેરાવ્યો તેનાથી કોઈ વાંધો નથી, પરંતુ સ્થાનિક આગેવાનોએ અમને જાણ કર્યા વગર, અમને વિશ્વાસમાં લીધા વગર પોતાની રીતે નિર્ણય કરતા અસંતોષ અને નારાજગી છે. નવાગામમાં ભારતીય જનતા પાર્ટીના જુના અને પાયાના કાર્યકર સમાન અને હાલના શકિત કેન્દ્ર સંયોજક અને પુર્વ તાલુકા પંચાયત તુલસીભાઈ અકબરી, પુર્વ સરપંચ અને કાલાવડ તાલુકા ભાજપના ઉપ પ્રમુખ સંજયભાઈ ચોવટીયા, શકિત કેન્દ્રના પુર્વ સંયોજક એવા પરસોતમ અકબરી , કાલાવડ તાલુકા ભાજપના યુવા મોરચાના ઉપ પ્રમુખ જશ્મિનભાઈ અકબરી, નવાગામ ભારતીય જનતા પાર્ટીના બુથ અધ્યક્ષ ચેતનભાઈ અકબરી, આગેવાન અશોકભાઈ અકબરી સહિતના 25 જેટલા કાર્યકર્તાએ રાજીનામાં ધરી આક્રોશ સાથે નારાજગી વ્યક્ત કરી છે.

શું કહ્યું નવાગામના સરપંચે ?

સમગ્ર મામલે નવાગામના સરપંચ સંજય ચોવટિયાએ કહ્યું કે, કાલાવડ તાલુકા ભાજપનાં પ્રમુખ સંજયભાઈ ડાંગરિયા, મેઘજીભાઈ ચાવડા અને હસુભાઈ આ ત્રણ લોકોએ અમારા ગામના મુકેશ સાવલિયાને ભાજપનો ખેસ પહેરાવ્યો એનો અમને કઈ વિરોધ નથી. પરંતુ અમને ગામના કોઈ પણને વિશ્વાસમાં લીધા વિના અને જાણ પણ કરી નથી. અમને જાણ કરવી જરૂરિયાત છે. અને હસુભાઈ શહેરના પ્રમુખ છે તો તાલુકામાં શું કામ રસ લેવો જોઈએ?

આ પણ વાંચો : સુરત બન્યું ક્રાઇમ સિટીનું હબ, કાકા દ્વારા જ કારાઈ ભત્રીજાની હત્યા, પોલીસે તપાસ હાથ ધરી

Tags :
BhavnagarBJPCongressGujaratKalawad
Next Article