Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જૂનાગઢ : માર્કેટીંગ યાર્ડમાં જણસીની મબલખ આવક

અહેવાલ - સાગર ઠાકર , જૂનાગઢ જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં હાલ જણસીની મબલખ આવક થઈ રહી છે, સોયાબીન, મગફળી, ધાણા અને તુવેરની ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક આવક નોંધાય છે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે તો સાથે વેપારીઓને પણ તેનો લાભ...
જૂનાગઢ   માર્કેટીંગ યાર્ડમાં જણસીની મબલખ આવક

અહેવાલ - સાગર ઠાકર , જૂનાગઢ

Advertisement

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં હાલ જણસીની મબલખ આવક થઈ રહી છે, સોયાબીન, મગફળી, ધાણા અને તુવેરની ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક આવક નોંધાય છે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે તો સાથે વેપારીઓને પણ તેનો લાભ મળી રહ્યો છે, હાલ જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં સોયાબીનની દરરોજ સરેરાશ 10 હજાર ગુણીની આવક થઈ રહી છે અને હજુ આગામી દિવસોમાં પણ આવક ચાલુ રહેશે તેવી સંભાવના છે, યાર્ડમાં સોયાબીનના 770 થી 878 રૂપિયા પ્રતિ 20 કિલો અને મગફળીના 1150 થી 2025 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ રહ્યા હતા, જૂનાગઢ યાર્ડમાં ખુલ્લી હરરાજીમાં ખેડૂતોને પુરતાં ભાવ મળે છે તેથી આસપાસના વિસ્તારોમાંથી પણ ખેડૂતો જૂનાગઢ આવીને પોતાની જણસી વેચી રહ્યા છે.

Advertisement

જણસીની ઉતરાઈ લેવામાં આવતી નથી

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસથી નવા સોયાબીન અને મગફળીની આવક શરૂ થઈ છે અને દરરોજ સરેરાશ દશ હજાર ગુણીની આવક થઈ રહી છે, મગફળી જૂનાગઢ જીલ્લાનો મુખ્ય પાક છે સાથે ચાલુ વર્ષે સોયાબીનનું સારૂ એવું વાવેતર થયું હતું તેથી ચાલુ વર્ષે યાર્ડમાં સોયાબીન અને મગફળીની સારી એવી આવક જોવા મળી રહી છે. જૂનાગઢ સહીત આસપાસના વિસ્તારમાંથી ખેડૂતો જૂનાગઢ યાર્ડમાં પોતાની જણસી વેંચવા માટે આવે છે કારણ કે જૂનાગઢ યાર્ડમાં ખેડૂત પાસેથી જણસીની ઉતરાઈ લેવામાં આવતી નથી અને જૂનાગઢ એકમાત્ર એવું યાર્ડ છે કે જ્યાં ખેડૂત પાસેથી જણસીની ઉતરાઈ લેવામાં આવતી નથી, આમ ખેડૂતો જૂનાગઢ યાર્ડમાં જણસી વેંચવા આવવાનું પસંદ કરે છે કારણ કે તેને ઉતરાઈ ખર્ચ બચી જાય છે, વળી યાર્ડમાં જણસીના વેચાણ માટે પુરતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, ખરો તોલ અને રોકડો ભાવ મળતો હોવાથી ખેડૂતોને જણસી વેંચવી સહેલી પડે છે. ખેડૂતો પોતાની જણસી લઈને આવે એટલે ખુલ્લી હરાજીમાં તેની જણસીનું વેચાણ થઈ જાય છે અને તુરંત જ તેને રોકડા અથવા ખાતામાં નાણાંની ભરપાઈ થઈ જાય છે

Advertisement

યાર્ડમાં જણસીની આવકમાં વધારો થવાના કારણો

ખેડૂતો જ્યારે ટેકાના ભાવે જણસી વેંચવા જાય ત્યારે તેની જણસી પાસ થશે કે કેમ તે એક પ્રશ્ન રહે છે, પાસ થાય તો પેમેન્ટ ઓનલાઇન ખાતામાં ક્યારે જમા થશે તે નક્કી નથી જ્યારે જૂનાગઢ યાર્ડમાં ખુલ્લી હરાજી માં જેવી જણસી એવો ભાવ મળી રહે તેથી ખેડૂતોને જ્યારે રૂપિયાની જરૂર હોય અને જણસી લઈને આવે ત્યારે તેની જણસી વેંચાય જાય અને તે જ દિવસે તેને રૂપિયા પણ મળી જાય છે.

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જણસીના વેચાણ ભાવ (ક્વીન્ટલમાં)

સોયાબીન - 5290 770 થી 878

મગફળી જાડી - 600 1100 થી 1418

મગફળી જીણી - 215 1150 થી 2025

તુવેર - 137 1850 થી 2428

ધાણા - 780 1100 થી 1361

આ પણ વાંચો - ગોંડલના મેતાખંભાળિયાના સરપંચ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

Tags :
Advertisement

.