Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jamkandorana : તાંત્રિક વિધિના નામે વેપારી સાથે કરાઇ 13 લાખની છેતરપિંડી, વાંચો અહેવાલ

Jamkandorana માં તાંત્રિક વિધિના નામે વેપારી સાથે છેતરપિંડી વિધિના નામે 13 લાખનો ચૂનો ચોપડનાર મદારી ગેંગ ઝડપાઈ મદારી ગેંગના 4 શખ્સો પાસેથી 6.19 લાખનો મુદ્દામાલ જપ્ત ખજૂરડાના વેપારીને રૂદ્રાક્ષ આપ્યા બાદ વિધિના નામે છેતરપિંડી નકલી નોટો અને રમકડાં ભરેલી...
01:40 PM Jun 02, 2024 IST | Harsh Bhatt

Jamkandorana : અત્યારના આધુનિક સમયમાં પણ ઘણા લોકો અંધવિશ્વાસના કારણે તાંત્રિક વિધિના ચક્કરમાં ફસાઈ જતા હોય છે. હવે રાજકોટના  જામકંડોરણાથી ( Jamkandorana ) પણ એવી જ ઘટના સામે આવી છે. જામકંડોરણામાં તાંત્રિક વિધિના નામે વેપારી સાથે છેતરપિંડી થઈ હતી. વિધિના નામે મદારી ગેંગ દ્વારા 13 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. અહી નોંધનીય છે કે, વિધિના નામે 13 લાખનો ચૂનો ચોપડનાર મદારી ગેંગ હવે પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત...

Jamkandorana police station

ખજૂરડાના વેપારીને રૂદ્રાક્ષ આપ્યા બાદ વિધિના નામે 13 લાખની છેતરપિંડી

રાજકોટના જામકંડોરણાથી ( Jamkandorana ) આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. તાંત્રિક વિધિના બહાને ગુરુ અને ચેલા સહિત ચાર શખ્સે વેપારી સાથે રૂ. 13 લાખની છેતરપિંડી કરી હતી. ખજૂરડા ગામે ખેડૂત વેપારીની દુકાને આવેલા બાવા સાધુએ રુદ્રાક્ષ આપ્યા બાદ તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરી હતી. ખોટી નોટો અને રમકડાં ભરેલ બેગ આપીને છેતરપિંડી કરતાં ફરીયાદીએ ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરીયાદ નોંધાવાઈ હતી. હવે 13 લાખનો ચૂનો ચોપડનાર મદારી ગેંગ ઝડપાઈ છે.

પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 406, 420, 508 અને 114 મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. અહી ઉલ્લેખનીય છે કે, મદારી ગેંગના ચાર સભ્યોને રૂ. 6.19 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી હતી. પોલીસે તપાસ કરતા આ કૃત્ય આચારનાર મદારી ગેંગના સભ્યો જાલમનાથ રાજુનાથ પઢીયાર, જોગનાથ રાજુનાથ પઢીયાર, પ્રકાશનાથ ઝવેરનાથ પઢીયાર, ઝવેરનાથ રાજુનાથ પઢીયારને ઝડપી પાડયા હતા.

આ પણ વાંચો : DABHOI : માએ પોતાની મમતા લજવી, ડિલિવરી થયા બાદ બાળકને તરછોડી માતા ફરાર

Tags :
BLACK MAGICFraudJamkandoranaJamkandorana policemadari gangmadari gang arrestedRAJKOTrudrakshtaantrik vidhi
Next Article