Kajal Hindustani : ભોળા હિન્દુઓને ફસાવીને ખ્રિસ્તી ધર્મ પાળવા મજબૂર કરાય છે..!
- આદિવાસીઓનાં ધર્માંતરણ મુદ્દે Kajal Hindustani ની Gujarat First News સાથે ખાસ વાતચીત
- દ. ગુજરાતમાં ખુલ્લેઆમ આદિવાસીઓનું ધર્માંતરણનો આપ્યો પુરાવો!
- સોશિયલ મીડિયા X પર વીડિયો પુરાવો પોસ્ટ કરીને કાજલ હિન્દુસ્થાનીનો મોટો દાવો
- ધર્માંતરણ નથી થતું એવું કહેતા નેતાઓ આ વીડિયો જોઈ લે : કાજલ
દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) આદિવાસીઓનાં ધર્માંતરણ મુદ્દે સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાની (Kajal Hindustani) એ ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) સાથેની વાતચીતમાં ચોંકાવનારા દાવા કર્યા છે. તેમણે દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) સરેઆમ આદિવાસીઓનું ધર્માંતરણ કરવામાં આવતું હોવાનો દાવો કર્યો અને ધર્માંતરણ નથી થતું એવું કહેતા નેતાઓ આ વીડિયો જોઈ લે તેમ જણાવ્યું હતું. નોંધનીય છે કે, કાજલ હિન્દુસ્થાનીએ તેમનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ (X) પર આ મુદ્દે અનેક વીડિયો અને ફોટા પુરાવા તરીકે પોસ્ટ કર્યા છે.
આ પણ વાંચો - Kajal Hindustani : કાજલ હિન્દુસ્થાનીની પોસ્ટમાં ધર્માંતરણ અંગે મોટો ઘટસ્ફોટ, BJP MLA પર ગંભીર આરોપ
ઢોંગી પાસ્ટરનાં બેંક ખાતાની તપાસ થાય : કાજલ હિન્દુસ્થાની
ગુજરાત ફર્સ્ટ (South Gujarat) સાથેની વાતચીત દરમિયાન સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાની (Kajal Hindustani) એ તાપી જિલ્લાનાં ભીમપોરનાં ડુંગરી ગામમાં મિશનરીનો વીડિયો હોવાનો દાવો કર્યો હતો. તેમણે આરોપ સાથે કહ્યું કે, અહીં ભોળા હિન્દુઓને ફસાવીને ખ્રિસ્તી ધર્મ પાળવા મજબૂર કરાય છે. હિન્દુઓને અંધશ્રદ્ધાનાં ચક્રવ્યૂહમાં ફસાવી એ વિસ્તારમાં ધર્માંતરણ થાય છે. કાજલ હિન્દુસ્થાનીએ પૂછ્યું કે, તાપીનાં (Tapi) ભીમપોરમાં એક વ્યક્તિનાં નામનાં પોસ્ટર શું કરી રહ્યા છે ? આ ઢોંગી પાસ્ટરનાં બેંક ખાતાની તપાસ થાય. આ પોસ્ટરની પાછળ કયાં નેતાઓનાં હાથ છે ? તેની પણ તપાસ થાય. આ પોસ્ટરમાં વ્યક્તિ કોણ છે ? તેની પણ તપાસ થવી જોઈએ, જો આ અંગે નિષ્પક્ષ તપાસ થાય તો ઘણું સત્ય બહાર આવશે.
આ પણ વાંચો - Dileep Sanghani : ફિશરીઝ કૌભાંડમાં ક્લીનચીટ મળ્યા બાદ કહ્યું- રાજકીય નિર્ણયો, અફવાઓનાં આધારે..!
સરકાર અને ગૃહવિભાગને તપાસ કરવા કાજલ હિન્દુસ્થાનીની અપીલ
આ સાથે કાજલ હિન્દુસ્થાની (Kajal Hindustani) એ જણાવ્યું કે તેમણે પોસ્ટ કરેલા પૈકી એક વીડિયોમાં પ્રભુ ઈશુની પ્રાર્થનાથી બાળક ચાલતું થતું હોવાનો દાવો કરાય છે. આમ, ભોળા હિન્દુઓને અંધશ્રદ્ધાના ચક્રવ્યુહમાં ફસાવીને ખ્રિસ્તી ધર્મ પાળવા પર મજબૂર કરાય છે તેવો દાવો કર્યો હતો. આ સાથે સ્થાનિક પ્રશાસન અને નેતાઓની સાંઠગાંઠથી જ આવા કાર્યક્રમ થતાં હોવાની આશંકા કાજલ હિન્દુસ્થાનીએ વ્યક્ત કરી હતી. કાજલ હિન્દુસ્થાનીએ માગ કરી કે આ મામલે ગુજરાત સરકાર ત્વરિત એક્શન લે. સરકાર અને ગૃહવિભાગને તપાસ કરવા કાજલ હિન્દુસ્થાનીએ અપીલ કરી છે. જો કે, આ વાઇરલ વીડિયોમાં થઈ રહેલા દાવાની ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) પુષ્ટી નથી કરતું.
આ પણ વાંચો - Ahmedabad : બાવળાનાં ઢેઢાળ ગામે આવેલી કેમિકલ કંપનીમાં બે શ્રમિકનાં મોત