Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કાલા સોના તરીકે ઓળખાતા ઇન્ડો કોલસાની ચોરીના કારોબારનો પર્દાફાશ ,૫ ની ધરપકડ

અહેવાલઃ ઉદય જાદવ, સુરત  માંગરોળ તાલુકાના સિયાલજ ગામની હદમાં ચાલતા કાલા સોના તરીકે ઓળખાતા ઇન્ડો કોલસાની ચોરીના કારોબારનો પર્દાફાશ થયો છે. સુરત ગ્રામ્ય જિલ્લા એસલસીબી પોલીસે મુખ્ય સુત્રધાર સહીત ૫ આરોપીઓની ધરપકડ કરી છે અને ૬૦.૯૮ લાખનો મુદામાલ કબજે કર્યો...
06:06 PM May 19, 2023 IST | Vishal Dave

અહેવાલઃ ઉદય જાદવ, સુરત 

માંગરોળ તાલુકાના સિયાલજ ગામની હદમાં ચાલતા કાલા સોના તરીકે ઓળખાતા ઇન્ડો કોલસાની ચોરીના કારોબારનો પર્દાફાશ થયો છે. સુરત ગ્રામ્ય જિલ્લા એસલસીબી પોલીસે મુખ્ય સુત્રધાર સહીત ૫ આરોપીઓની ધરપકડ કરી છે અને ૬૦.૯૮ લાખનો મુદામાલ કબજે કર્યો છે. મળતી માહિતી મુજબ સુરત ગ્રામ્ય જિલ્લા એસલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન માહિતી મળી હતી કે સીયાલજગામની હદમા અમદાવાદથી મુંબઈ જતા ને.હા નંબર-૪૮ ઉપર આવેલ જલારામ વે-બ્રીજની પાછળ ખુલ્લી જગ્યામા વિક્રમભાઈ નાથાભાઈ વાક તેના સાગરીતો સાથે હજીરા પોર્ટ, સુરતથી ઓધ્યોગીક એકમોમા સપ્લાય કરવામા આવતા ઈન્ડોનેશીયાથી આયાત કરવામા આવતા કોલસાનો જથ્થો ભરી નેશનલ હાઈવે ઉપરથી પસાર થતા ટ્રકના ડ્રાઈવરો સાથે મળી પોતાના આર્થિક ફાયદા માટે ટ્રકોમા ભરેલ ઈન્ડો કોલસાનો જથ્થો તેના સાગરીતો સાથે ચોરી કરવાની પ્રવૃતી ચલાવે છે.અને હાલમાં ટ્રકોમાથી કોલસાનો જથ્થો ચોરી કરવાની પ્રવૃતી ચાલી રહેલ છે. બાતમીના આધારે પોલીસે અહી દરોડો પાડ્યો હતો. અને મુખ્ય સુત્રધાર સહીત પાચ આરોપીઓને મોટા પ્રમાણમા ચોરી કરી કાઢેલ ઈન્ડો કોલસાના જથ્થા તથા બે ટ્રકો, બે લોડર મશીન સહીતના કુલ કિ.રૂ.૬૦,૯૮,૫૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

કોની-કોની ધરપકડ કરાઈ ?

૧] મુખ્ય સુત્રધાર:-વિક્રમભાઈ નાથાભાઈ વાક(આહિર), ઉ.વ-૨૮, [રહે, તા. કામરેજ સુરત]

2. સોહનલાલ ભુંઠ્ઠા ભાંભોર, ઉ.વ.૨૬ ધંધો-ડ્રાઈવીંગ [રહે, તા. કામરેજ સુરત]

૩. હરેશભાઈ ચતુરભાઈ મેર, ઉ.વ.૩૦ ધંધો-ડ્રાઈવીંગ રહે.સુદામણા તા.સાયલા જી.સુરેન્દ્રનગર

4. મેહુલભાઈ રાંણાભાઈ મેર, ઉ.વ.૨૨ ધંધો-ડ્રાઈવીંગ [રહે, પીપોદરા, તા. માંગરોળ, સુરત]

5. હરદેવ પ્રભુભાઈ સારોદીયા, ઉ.વ.૨૭, ધંધો-ડ્રાઈવીંગ રહે.ચાચકા તા.ચુડા જી.સુરેન્દ્રનગર

કબ્જે કરેલા તમામ મુદ્દામાલની વિગત

:- અશોક લેલન કંપનીની ટ્રક નં.DD-01-E-9021 મા ભરેલ ઈન્ડો કોલસાનો ૨૭૯૭૦ કિલ્લોગ્રામ જથ્થો, જેની કુલ કિ.રૂ.૧,૩૯,૮૫૦

> ઈન્ડો કોલસો ભરેલ અશોક લેલન કંપનીની ટ્રક નં. DD-01-E-9021 જેની કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/ અશોક લેલન કંપનીની ટ્રક નંબર.GJ-13-AX-1270 મા ભરેલ ચોરી કરી, ભેગો કરેલ ઈન્ડો કોલસાનો જથ્થો ૩૨૧૭૦ કિલ્લોગ્રામ જેની કુલ કિ.રૂ.૧,૬૦,૮૫૦/

> અશોક લેલન કંપનીની ટ્રક નં. GJ-13-AX-1270 જેની કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/ઈન્ડો કોલસાનો ચોરી કરી, ભેગો કરેલ ૧૯૫૬૦ કિલ્લોગ્રામ જથ્થો જેની કિ.રૂ.૯૭૮૦૦/> કોલસા જેવી કાળી માટી આશરે ૨૦૦ ટન જેની કુલ કિ.રૂ.૬૦,૦૦૦/

> ઝોન ડીયર કંપનીનુ લોડર મશીન નંબર.GJ-01-IQ-9619જેની આશરે કિ.રૂ.૩,૦૦,૦૦૦/
ઝોન ડીયર કંપનીનુ રજીસ્ટ્રેશન નંબર વગરનુ લોડર મશીન જેની આશરે કિ.રૂ.3,00,000/
> હિરો હોન્ડા કંપનીનુ સ્પે.પ્રો મોટર સાઈકલ નં.GJ-20-K-1776 જેની આશરે કિ.રૂ.૨૦,૦૦૦
પકડાયેલ ઈસમોની અંગઝડતીમાથી મળેલ મોબાઈલ નંગ-૪, કિ.રૂ.૨૦,૦૦૦/
> વજનકાટા પાવતી, ઈ વેબીલ, ડીલીવરી ચલણ, કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કુલ કિ.રૂ.૬૦,૯૮,૫૦૦/- ના મુદ્દામાલ કબજે કરાયો

Tags :
arrestedBusinessCoalIndoKala Sonatheft
Next Article