Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Junagadh : બહાઉદ્દીન કોલેજમાં ઈસરોનું સ્પેસ પ્રદર્શન યોજાયું, આર્યભટ્ટ થી લઈને ચંદ્રયાન સુધીની ઈસરોની યાત્રા દર્શાવી

જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજમાં આજથી ત્રણ દિવસ ભારતની અવકાશ વિજ્ઞાન સંસ્થા ઈસરોના સ્પેસ પ્રદર્શનનો પ્રારંભ થયો. આર્યભટ્ટ થી લઈને ચંદ્રયાન 3 સુધીના ઇસરો દ્વારા અવકાશમાં ચલાવાયેલા ઉપગ્રહો તથા તે માટે બનાવેલા રોકેટના ઇન્ટરેક્ટિવ મોડલ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા. સેક ઈસરો અમદાવાદના...
junagadh   બહાઉદ્દીન કોલેજમાં ઈસરોનું સ્પેસ પ્રદર્શન યોજાયું  આર્યભટ્ટ થી લઈને ચંદ્રયાન સુધીની ઈસરોની યાત્રા દર્શાવી

જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજમાં આજથી ત્રણ દિવસ ભારતની અવકાશ વિજ્ઞાન સંસ્થા ઈસરોના સ્પેસ પ્રદર્શનનો પ્રારંભ થયો. આર્યભટ્ટ થી લઈને ચંદ્રયાન 3 સુધીના ઇસરો દ્વારા અવકાશમાં ચલાવાયેલા ઉપગ્રહો તથા તે માટે બનાવેલા રોકેટના ઇન્ટરેક્ટિવ મોડલ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા. સેક ઈસરો અમદાવાદના ડાયરેક્ટર એન. એમ. દેસાઈ દ્વારા આ પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું.

Advertisement

સમગ્ર વિશ્વને શુન્યની ભેંટ આપનાર આર્યભટ્ટના નામથી ભારતીય અવકાશ વિજ્ઞાન સંસ્થા ઈસરો દ્વારા સૌ પ્રથમ આર્યભટ્ટ ઉપગ્રહ અવકાશમાં મુકવામાં આવ્યો અને ત્યારબાદ એક પછી એક ઈસરોએ સફળતાના શિખરો સર કર્યા. અગાઉ અવકાશ વિજ્ઞાન માટે ભારત વિદેશી ટેકનોલોજી પર નિર્ભર હતું પરંતુ છેલ્લા ઘણાં વર્ષોથી હવે ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા જ મેઈક ઈન ઈન્ડીયા અંતર્ગત અવકાશયાનો પણ ભારતમાં જ તૈયાર કરવામાં આવે છે. ઈસરોનું બીજા નંબરનું કેન્દ્ર એટલે અમદાવાદનું સેક ઈસરો કે જ્યાં ભારતીય અવકાશ વિજ્ઞાનની અનેક મહત્વની કડીઓ તૈયાર કરવામાં આવે છે સાથે સાથે તેના ઉપયોગ માટેની ટેકનોલોજી પણ સેક ઈસરોમાં તૈયાર કરવામાં આવે છે.

Advertisement

મંગલયાન અને ચંદ્રયાનની સફળતા બાદ લોકોમાં અવકાશ વિજ્ઞાન પ્રત્યે રૂચી અને ઉત્સુક્તા જાગી છે, અવકાશ વિજ્ઞાન વિશે લોકોને માહીતી મળી રહે, ઈસરોની ભૂમિકા અને સંશોધનો તથા સફળતાથી લોકો પરિચિત થાય અને ભવિષ્યમાં અવકાશ વિજ્ઞાનમાં કારકીર્દી બનાવવા ઈચ્છુક વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે હેતુ ઈસરો દ્વારા વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝીબીશનનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતે પણ આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્રણ દિવસ સુધી જૂનાગઢની જનતાને તથા વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન જાણવાની તક મળશે, આ પ્રદર્શન અંદાજે 15 વિદ્યાર્થીઓએ માણ્યું સાથે જાહેર જનતા માટે પણ આ પ્રદર્શન ત્રણ દિવસ ખુલ્લું રહેનાર છે.

Advertisement

ઈસરો ની અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટર SAC ISRO દ્વારા વિક્રમ સારાભાઈ એક્ઝિબિશન રાખવામાં આવેલ છે, ચંદ્રયાન 3 ની સફળતા બાદ આદિત્ય એલ વન સુધીની અને ભવિષ્યની ઈસરોની સિધ્ધિ યાત્રા આ એક્ઝિબિશનમાં આવરી લેવામાં આવી છે. ઇસરો દ્વારા અવકાશમાં મુકવામાં આવેલા ઉપગ્રહો તથા તેના માટે બનાવેલા રોકેટ વગેરેના આબેહુબ મોડેલ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ રસપ્રદ અને જ્ઞાનપ્રદ છે.

સેક ઈસરો અમદાવાદનાં ડાયરેક્ટર એન. એમ. દેસાઈ દ્વારા વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝીબીશન ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાં કૃષિ યુનિ ના વાઈસ ચાન્સલર વિ.પી. ચોવટીયા, એસ.પી. હર્ષદ મહેતા સહીતના કોલેજના આચાર્ય અને અધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શન સાથે વિદ્યાર્થીઓ માટે ખાસ ઈસરોની સ્પેસ ઓન વ્હીલ્સ પણ મુકવામાં આવી છે જેમાં વિજ્ઞાન અને ગણિત વિષયમાં રૂચી ધરાવતાં વિદ્યાર્થીઓ માટે અવકાશ વિજ્ઞાન, ઉપગ્રહો વેગેરેના લાઈવ મોડેલ મુકવામાં આવ્યા છે. જેમાં ભારતીય અવકાશ વિજ્ઞાનનો 54 વર્ષનો ઈતિહાસ સમાયેલો છે જે વિદ્યાર્થીઓ માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.

અવકાશી પદાર્થો પૃથ્વી સુધી ન આવે અને પૃથ્વીને નુકશાન ન કરે તે માટે વિશ્વભરના વૈજ્ઞાનિકો પ્રયત્નશીલ છે, અવકાશ સામે પૃથ્વીનું અસ્તિત્વ ખુબ નાનું છે, કોમ્યુનિકેશન ક્ષેત્રે પણ સ્પેસ રીસર્ચ સ્ટેશનની ભૂમિકા મહત્વની છે, 5જી બાદ હવે 6જી અને 7જી પર કામ થઈ રહ્યું છે, સેટેલાઈટ કોમ્યુનિકેશન પ્રોગ્રામ થી લોકો સુધી ઈન્ટરનેટ પહોચ્યું છે, રશિયા યુક્રેન વચ્ચેના યુધ્ધમાં યુક્રેનમાં ભારે તબાહી થઈ તેમ છતાં યુક્રેનમાં ટીવી અને ઈન્ટરનેટ બંધ નથી થયા, આ બધું સેટેલાઈટના કારણે સંભવ થયું છે, હાલ ઈસરો 6જી અને 7જી માટે પ્રયત્નશીલ છે જેના માટે સેટેલાઈટ કોમ્પોનન્ટ જરૂરી છે અને તેના પર કામ થઈ રહ્યું છે.

દેશમાં ઈસરોના 7 સેન્ટરો છે તેમાં અમદાવાદ સેન્ટર બીજા નંબરનું સેન્ટર છે, ભારતીય ઉપગ્રહોના સેન્સર અને પે લોડ અમદાવાદ સેન્ટરમાં તૈયાર કરવામાં આવે છે. આમ ઉપગ્રહોનું મુખ્ય પ્રણાલી અમદાવાદમાં તૈયાર થાય છે, ઉપગ્રહો અવકાશમાં મુકાયા બાદ તેના ઉપયોગ માટેની એપ્લીકેશન, પાયલોટ પ્રોજેક્ટ વગેરે પણ અમદાવાદમાં તૈયાર થાય છે અને તેથી અમદાવાદ સ્પેસ એપ્લીકેશન સેન્ટર ઈસરોની ભારતીય અવકાશ વિજ્ઞાનમાં મહ્તવની ભૂમિકા છે.

અહેવાલ : સાગર ઠાકર, જુનાગઢ

આ પણ વાંચો : બેરોકટોક કબૂતરબાજી : અમેરિકાએ 97 હજાર ભારતીયોને ઘૂસણખોરી કરતા એક વર્ષમાં પકડ્યા

Tags :
Advertisement

.