Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal Marketing Yard ખેડૂતો અને વેપારીઓની ચહેલ પહેલથી ધમધમી ઉઠ્યું

ગોંડલ માર્કેટિગ યાર્ડમાં ખેતપાકોની આવકમાં વધારો આજે વહેલી સવારથી યાર્ડ ખાતે જણસી લઈને પહોંચ્યા હરાજીમાં ડુંગળીનો એક મણનો ભાવ 200 થી 750 રૂપિયા બોલાયો Gondal Marketing Yard: સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ અને ખેડૂતોનું આસ્થાનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal...
gondal marketing yard ખેડૂતો અને વેપારીઓની ચહેલ પહેલથી ધમધમી ઉઠ્યું
  1. ગોંડલ માર્કેટિગ યાર્ડમાં ખેતપાકોની આવકમાં વધારો
  2. આજે વહેલી સવારથી યાર્ડ ખાતે જણસી લઈને પહોંચ્યા
  3. હરાજીમાં ડુંગળીનો એક મણનો ભાવ 200 થી 750 રૂપિયા બોલાયો

Gondal Marketing Yard: સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ અને ખેડૂતોનું આસ્થાનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal Marketing Yard) આજથી ફરી રાબેતા મુજબ ધમધમતું જોવા મળ્યું હતું. મગફળી, ડુંગળી, લસણ અને ધાણા સહિતની જણસીઓની આવક થવા પામી હતી. જન્માષ્ટમીના તહેવારોની રજા અને વરસાદી અગાહીની રજાઓ બાદ આજ વહેલી સવારથી યાર્ડ ખાતે ખેડૂતો પોતાની જણસી લઈને આવી પહોંચ્યા હતા.

Advertisement

જન્માષ્ટમીની 6 દિવસની રજા બાદ યાર્ડ ધમધમી ઉઠ્યું

ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal Marketing Yard)ના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, 24 ઓગસ્ટના રોજ યાર્ડમાં જણસીઓની આવક, હરાજી અને ઓફિસના કામકાજ જન્માષ્ટમીના તહેવારો લઈને બંધ હતું. ત્યારબાદ 29 અને 30 વરસાદી વાતાવરણ અને આગાહીને પગલે યાર્ડના સત્તાધીશો દ્વારા વધુ બે દિવસની રજા રાખવામાં આવી હતી. ત્યારબાદ શ્રાવણ મહિનાનો સોમવાર અને ભાદરવી અમાસની 2 દિવસની રજા બાદ આજથી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓ લઈને ખેડૂતો આવી પહોંચ્યા હતા. આજથી વેપારીઓ અને ખેડૂતોની ચહેલ પહેલ જોવા મળી હતી અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ફરી રેગ્યુલર ધમધમવા લાગ્યું છે.

Advertisement

આજથી વેપારીઓ અને ખેડૂતોની ચહેલ પહેલ જોવા મળી

સૌરાષ્ટ્રભર માંથી આવતા ખેડૂતોને અપીલ પણ કરી હતી કે ખેડૂતોએ મહામહેનતે પકવેલો પાકનો સારો ભાવ જોઈતો હોય તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આખા ભારત દેશ માંથી વેપારીઓ અહીં ખરીદી કરવા માટે આવે છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોનું માર્કેટિંગ યાર્ડ છે. અહીં ખેડૂતોને તમામ સગવડતાઓ આપવામાં આવે છે. ખેડૂતોને પૂરતો અને સારો ભાવ મળે એ જ અમારી આશા અને અપેક્ષા હોય છે તેવું યાર્ડના ચેરમેને અંતમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો: Rajkot : સ્કૂલેથી સાઇકલ પર ઘરે જઈ રહેલા 12 વર્ષીય માસૂમ બાળક માટે કાળ બની ટ્રક

Advertisement

આજથી યાર્ડમાં રાબેતા મુજબ હરાજી શરૂ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જન્માષ્ટમી તહેવારોની રજાઓ પુરી થતા આજથી સમગ્ર સૌરાષ્ટ્ર માંથી ખેડૂતો પોતાની જણસી લઈને યાર્ડમાં આવી પહોંચ્યા હતા. આજથી રાબેતા મુજબ આવક થયેલ જણસીઓની હરાજી શરૂ કરવામાં આવી હતી. જેમાં માર્કેટિંગ યાર્ડ (Gondal Marketing Yard)માં ડુંગળીની 22,000 કટ્ટાની આવક થવા પામી હતી અને હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 200/- થી 750/- રૂપિયા ભાવ બોલાયો હતો. જ્યારે ધાણાની 4 હજાર ગુણીની આવક થવા પામી હતી. લસણની 8 હજાર કટ્ટાની આવક થવા પામી હતી અને હરાજીમાં 20 કિલોના ભાવ રૂપિયા 2500/- થી 4500 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. મગફળીની 4 હજાર ગુણીની આવક થવા પામી હતી. ત્યારે આજથી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓની ચહેલ પહેલથી યાર્ડ ફરી ધમધમી ઉઠ્યું હતું.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: Ahmedabad : એક વર્ષથી માઉન્ટ કાર્મેલ સ્કૂલનાં બાંધકામને લઈ ચાલી રહ્યો છે વિવાદ, હકીકત જાણવા પહોંચ્યું Gujarat First

Tags :
Advertisement

.