Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mumtaz Baloch statement on junagadh: ‘જૂનાગઢ પાકિસ્તાનનું છે’ પાક. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલોચનો બફાટ

જૂનાગઢને પોતાનો હિસ્સો ગણાવી બીમાર માનસિકતા છતી કરી પાકિસ્તાની શાસકોની ફરી ભારતને છેડવાની કોશિશ વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલોચની નીચ હરકત Mumtaz Baloch statement on junagadh: પાકિસ્તાન ફરી એક વાર ભારત પાસે ભીખ માંગતું હોય તેવું સામે આવ્યું છે....
mumtaz baloch statement on junagadh  ‘જૂનાગઢ પાકિસ્તાનનું છે’ પાક  વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલોચનો બફાટ
  1. જૂનાગઢને પોતાનો હિસ્સો ગણાવી બીમાર માનસિકતા છતી કરી
  2. પાકિસ્તાની શાસકોની ફરી ભારતને છેડવાની કોશિશ
  3. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલોચની નીચ હરકત

Mumtaz Baloch statement on junagadh: પાકિસ્તાન ફરી એક વાર ભારત પાસે ભીખ માંગતું હોય તેવું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ ફરી એકવાર ઝેર ઓક્યું છે. ગુરૂવારે પાકિસ્તાની પ્રવક્તા મુમતાઝ ઝહરા બલૂચ (Mumtaz Baloch)એ જુનાગઢની વાત ઉગારી છે. ભારત પર આરોપ લગાવ્યો છે કે, ભારતે જૂનાગઢ પર ગેરકાયદેસર કબ્જો કર્યો છે. પાકિસ્તારના ક્યારેય પોતાની હરકતોથી બાઝ નથી આવવાનું, વારે તહેવારે વિવાદિત નિવેદનો આપતાં રહે છે. પાકિસ્તાની પ્રેસ મીડિયા સાથે વાત કરતા મુમતાઝે કહ્યું કે, જુનાગઢ પાકિસ્તાનનો ભાગ છે અને તેના માટે પાકિસ્તાનું નીતિગત નિવેદન સ્પષ્ટ પણ છે.

Advertisement

આ પણ વાંચો: Saurashtra Politics : બે પાટીદાર દિગ્ગજ વચ્ચે સંઘાણી કરાવશે સમાધાન! સંકેત મળતા ચર્ચાઓ વેગવંતી

Advertisement

જૂનાગઢને ફરી પાકિસ્તાનનો હિસ્સો ગણાવવાની કરતૂત

જુનાગઢ બાબતે નિવેદન આપતા મુમતાઝ (Mumtaz Baloch)એ કહ્યું કે, "જૂનાગઢને પાકિસ્તાનમાં મેળવી લેવામાં આવ્યું હતું. પાકિસ્તાન આ મામલાને ઐતિહાસિક અને કાનૂની પરિપ્રેક્ષ્યમાં જુએ છે. જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ હતો અને ભારતનો તેના પર ગેરકાયદેસર કબજો સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય માપદંડોનું ઉલ્લંઘન છે." અત્યારે પાકિસ્તાનની હાલત એવી છે કે, ત્યાંના લોકો પાસે લોટ લેવાના પણ પૈસા નથી. આ સાથે આખો દેશ ભારે મોંઘવારી અને દેવામાં ગરકાવ થઈ રહ્યો છે. છતાં પણ ભારતના કેટલાક વિસ્તારો પર તેની નજર રહેલી છે.

આ પણ વાંચો: Ahmedabad : કરોડોની કિંમતનું ડ્રગ્સ ટ્રકમાં ભરી ઓડિશાથી ત્રણ શખ્સો અમદાવાદ આવ્યા અને..!

Advertisement

1948માં અમે જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દીધું હતું: Mumtaz Baloch

જુનાગઢ બાબતે પાકિસ્તાને ત્યાં સુધી દાવો કર્યો કે, 1948માં અમે જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દીધું હતું. આ સાથે મુમતાઝે કહ્યું કે, જૂનાગઢ પાકિસ્તાનો ભાગ છે અને ભારતે તેના પર ગેરકાયદેસ કર કબ્જો કરીને આંતરરાષ્ટ્રીય નિયમો અને કાયદાનો ભંગ કર્યો છે. એટલું જ નહીં પરંતુ મુમતાઝે તો ત્યાં સુધી કહ્યું કે, પાકિસ્તાને હંમેશા જૂનાગઢ બાબતે દાવો કરતું આવ્યું છે. મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે અમે આ મામલે શાંતિપૂર્ણ સમાધાન ઇચ્છીએ છીએ.

આ પણ વાંચો: GST Department : બોગસ GST નંબર અને ટેક્સ ચોરી કરનારા ચેતી જજો! GST વિભાગની રાજ્યભરમાં મેગા ડ્રાઇવ!

પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝનું વિવાદિત નિવેદન

ચોંકાવનારી વાત છે કે, પાકિસ્તાન અત્યારે પોતાના જ દેશના લોકોને સમર્થ નથી અને અહીં ભારત દેશના ગુજરાત રાજ્યના જૂનાગઢ પર પોતાનો દાવો કરી રહ્યું છે. આ કોઈ સામાન્ય પાકિસ્તાની નાગરિકે દાવો નથી કર્યો પરંતુ પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલોચની નીચ હરકત છે. મુમતાઝે જૂનાગઢને પોતાનો ભાગ ગણાવીને પોતાની બીમાર માનસિકતા જગજાહેર કરી દીધી છે

 

Tags :
Advertisement

.