INDIAN COAST GUARD : ADG કે.આર. સુરેશે ગાંધીનગર ખાતે આવેલી ભારતીય કોસ્ટ ગાર્ડ પ્રાદેશિક મુખ્યાલયની મુલાકાત લીધી
ADG કે.આર.સુરેશ, PTM, TM કોસ્ટ ગાર્ડ કમાન્ડર (વેસ્ટ કોસ્ટ) એ 11 અને 12 સપ્ટેમ્બરે ICG નોર્થ વેસ્ટર્ન રિજન ખાતે પ્રાદેશિક મુખ્યાલય ગાંધીનગરની મુલાકાત લીધી હતી. આગમન પર ઇન્સ્પેક્ટર જનરલ એકે હરબોલા, ટીએમ, કમાન્ડર કોસ્ટ ગાર્ડ (ઉત્તર પશ્ચિમ) દ્વારા તેમનું સ્વાગત...
05:55 PM Sep 12, 2023 IST
|
Dhruv Parmar
ADG કે.આર.સુરેશ, PTM, TM કોસ્ટ ગાર્ડ કમાન્ડર (વેસ્ટ કોસ્ટ) એ 11 અને 12 સપ્ટેમ્બરે ICG નોર્થ વેસ્ટર્ન રિજન ખાતે પ્રાદેશિક મુખ્યાલય ગાંધીનગરની મુલાકાત લીધી હતી. આગમન પર ઇન્સ્પેક્ટર જનરલ એકે હરબોલા, ટીએમ, કમાન્ડર કોસ્ટ ગાર્ડ (ઉત્તર પશ્ચિમ) દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુલાકાત દરમિયાન, ગુજરાત, દમણ અને દીવ નજીક દરિયાઈ સુરક્ષા માટે મહત્વપૂર્ણ ICG વિસ્તારમાં ભાવિ ઓપરેશનલ માંગણીઓ અને આગળના માર્ગ પર અધિકારીઓ સાથે વિચાર-મંથન કર્યું હતું.
આ સિવાય અધિક મહાનિર્દેશક માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ મળ્યા અને તેમને ICG પ્રવૃત્તિઓ અને વિવિધ પડકારોનો સામનો કરવા માટેની તૈયારીઓ વિશે માહિતગાર કર્યા.