Gir Somnath: ઇન્સ્ટાની મિત્રતાએ જીવ લીધો, હત્યાને અકસ્માતની ઘટનામાં ખપાવવાનો પ્રયાસ
- ચાર દિવસ પૂર્વે સર્જાયેલ હિત એન્ડ રનની ઘટનામાં યુવકનું મૃત્યુ નીપજેલ
- હિટ એન્ડ રનની ઘટનાએ હત્યા માટે ઘડાયેલો પ્લાન હતો
- સગીર વયના આરોપી સહિત ત્રણની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી
Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના તાલાલા સ્ટેટ હાઇવે પર તારીખ 06 સપ્ટેમ્બરની સાંજે સાતેક વાગ્યે અકસ્માત સર્જાયો હતો. વિગતે વાત કરવામાં આવે તો, એક્ટિવા પર જઈ રહેલા ઉમરેઠી ગામના સુરેશ જાદવ નામના 22 વર્ષીય યુવકને પાછળથી બોલેરો પીકઅપ વાન દ્વારા ઠોકર મારતા એક્ટિવા ચાલક યુવક ફંગોળાઈ જાય છે. બોલેરો કાર ચાલક અકસ્માત સર્જી નાશી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને તાલાલા સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવે છે. જ્યાં ફરજ પરના તબીબ યુવક ને મૃત જાહેર કરે છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ હિટ એન્ડ રનની ઘટના અકસ્માત હોય તેવું લાગે છે. પરંતુ આ ઘટનામાં ગીર સોમનાથ એલસીબી દ્વારા ઊંડી તપાસ હાથ ધરવામાં આવી ત્યારે આ ઘટના અકસ્માત નહીં પરંતુ યુવકને મોત ને ઘાટ ઉતારી દેવા નો આખો ગુનાહિત પ્લાન હોવાનો ઘટસ્ફોટ થયો છે.
- ચાર દિવસ પૂર્વે સર્જાયેલ હિત એન્ડ રનની ઘટનામાં યુવકનું મૃત્યુ નીપજેલ
- હિટ એન્ડ રનની ઘટનાએ હત્યા માટે ઘડાયેલો પ્લાન હતો
- સગીર વયના આરોપી સહિત ત્રણની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી#Gujarat #GujaratiNews #Girsomnath #GujaratFirst— Gujarat First (@GujaratFirst) September 9, 2024
આરોપીએ પોલીસની આંખમાં ધૂળ છાંટવાનો પ્રયાસ કર્યો
આ મામલે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફોર્ન્સ કરી આ ચકચારી ગુનાની અંદરની ખોફનાક હકીકત પરથી પડદો ઉચકતા જણાવ્યું હતું કે, મૃતક સુરેશ જાદવને ઉમરેઠી ગામના જ સગીરે ખુબ જ સિફત પૂર્વક મોતને ઘાટ ઉતારી આ ઘટના એ અકસ્માતમાં ખપાવી પોલીસની આંખમાં ધૂળ છાંટવાનો પ્રયાસ કર્યો હતો. મૃતક યુવક અને આરોપીના પરિવાર વચ્ચે ઘણા સમયથી મનદુઃખ ચાલ્યા આવતા હતા. મૃતક યુવક આરોપીની બેનને હેરાન કરતો હોવાથી આરોપીએ યુવક સુરેશને પતાવી દેવાનો પ્લાન ઘડ્યો હતો.
અકસ્માત સર્જીને આરોપી ત્યાંથી ભાગી ગયો
મૃતક યુવકની હત્યા માટે આરોપીએ ખુબજ ગુનાહિત માનસ સાથે કાવતરું રચ્યું હતું. જેમાં આરોપીએ તેની પ્રેમિકાની પણ મદદ મેળવી હતી. મૂળ ડોળાસા ગામની અને હાલ રાજકોટ ખાતે નર્સીંગનો અભ્યાસ કરતી આરોપીની પ્રેમિકાએ મૃતક સુરેશને પ્રેમજાળમાં ફસાવી ઇન્સ્ટા દ્વારા અવાર નવાર વાતો કરતી અને આરોપીના પ્લાન મુજબ મૃતક સુરેશને રાત્રીના સમયે ઘરેથી બહાર લાવવા માટે મળવાનું કહી બોલાવ્યો હતો. મૃતક સુરેશ પ્રેયસીને મળવા ઉમરેથી ગામથી તાલાલા તરફ એક્ટિવા લઈ જઈ રહ્યો હતો. પાછળ કાળ બનીએ આરોપી બોલેરો કાર લઈ નીકળ્યો હતો. ઘુસિયા ગામ નજીક ઇમાનપીર દરગાહ પાસે મોકો જોઈ સુરેશની એક્ટિવાને જબરજસ્ત ઠોકર મારી નાસી ગયો હતો.
આ પણ વાંચો: Gujarat ACB : સવા કલાકમાં કેન્દ્ર સરકારના ત્રણ અધિકારી લાખોના લાંચ કેસ સપડાયા
આખરે પોલીસ સમક્ષ આખી હકીકત જણાવી દીધી
આરોપીએ આ ઘટના અકસ્માતમાં ખપી જાય અને પોતે સુરક્ષિત રીતે પોતાના મનમાં રહેલી ખુન્નસને પાર પાડશે તેવું વિચારી અકસ્માત સર્જી રાજકોટ તરફ નાશી ગયો હતો. હીટ એન્ડ રનની પ્રાથમિક ઘટના બાદ પોલીસે જ્યારે તપાસમાં ઝુકાવ્યું તો એક પછી એક અનેક ખુલાસા સામે આવતા ગયા. ગીર સોમનાથ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ અકસ્માતના મૂળ સુધી પહોંચી જેમાં આ ઘટના અકસ્માત નહીં પરંતુ યુવકની હત્યા માટેનો જ પૂર્વ આયોજીત પ્લાન હોવાનું સામે આવતા આરોપીને તેમજ તેની પ્રેમિકા અને અન્ય મદદગાર યુવકને રાઉન્ડ અપ કરી આગવી ઢબે પૂછપરછ કરતાં પોલીસ પાસે પોપટ બની ગયેલા આરોપીએ સમગ્ર ઘટનાની દરેક વિગતો આપી દીધી હતી.
આ પણ વાંચો: Vadodara: ભાયલીમાં ઘર પર ઝંડા લગાવવાની ઘટના મામલે સોસાયટી પ્રમુખ મેહુલ પટેલે કરી ખાસ સ્પષ્ટતા