Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dehgam : વડવાળા રામજી મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજને પ્રાણપ્રતિષ્ઠામાં આમંત્રણ

Dehgam : દહેગામ (Dehgam ) ના વડવાળા રામજી મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજને અયોધ્યામાં યોજાનાર ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રિત કરાયા છે. Dehgam ના ભક્તોમાં આ આમંત્રણથી ખુશી જોવા મળી રહી છે. અયોધ્યામાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા 500 કરતાં વધુ વર્ષોના...
dehgam   વડવાળા રામજી મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજને પ્રાણપ્રતિષ્ઠામાં આમંત્રણ
Advertisement

Dehgam : દહેગામ (Dehgam ) ના વડવાળા રામજી મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજને અયોધ્યામાં યોજાનાર ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રિત કરાયા છે. Dehgam ના ભક્તોમાં આ આમંત્રણથી ખુશી જોવા મળી રહી છે.

Advertisement

અયોધ્યામાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા

500 કરતાં વધુ વર્ષોના સંઘર્ષ બાદ કરોડો હિન્દુઓના આસ્થા એવા ભગવાન રામજીનું ભવ્ય મંદિર અયોધ્યામાં નિર્માણ થવા જઇ રહ્યું છે. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા યોજાશે. આ ભવ્ય સમારોહ માટે દેશના સાધુ સંતો અને અગ્રણી મહાનુભાવો તથા રામમંદિર સાથે જોડાયેલા લોકોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.

Advertisement

મહંત શ્રી ગણેશદાસજી મહારાજને પણ આમંત્રણ

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા દહેગામના વડવાળા રામજી મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા મહંતશ્રીને અપાયેલા આમંત્રણમાં જણાવાયું છે કે લાંબા સંઘર્ષ પછી શ્રી રામ જન્મભૂમિ પર મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. આગામી 22 જાન્યુઆરીએ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. અમારી પ્રબળ ઇચ્છા છે કે આ પુનિત અવસર પર અયોધ્યામાં ઉપસ્થિત રહીને પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનો અને આ ઐતિહાસિક દિવસની ગરિમા વધારો.

રામભક્તોમાં ખુશીની લહેર

મહંતશ્રીને રામ મંદિરનું આમંત્રણ મળતાં રામભક્તોમાં ખુશીની લહેર ફરી વળી છે. રામભક્તો દ્વારા મહંતશ્રીને આ આમંત્રણ આપવામાં આવ્યું છે.

રામલલાની મૂર્તિનો અભિષેક 22 જાન્યુઆરીએ ભવ્ય કાર્યક્રમ યોજાશે

તમને જણાવી દઈએ કે રામલલાની મૂર્તિનો અભિષેક 22 જાન્યુઆરીએ અયોધ્યામાં થવાનો છે. જેમાં મુખ્ય યજમાન તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. આવી સ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ કાર્યક્રમની તૈયારીમાં વ્યસ્ત છે. અયોધ્યામાં પવિત્રતાના એક સપ્તાહ પહેલા ધાર્મિક કાર્યક્રમો શરૂ થશે. અભિષેક કાર્યક્રમ માટે મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધિકારીઓએ અતિથિઓની યાદી ખૂબ જ કડક રીતે તૈયાર કરી છે. લગભગ 150 કોમ્યુનિટીના લોકોને ગેસ્ટ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. હવે આ તમામને આમંત્રણની પુષ્ટિ મળવા લાગી છે.

આ પણ વાંચો---AYODHYA RAM MANDIR-ગુરુ વશિષ્ઠે દશરથપુત્રનું નામ રામ કેમ રાખ્યું?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×