Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: IPS હસમુખ પટેલને તેમના પદ પરથી હટાવાયા? નવા પરિપત્રમાં તેમનું નામ હટાવી દેવાતા મામલો ગરમાયો

રો માર્કસ(ઓરીજનલ) કેમ નહીં? યુવરાજસિંહ જાડેજા મૂકવી હોઈ તો બધાની PDF ફાઈલ જ મૂકો ને: યુવરાજસિંહ જાડેજા શિફ્ટ પ્રમાણે બધાનાં માર્કસ જાહેર કરો ને: યુવરાજસિંહ જાડેજા Gujarat: હાલમાં ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ ચર્ચાઓમાં રહે છે. આ...
gujarat  ips હસમુખ પટેલને તેમના પદ પરથી હટાવાયા  નવા પરિપત્રમાં તેમનું નામ હટાવી દેવાતા મામલો ગરમાયો
  1. રો માર્કસ(ઓરીજનલ) કેમ નહીં? યુવરાજસિંહ જાડેજા
  2. મૂકવી હોઈ તો બધાની PDF ફાઈલ જ મૂકો ને: યુવરાજસિંહ જાડેજા
  3. શિફ્ટ પ્રમાણે બધાનાં માર્કસ જાહેર કરો ને: યુવરાજસિંહ જાડેજા

Gujarat: હાલમાં ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ ચર્ચાઓમાં રહે છે. આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ વારંવાર સવાલો પણ ઉઠાવતા રહે છે. જો કે સરકારી પરીક્ષાઓની પારદર્શકતા બાબતે વિદ્યાર્થીઓ હાલ IPS હસમુખ પટેલ પર સૌથી વધારે વિશ્વાસ કરતા હોય છે. તેવામાં ફોરેસ્ટ પરીક્ષા બાબતે યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપો કર્યા હતા. જ્યાર બાદ હસમુખ પટેલ દ્વારા સમગ્ર મામલે તમામ વિદ્યાર્થીઓના માર્ક જાહેર કરવાની બાંહેધરી આપી હતી. જો કે આજે પાસ થયેલા વિદ્યાર્થીઓના જ માર્ક જાહેર થયા હતા અને તેમાંથી હસમુખ પટેલનું અધિકારીક નામ પણ ગાયબ થયું હતું. જે મામલે યુવરાજસિંહ જાડેજાએ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સબ સલામત છે કે કેમ તે અંગે પણ સવાલો ઉઠાવતું એક ટ્વીટ કર્યું હતું.

Advertisement

આ પણ વાંચો: Gujarat Police: ASI વર્ગ-3 ની સીધી ભરતીને કરાઈ રદ, આ રીતે ભરાશે ખાલી જગ્યાઓ

Advertisement

ફોરેસ્ટ પરીક્ષા બાબતે યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપો

ગુજરાત ગૌણ પસંદગી મંડળ (Gujarat Secondary Selection Board) દ્વારા વન રક્ષકની ભરતી 2019માં જાહેર કરવામાં આવી હતી. પરંતુ ત્યાર બાદ તેને આટલા વર્ષો સુધી કોઈ પરીક્ષા લેવાઈ જ નહોતી. ત્યારે બાદ 5 થી 6 વર્ષ બાદ પરીક્ષા લેવામાં આવે છે. પરંતુ ફરીવાર આ ભરતી પર વિવાદ સર્જાયો છે. વિગતે વાત કરવામાં આવે તો થોડા 31/07/2024 ના રોજ હસમુખ પટેલ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવે છે કે, વન રક્ષકની પરીક્ષામાં બેસેલા તમામ ઉમેદવારોના માર્ક્સ જિલ્લાઓ પ્રમાણે 31/07/2024 ના રોજ મંડળની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. જેમાં પરિપત્રમાં નીચે હસમુખ પટેલનું નામ જોવા મળ્યું હતું. પરંતુ અત્યારે તે પ્રમાણે નહીં પરંતુ અગલ રીતે માર્ક્સ જાહેર કરવામાં તેવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Kutch: કોંગ્રેસ આગેવાન ભૂલ્યા ભાન, મહિલા અધિકારી સાથે કર્યો મોટો કાંડ!

Advertisement

આગામી 09/08/2024 ના રોજ માર્ક્સ જાહેર કરવામાં આવશે

અત્યારે ફરી એક બીજો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે, આગામી 09/08/2024 ના રોજ માર્ક્સ જાહેર કરવામાં આવશે. પરંતુ આમાં વાંધાજનક વાત એ છે કે, તમામ ઉમેદવારોની માર્ક્સ જાહેર નહીં થયા પરંતુ જે લોકો પાસ થયા છે. એટલે કે, પરીક્ષામાં હજાર રહેલા તમામ ઉમેદવારો તેઓએ મેળવેલા ગુણના નોર્મલાઈઝડ માર્ક્સ જાહેર કરવામાં આવશે. અહીં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ એક ટ્વીટ કરી કહ્યું કે, ‘રો માર્ક્સ (ઓરીજનલ) કેમ નહીં? મૂકવી હોય તો બધાની પીડીએફ ફાઈલ મુકોને.’ વધુમાં કહ્યું કે, ‘જો કોઈ ચોરી નથી કરી તો છુપાવો છો શા માટે??’

આ પણ વાંચો: Junagadh: ગણેશ ગોંડલ કેસના ફરિયાદી રાજુ સોલંકી વિરૂદ્ધ દાખલ થયો GUJCTOC નો ગુનો

‘રો માર્ક્સ (ઓરીજનલ) કેમ નહીં?: યુવરાજસિંહ જાડેજા

વિવાદની વાત એ છે કે, આ તાજેતરમાં જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં હસમુખ પટેલની જગ્યાએ માત્ર ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ જે કેમ લખ્યું છે? જે પરિપત્રમાં અધિકૃત તરીકે હસમુખ પટેલનું નામ હોવું જોઈએ પરંતુ તાજેતરના પરિપત્રમાં એ જોવા મળ્યું નથી. આખરે વન રક્ષકની ભરતી પ્રક્રિયામાં શું રંધાઈ રહ્યું છે? કેમ આવી રીતે ઉમેદવારીના ભવિષ્ય સાથે રમત રમવામાં આવી રહીં છે? જો કોઈ ગેરરીતિ કે છબરડા નથી થયા તો દરેક ઉમેદવારોના રો માર્ક્સ મુકવા જોઈએ! પહેલાના પરિપત્રમાં કંઈક અલગ વાત કહેવામાં આવે છે અને અત્યારના પરિપત્રમાં કંઈક અલગ જાહેરાત કરવામાં આવે છે. આવું શા માટે?

Tags :
Advertisement

.