ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

J&K Pahalgam Attack : આતંકી હુમલામાં 3 ગુજરાતીઓનાં મોત, મૃતદેહો-પ્રવાસીઓને મુંબઈ લવાશે

કાશ્મીરમાં આતંકી હુમલામાં 3 ગુજરાતીઓનાં મોત નીપજ્યા છે, જેમાં એક સુરતનો યુવક અને ભાવનગરનાં પિતા-પુત્ર છે.
03:15 PM Apr 23, 2025 IST | Vipul Sen
featuredImage featuredImage
Pahalgam Attack_Gujarat_First Gujarat
  1. જમ્મુ-કાશ્મીરનાં પહેલગામમાં આતંકી હુમલામાં 26 ના મોત (J&K Pahalgam Attack)
  2. મૃતકોમાં 3 ગુજરાતી પણ સામે, મૃતદેહોને આજે ગુજરાત લવાશે
  3. સુરતનાં યુવક અને ભાવનગરના પિતા-પુત્રનું હુમલામાં મોત
  4. ફ્લાઇટ મારફતે મૃતદેહો મુંબઈ એરપોર્ટ લવાશે, ત્યાર બાદ સુરત-ભાવનગર લઈ જવાશે

J&K Pahalgam Attack : J&K નાં પહેલગામમાં આતંકી હુમલા બાદ દેશવાસીઓમાં ભારે આક્રોશ છે. નિ:શસ્ત્ર અને નિર્દોષ સહેલાણીઓને આતંકીઓએ વીંધી નાંખતા દેશભરમાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માગ ઊઠી છે. આ આતંકી હુમલામાં 27 લોકોનાં મોત નીપજ્યા છે, જ્યારે 17 થી વધુ લોકો ઘવાયા છે. ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતકોમાં 3 ગુજરાતી નાગરિક પણ હોવાથી તેમનાં મૃતદેહને વતન (Gujarat) લાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

મૃતદેહો લાવવા વલસાડ વહીવટી તંત્રે 1 બસ, 2 એમ્બ્યુલન્સ રવાના કરી

મહિતી અનુસાર, કાશ્મીરમાં આતંકી હુમલામાં (J&K Pahalgam Attack) 3 ગુજરાતીઓનાં પણ મોત નીપજ્યા છે, જેમાં એક સુરતનો (Surat) યુવક અને ભાવનગરનાં પિતા-પુત્ર છે. મૃતદેહ અને અન્ય પ્રવાસીઓને મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) લવાશે. આ મામલે વલસાડ (Valsad) વહીવટી તંત્રે એક બસ, બે એમ્બ્યુલન્સ રવાના કરી છે. મામલતદાર અને મેડિકલ ટીમ સાથે વાહનો રવાના કરાયા હોવાની માહિતી છે. પહેલગામમાં આતંકી હુમલામાં કુલ 26 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો - Pahalgam Terror Attack : કથાકાર મોરારીબાપુએ આતંકની સમગ્ર ઘટનાને વખોડી

આતંકી હુમલામાં ભાવનગરના પરિવારનો માળો વિખેરાયો

પહેલગામમાં આતંકી હુમલામાં ભાવનગરનાં (Bhavnagar) કાળીયાબીડ નંદનવન સોસાયટીમાં રહેતા પરિવારનો માળો વિખેરાયો છે. જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) મોરારીબાપુની (Morari Bapu) કથા સાંભળવા માટે પરિવારના બે સભ્ય પિતા યતીશ પરમાર અને પુત્ર સ્મિત પરમાર ગયા હતા. બંનેનું આતંકી હુમલામાં મોત નીપજ્યું છે. સ્મિત પરમાર ભાવનગર કોલેજનો વિદ્યાર્થી હતો. બંને પિતા-પુત્રના પાર્થિવ દેહને ફ્લાઇટ મારફતે ભાવનગર શહેર લાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ભાવનગરનાં જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલે કહ્યું કે, ભાવનગરથી 20 લોકો મોરારીબાપુની કથા સાંભળવા ગયા હતા. આતંકી હુમલામાં ભાવનગરનાં (Bhavnagar) વિનોદભાઈ ડાભીને ગોળી વાગતા ઈજાગ્રસ્ત થયા છે. યતિષ પરમાર અને સ્મિત પરમારનું આતંકી હુમલામાં મોત થયું છે.

આ પણ વાંચો - Pahalgam Terror Attack : કેન્દ્ર સરકાર અને PMએ ઘટનાને ગંભીરતાથી લીધી છે: ઋષિકેશ પટેલ

આતંકી હુમલામાં સુરતનાં યુવકનું પણ મોત નીપજ્યું

જણાવી દઈએ કે, પહેલગામ આતંકી હુમલામાં સુરતનાં (Surat) યુવકનું પણ મોત નીપજ્યું છે. યુવકનાં મૃતદેહ અને તેમના પરિવારને સુરત લવાશે. કાશ્મીરથી ફ્લાઇટ મારફતે શૈલેષભાઇ કળથિયાનાં મૃતદેહને મુંબઇ (Mumbai) લવાશે. ત્યાર બાદ મુંબઇથી સુરત લવાશે. સુરતમાં શૈલેષભાઇના પિતરાઈ ભાઈને ત્યાં મૃતદેહ લઈ જવાશે એવી માહિતી છે.

આ પણ વાંચો - Pahalgam Terror Attack : આતંકી હુમલામાં જીવ ગુમાવનારાને 100 ટકા ન્યાય મળશે - ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી

Tags :
Amit ShahBhavnagargujaratfirst newsindianarmyJ&KJammu and KashmirMorari BapuMumbai Airportpahalgam attackpahalgam terror attackPahalgam Tourists Attackpm narendra modiSuratTop Gujarati NewsValsadWeWantRevenge