Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જૂનાગઢ પોલીસ બની દેવદૂત, પરપ્રાંતીય વૃધ્ધનો જીવ બચાવ્યો

અહેવાલ -સાગર ઠાકર,જુનાગઢ જૂનાગઢ પોલીસે દેવદૂત બની એક પરપ્રાંતીય વૃધ્ધનો જીવ બચાવ્યો હતો, ગિરનાર પર્વત પર દર્શનાર્થે આવેલા યાત્રી ખીણમાં પડી ગયા હતા જેની જાણ થતાં મધ્યરાત્રી થી રેસ્ક્યુ કરીને મધ્યપ્રદેશના યાત્રીકનો જીવ બચાવાયો હતો, ભવનાથ પોલીસ, SDRF અને વન...
જૂનાગઢ પોલીસ બની દેવદૂત  પરપ્રાંતીય વૃધ્ધનો જીવ બચાવ્યો

અહેવાલ -સાગર ઠાકર,જુનાગઢ

Advertisement

જૂનાગઢ પોલીસે દેવદૂત બની એક પરપ્રાંતીય વૃધ્ધનો જીવ બચાવ્યો હતો, ગિરનાર પર્વત પર દર્શનાર્થે આવેલા યાત્રી ખીણમાં પડી ગયા હતા જેની જાણ થતાં મધ્યરાત્રી થી રેસ્ક્યુ કરીને મધ્યપ્રદેશના યાત્રીકનો જીવ બચાવાયો હતો, ભવનાથ પોલીસ, SDRF અને વન વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરાયું હતું અને 12 કલાકના રેસ્ક્યુ ઓપરેશન પછી 48 કલાકથી લાપત્તા વૃધ્ધનું સહી સલામત રીતે તેના પરિવાર સાથે મિલન થયું હતું. પોતાના વૃધ્ધ ગુમ થયાની જાણ યાત્રીકોએ ભવનાથ પોલીસને કરી હતી અને ભવનાથ પોલીસે સમય સૂચકતા દાખવીને સૂઝબૂઝ થી કરેલી કામગીરીને કારણે એક વૃધ્ધનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.

Advertisement

જૂનાગઢમાં ગિરનાર પર્વત અને ભવનાથ તળેટીનો વિસ્તાર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે અને દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ગિરનાર દર્શન માટે આવતાં હોય છે, ગિરનાર દર્શને આવતાં યાત્રીકોની સુરક્ષા હેતુ ભવનાથ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તત્પર રહે છે અને યાત્રીકોની હર હંમેશ મદદ પણ કરે છે, યાત્રીકોને કોઈ તરલીફ ન પડે તે માટે ભવનાથ પોલીસ સતત કાર્યરત રહે છે અને ઉચ્ચ અધિકારીઓ પણ આ અંગે તકેદારી લેતા હોય છે.

Advertisement

મધ્યપ્રદેશનો એક પરિવાર જૂનાગઢ ગિરનાર દર્શન માટે આવ્યો હતો

5 જુલાઈ ના રોજ મધ્યપ્રદેશનો એક પરિવાર જૂનાગઢ ગિરનાર દર્શન માટે આવ્યો હતો અને ગિરનાર દર્શન કર્યા બાદ પરત ફરતાં હતા ત્યારે તેમની સાથેના એક 70 વર્ષીચ વૃધ્ધ યાત્રી મદનમોહન મુરલીધર જૈન કે જેઓ મધ્યપ્રદેશ ભીંડ જીલ્લાના કુપકલા ગામના રહેવાસી છે તેઓ પોતાના પરિવાર થી વિખુટા પડી ગયા હતા, પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી પરંતુ મદનમોહન જૈનનો કોઈ પતો લાગ્યો ન હતો, તેથી પરિવારજનોએ ભવનાથ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

જૈનના પરિવારજનોને સાથે રાખીને શોધખોળ હાથ ધરી હતી

ઘટનાની જાણ થતાં તેની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભવનાથ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એમ.સી. ચુડાસમાએ SDRF તથા વન વિભાગને જાણ કરી હતી અને સંયુક્ત રીતે મદનમોહન જૈનની તપાસ હાથ ધરી હતી. રાત્રીના સમયે ગિરનાર પર ચાલુ વરસાદે નવ વાગ્યાથી પોલીસે મદનમોહન જૈનના પરિવારજનોને સાથે રાખીને શોધખોળ હાથ ધરી હતી અને ગિરનાર પર્વત પર વેલનાથની જગ્યાની આજુ બાજુમા તપાસ કરી મદનમોહન જૈનના નામના શાદ પાડતા ખીણમાંથી અવાજ આવ્યો હતો અને વેલનાથની જગ્યા થી જટાશંકર વચ્ચેના દુર્ગમ પહાડી વિસ્તારમાં જંગલમાં જોળીઓ વચ્ચે ફસાયેલા મદનમોહન જૈન સુધી પોલીસ, SDRF અને વન વિભાગની ટીમ પહોંચી હતી.

ગિરનાર પર્વતમાંથી રેસ્ક્યુ કરીને મદનમોહન જૈનને નીચે તળેટીમાં લવાયા

આ વિસ્તારમાં રાત્રીના સમયે સિહ દીપડાનો વસવાટ હોય, વરસાદ ચાલુ હોય તથા રાત્રીના અંધારામાં ફસાયેલા વ્યકિતને શોધવી અને તેનું રેસ્ક્યુ કરવું કઠીન હતું છતાં પણ પોલીસ, SDRF અને વન વિભાગની ટીમ જીવના જોખમે જંગલ વિસ્તારમાં ખીણમાં ફસાયેલા મદનમોહન જૈન સુધી પહોંચી ગઈ, પહોંચી ગયા પછી પણ તેમને બહાર કેમ કાઢવા તે એક પ્રશ્ન હતો, પરંતુ વિકટ સ્થિતિમાંથી બહાર નીકળવા જાણે પોલીસને દત્ત, દાતાર અને માઁ અંબાના આશિર્વાદ હોય તેમ મદનમોહન જૈનને ઉંચકીને સહીસલામત રીતે બહાર લાવ્યા હતા. રાત્રીના સમયે ગિરનારમાં વરસાદ, નેટવર્ક પ્રોબલેમ અને રાત્રીના અંધારામાં દિશાહિન સ્થિતિમાં સમગ્ર રેસ્ક્યુ ટીમ રાતભર એક જ સ્થિતિમાં વિતાવી અને સવારે અજવાળું થતાં ફરી નેટવર્ક વિસ્તારમાં આવીને જરૂરી રાહત સામગ્રીની વ્યવસ્થા ગોઠવવામાં આવી. ગિરનાર પર્વતમાંથી રેસ્ક્યુ કરીને મદનમોહન જૈનને નીચે તળેટીમાં લવાયા અને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા, બે દિવસથી તેમના મોઢાંમાં પાણી પણ ગયુ ન હતુ તેથી મદનમોહન જૈન મુર્છીત અવસ્થામાં હતા, સમયસર થયેલ રેસ્ક્યુ ઓપરેશન અને બાદમાં મળેલી યોગ્ય સારવારથી તેમને જાણે જીવતદાન મળ્યું અને સ્વસ્થ થઈ પોલીસનો આભાર માન્યો હતો.

ભવનાથ પોલીસ સ્ટેશન, SDRF અને વન વિભાગના મળીને કુલ 33 લોકોની ટીમ દ્વારા આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું અને 48 કલાકથી લાપત્તા બનેલા મધ્યપ્રદેશના મદનમોહન જૈનને શોધી કાઢવામાં આવ્યા, ન માત્ર તેમની શોધખોળ પરંતુ તેમને સહી સલામત રીતે બચાવવામાં પણ આવ્યા.

આપણ  વાંચો -RAJKOT: 7 જુલાઇ રાજકોટ સ્થાપના દિવસ,રાજવીઓએ સ્થાપેલી વિરાસતો આજે પણ અડીખમ

Tags :
Advertisement

.