Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

JUNAGADH : મધ્યરાત્રિએ ચર્ચમાં પૂજા પ્રાર્થના કરાઇ જૂનાગમાં નાતાલની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી

અહેવાલ - સાગર ઠાકર  જૂનાગમાં નાતાલની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. નાતાલને લઈને ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યા હતા. ગત રાત્રિએ ચર્ચમાં પૂજા અને પ્રાર્થના કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તીઓએ નાતાલની ઉજવણી કરી એકબીજાને મેરી ક્રીસમસ કરીને શુભેચ્છાઓ પાઠવી...
junagadh   મધ્યરાત્રિએ ચર્ચમાં પૂજા પ્રાર્થના કરાઇ જૂનાગમાં નાતાલની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી
Advertisement

અહેવાલ - સાગર ઠાકર 

જૂનાગમાં નાતાલની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. નાતાલને લઈને ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યા હતા. ગત રાત્રિએ ચર્ચમાં પૂજા અને પ્રાર્થના કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તીઓએ નાતાલની ઉજવણી કરી એકબીજાને મેરી ક્રીસમસ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

Image preview

Advertisement

નાતાલના તહેવારને લઈને જૂનાગઢના સેંટ એન્સ ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યું હતું.  નાતાલની ઉજવણીને લઈને ચર્ચમાં લોકોની ભીડ જોવા મળી હતી. મિશનરી દ્વારા નાતાલની ધામધૂમથી ઉજવણી માટે સમગ્ર ચર્ચને રંગબેરંગી રોશની થી શણગારવામાં આવ્યું હતું સાથે ક્રિસમસ ટ્રી, મધર મેરી, જીસસ ની પ્રતિમાને શણગારવામાં આવી હતી અને એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

Image preview

ચર્ચને શણગારીને મધર મેરી સાથે ઈશુની પ્રતિમા અને ભગવાન ઈશુના જન્મ સમયની વધામણી માટે ચર્ચમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને ચર્ચ રોશની થી ઝળહળી ઉઠ્યા હતા. જૂનાગઢના ખ્રિસ્તી મિશનરી દ્વારા નાતાલની ઉજવણી સાથે સૌના કલ્યાણ માટે ઈશુને પ્રાર્થના કરવામાં આવી.

Image preview

જૂનાગઢના સેંટ એન્સ ચર્ચમાં ક્રિસમસ નીમીત્તે ખ્રિસ્તી પરંપરા અનુસાર પૂજા અને પ્રાર્થના કરવામાં આવી બાદમાં ઈશુ ખ્રિસ્તના જન્મની ઉજવણી કરવામાં આવી હતી. પરંપરા અનુસાર ચર્ચના પાદરીએ પૂજા વિધિ અને પ્રાર્થના કરાવી હતી અને વિશ્વમાં સુખ શાંતિ બની રહે, સૌનું કલ્યાણ થાય અને સૌ સ્વસ્થ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી. ચર્ચમાં પ્રાર્થના બાદ સૌ લોકોએ એકબીજાને મેરી ક્રીસમસ કરીને શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો -- કેન્દ્રીય ગૃહપ્રધાને કરાવ્યો સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ

Tags :
Advertisement

.

×