Sabarkantha જિલ્લામાં સોના-ચાંદીના દાગીની તફડંચી અને ચોરીના બનાવો બન્યા
અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લામાં સોના-ચાંદીના દાગીના અને તફડંચી અને ચોરીના અલગ-અલગ બે બનાવોમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ઈડર મુકામે બસ સ્ટેન્ડથી એપોલો તરફ જતા રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા મહિલા ઉપર અજાણ્યા શખ્સોએ મેલી વસ્તુ નાખી નજર ચૂકવી રુ. 90 હજારનાં સોનાના દાગીનાની તફડંચી કરી પલાયન થઈ જતાં ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પામી છે. જ્યારે પ્રાતિજ તાલુકાના પ્રાતિયા સોનાસણ વાસમાં ગતરોજ ગુરૂવાર મધરાતે તસ્કરોએ ધામા નાંખીને તસ્કરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની ચોકાવનારી વિગતો સામે આવી છે.
નજર ચુકવી 90 હજારની ચોરી
સાબરકાંઠા જિલ્લાના ઈડરના ચોડપમાં પરમાર વાસમાં રહેતા પ્રવિણાબેન પંકજભાઈ પરમારે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગતરોજ 18 ઓગસ્ટ 2023 નાં રોજ આશરે નવથી દસેક વાગ્યાના સમયગાળા દરમિયાન પ્રવિણાબેન ઈડર મુકામે બસ સ્ટેન્ડથી એપોલો તરફ જતા રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડની સાઈડમાં આવેલા કલકત્તા ટી ડેપો ખાતે ઉભા રાખી બે અજાણ્યા શખ્સોએ મેલી વસ્તુ નાખી નજર ચુકવી ગળામાં પહેરેલો સોનાનો દોરો તથા બે કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી મળી કુલ રૂપિયા 90 હજારની ચોરી કરી પલાયન ગયા હતા. સોનાના દાગીનાની તફડંચીની ઘટના અંગે પ્રવિણાબેનને જાણ થતા તેમણે બુમાબુમ કરી હતી. પરંતુ જોતજોતામાં તફડંચી કરનાર અજાણ્યા શખ્સો અદ્રશ્ય થઈ ગયા હતા. સમગ્ર બનાવ અંગે મહિલાએ ઇડર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રહેણાંકી મકાનમાં ચોરી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પ્રાતિયા સોનાસણ વાસમાં રહેતા રાજેશ્વરી બેન સિધ્ધરાજસિહ મકવાણા નો પરિવાર ઘરનુ કામ પરવારી સુઈ ગયો હતો મધરાતે તસ્કરો આ પરિવાર ના ઘરને નિશાન બનાવી મકાનના પાછળના ભાગે લોખંડની બારી તોડી ઘરમા પ્રવેશી તિજોરી તોડી તિજોરી માં હાથ લાગેલ સોના ની ચેન,ચાદીના દાગીના રોકડ રૂ. 1500/- મળી કુલ રૂ. 99,500/-ની મત્તાની મત્તાની તસ્કરી કરી પલાયન થઈ ગયા હતા. મધરાતે થયેલી તસ્કરીની ઘટના અંગેની જાણ વહેલી સવારે મકાન માલિક ને થતાં પ્રાંતિજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : સગર્ભાને સાપે દંશ માર્યો, ડોક્ટરોએ 6 કલાકની સારવાર આપી માતા-બાળકને બન્નેને બચાવ્યા, વાંચો રસપ્રદ અહેવાલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.