ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરતમાંથી ગોલ્ડ સ્મગલિંગના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ, જાણો સમગ્ર મામલો

સુરતમાં દુબઈથી લાવવામાં આવેલું રૂપિયા 4 કરોડથી વધુની કિંમતનુ 7.158 કિલો સોના સાથે 4 ઈસમોને ઝડપી પાડવામાં સુરત પોલીસને સફળતા મળી છે સુરત પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરીને આંતરાષ્ટ્રીય દાણચોરીનો પર્દાફાશ કર્યો હતો. સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવતી ઈન્ટરનેશનલ ફ્લાઈટનો...
03:46 PM Apr 30, 2023 IST | Dhruv Parmar

સુરતમાં દુબઈથી લાવવામાં આવેલું રૂપિયા 4 કરોડથી વધુની કિંમતનુ 7.158 કિલો સોના સાથે 4 ઈસમોને ઝડપી પાડવામાં સુરત પોલીસને સફળતા મળી છે સુરત પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરીને આંતરાષ્ટ્રીય દાણચોરીનો પર્દાફાશ કર્યો હતો.

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવતી ઈન્ટરનેશનલ ફ્લાઈટનો ઉપયોગ કરી ગેર કાયદેસર રીતે સોનાની હેરાફેરી વધી છે ત્યારે આ મામલે સુરત પોલીસને સફળતા મળી છે અને કરોડો રૂપિયાના સોના સાથે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. SOGની ટીમે બાતમીના આધારે આ ટોળકીને પકડી પાડી છે. આ ટોળકીઓ ઇમીગ્રેશન સિક્યુરીટી ચેકીંગમાં ખબર ન પડે તે માટે સોનામાં કેમીકલ મિક્ષ કરી શરીર ઉપરના આંતર વસ્ત્રોમાં છુપાવી દુબઈથી સુરત ખાતે લાવવામાં આવી રહ્યો હતો.

બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીને ઝડપ્યા

મહત્વનું છે કે, આ ટોળકીના બે સભ્યો દુબઈ ખાતેથી સોનુ શરીર ઉપર લગાવી દાણચોરી કરી લાવેલા હતા અને તે ટોળકી ફોર વ્હિલ કારમાં ડુમ્મસ એસ.કે.નગર ચોકડી પાસેથી પસાર થનાર છે. જે બાતમી આધારે મોડી રાત્રીના વોચ ગોઠવી રોડ ઉપરથી પસાર થતી હોન્ડા સીવીક ફોર વ્હિલ કારને આંતરી આરોપી ફેનીલ રાજેશભાઇ માવાણી, નિરવ રમણીકભાઇ ડાવરીયા, ઉમેશ ઉર્ફે લાખો રમેશભાઈ ભીખરીયા અને સાવન શાંતીલાલ રાખોલીયાની ધરપકડ કરી હતી. તેમની ઝડતી કરતા તેમની પાસેથી તેમના આંતરવસ્ત્રો તથા બુટમાં છુપાવીને દુબઈથી લાવેલા 7.158 કિલોગ્રામ અને કિંમત 4 કરોડથી વધુ સોનાની પેસ્ટ ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

અગાઉ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયુ હતુ સોનું

અમદાવાદ એરપોર્ટ પર બાથરુમમાંથી 116 ગ્રામ સોનું પકડાયુ હતું. અમદાવાદ એરપોર્ટ પર વારંવાર સોનું પકડાવાની ઘટના સામે આવી હતી. થોડા દિવસ પહેલા પણ એરપોર્ટના ટોઇલેટમાંથી 800 ગ્રામ સોનું મળી આવ્યુ હતુ. ત્યારે ફરી એકવાર એરપોર્ટના બાથરૂમમાંથી સોનાના 6 બિસ્કિટ મળી આવતા હડકંપ મચી ગઇ હતી.

આ પણ વાંચો : CMના ભાષણ સમયે મીઠી નીંદર માણતા ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ સસ્પેન્ડ

Tags :
CrimeGold SmugglingGujaratSurat
Next Article