Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Sabardairy : દૂધ ઉત્પાદકોને ભેંસના દૂધમાં કિલો ફેટે રૂા.૧૦નો ભાવ વધારો

અહેવાલ-યશ ઉપાધ્યાય, સાબરકાંઠા  અરવલ્લી જીલ્લાના દૂધ ઉત્પાદકો આનંદો : ક્લિો ફેટે રૂા.10નો વધારો દૂધ ઉત્પાદકોને 11 સપ્ટેમ્બરથી ભેંસના દૂધમાં કિલો ફેટે રૂા.830 ચુકવાશે ગાયના દૂધમાં પણ સમતુલ્ય કિલો ફેટે રૂા.૩૬૧.૪૦ મુજબનો ભાવ દૂધ ઉત્પાદકોને ચુકવાશે સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના...
12:53 PM Sep 07, 2023 IST | Vipul Pandya
અહેવાલ-યશ ઉપાધ્યાય, સાબરકાંઠા 
  • અરવલ્લી જીલ્લાના દૂધ ઉત્પાદકો આનંદો : ક્લિો ફેટે રૂા.10નો વધારો
  • દૂધ ઉત્પાદકોને 11 સપ્ટેમ્બરથી ભેંસના દૂધમાં કિલો ફેટે રૂા.830 ચુકવાશે
  • ગાયના દૂધમાં પણ સમતુલ્ય કિલો ફેટે રૂા.૩૬૧.૪૦ મુજબનો ભાવ દૂધ ઉત્પાદકોને ચુકવાશે
સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના ખેડુતો અને પશુપાલકો માટે જીવાદોરી સમાન ગણાતી સાબરડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને આગામી તા. ૧૧ સપ્ટેમ્બરથી ભેંસના દૂધમાં કિલો ફેટે રૂા.૧૦નો ભાવ વધારો કરવા નિર્ણય કરાતા બન્ને જીલ્લાના લાખ્ખો દૂધ ઉત્પાદકોમાં દિવાળીની માકફ ખુશી જેવો માહોલ છવાયો છે. ગાયના દૂધમાં પણ સમતુલ્ય કિલો ફેટે રૂા.૩૬૧.૪૦ મુજબનો ભાવ દૂધ ઉત્પાદકોને ચુકવાશે.
નિયામક મંડળે તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૩થી અમલમાં આવે તે રીતે નવા ભાવ વધારાનો નિર્ણય જાહેર કર્યો
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સ્થિત સાબરડેરીના નિયામક મંડળ દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના લાખ્ખો દૂધ ઉત્પાદકો પશુ પાલનના વ્યવસાય સાથે જોડાયા છે ત્યારે અને વધતી જતી મોંઘવારી સામે દૂધના વ્યવસાયમાં પશુપાલકોને પણ પુરતુ વળતર મળી રહે તેવા પોષણક્ષમ ભાવો આપવા પ્રયાસ કરી રહ્યુ છે. નિયામક મંડળે તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૩થી અમલમાં આવે તે રીતે નવા ભાવ વધારાનો નિર્ણય જાહેર કર્યો છે. જે મુજબ દૂધ ઉત્પાદકોને ભેંસના દૂધના ભાવમાં કિલો ફેટે રૂા.૧૦નો વધારો કરતા હવે નવા ભાવ મુજબ દૂધ ઉત્પાદકોને કિલો ફેટે રૂા.૮૩૦નો ભાવ ચુકવાશે. જયારે ગાયના દૂધમાં સમતુલ્ય ક્લિો ફેટ મુજબ નવો ભાવ રૂા.૩૬૧.૪૦ ચુકવવામાં આવશે.
નવા અમલી બનતા ભાવોને પગલે સંઘના સભાસદોની માસીક આવકમાં અંદાજે રૂા.૪ કરોડ જેટલો વધારો થશે
સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ અને ઈન્ચાર્જ મેનેજીંગ ડીરેકટર સુભાષચંદ્ર પટેલે જણાવ્યું હતુ કે ગત વર્ષે પણ પશુપાલકોની આર્થીક ઉન્નતીને ધ્યાને લઈ સાબરડેરી દ્વારા દૂધના કિલો ફેટે સરેરાશ રૂા.૯૩૪નો ભાવ ચુકવવામાં આવેલ છે. નવા અમલી બનતા ભાવોને પગલે સંઘના સભાસદોની માસીક આવકમાં અંદાજે રૂા.૪ કરોડ જેટલો વધારો થશે. સહકારી ક્ષેત્રમાં વધુ આવકની તકો ઉભી થાય તે માટે સંઘ દ્વારા મધ પ્રોડકશન, વિવિધ મિઠાઈઓનો પ્લાન્ટ તેમજ પ્રાંતિજ ખાતે તાજેતરમાં જ બેકરી પ્લાન્ટ શરૂ કરાયો હોવાનું જણાવ્યું હતુ.
આ પણ વાંચો-----RAJKOT : ઈસ્કોન મંદિરે 251 કિલો ફૂલનો શણગાર, 501 કળશથી અભિષેક
Tags :
Arawali DistrictBuffalo milkMilk ProducersSabarDairySabarkantha
Next Article