Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : સમુદ્રના ખારા પાણીને પીવાલાયક શુદ્ધ મીઠું પાણી બનાવવાના પ્લાન્ટનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના મોર ગામે સમુદ્રના ખારા પાણીને પીવાલાયક શુદ્ધ મીઠું પાણી બનાવવાના ડિસેલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આઈમા એન્જિનિયરીંગ લિ.ના આર્થિક સહયોગથી કાર્યરત કરાયેલા આ પ્લાન્ટમાં પ્રતિ કલાક 1500 લીટર ખારા પાણીને...
06:42 PM Aug 04, 2023 IST | Viral Joshi

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના મોર ગામે સમુદ્રના ખારા પાણીને પીવાલાયક શુદ્ધ મીઠું પાણી બનાવવાના ડિસેલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આઈમા એન્જિનિયરીંગ લિ.ના આર્થિક સહયોગથી કાર્યરત કરાયેલા આ પ્લાન્ટમાં પ્રતિ કલાક 1500 લીટર ખારા પાણીને મીઠું પીવાલાયક બનાવી શકાશે. ખારાપાટના આ વિસ્તારમાં 30 હજાર ટીડીએસનું પાણી છે, જેને 500 થી પણ ઓછા ટીડીએસમાં રૂપાંતરિત કરી પીવાલાયક બનાવવામાં આવશે.

28 ગામોમા પ્લાન્ટ સ્થપાશે

યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે, ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના તમામ 28 જેટલા ગામોમાં ડિસેલિનેશન પ્લાન્ટ ઉભા કરાશે. જેના કારણે કાંઠા વિસ્તારના ગ્રામજનોને પીવાના પાણીની ઉત્તમ સુવિધા ઉભી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ઓલપાડ વિસ્તારને ‘નલ સે જલ’ યોજના હેઠળ ઘરઆંગણે નળ વાટે શુદ્ધ, નિયમિત અને પીવાના પૂરતાં પાણીની સુવિધા પૂરી પાડવા સરકાર પ્રયત્નશીલ છીએ એમ જણાવ્યું હતું.

દુષ્કાળ બનશે ભુતકાળ

ગુજરાતમાં દુષ્કાળને ભૂતકાળ બનાવવા માટે વોટર હાર્વેસ્ટિંગ કરી મહત્તમ વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા સંકલ્પબદ્ધ બનવા અપીલ કરી હતી. રાજ્ય સરકારનું ‘જળ અભિયાન’ જળસંચય અને વ્યાપક રોજગારીનું પણ સબળ માધ્યમ બન્યું છે એમ જણાવી વરસાદી પાણીને તળાવોમાં વધુને વધુ રોકી ગામડાઓની જળ સમૃદ્ધિ વધારવા માટેનું સહિયારૂ આયોજન કરવા સૌને અનુરોધ કર્યો હતો. જળસંરક્ષણ સંદર્ભે મારા હસ્તકનો ક્લાયમેટ ચેન્જ વિભાગ મિશન મોડ પર નક્કર આયોજન કરવા તરફ આગળ વધી રહ્યો છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

તેજસ્વી તારલાઓને કરાયા સમ્માનિત

ગ્રામજનોને નજીવા દરે પ્લાન્ટનું મીઠું પાણી ઉપલબ્ધ કરાવવા મંત્રીએ ગ્રામ પંચાયતને અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ મોર ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે આ પ્રસંગે રશિયામાં યોજાયેલી આઈસ હોકી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર હર્ષિત પટેલ અને કોચ વિરલ ચૌહાણને મંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરાયા હતા. મંત્રીએ પોતાના સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રૂ.૨૧ હજારનું પ્રોત્સાહન ઈનામ આપવાની જાહેરાત કરી હતી.

આગેવાનો અને પદાધિકારીઓની ઉપસ્થિતિ

આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખશ્રી અમિતભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, પ્રાંત અધિકારી સી .કે. ઊંધાડ, મામલતદાર લક્ષ્મણ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી મૌલિક દોંગા, આઈમા એન્જિનિયરીંગ લિ.ના ચેરમેન રાકેશભાઈ પંચાલ, સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, અગ્રણી કુલદિપભાઈ, સરપંચ આશાબેન સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : ‘વિંગ્સ ટુ ફ્લાય ધ ફાઉન્ડેશન’ સંસ્થાની મદદથી મહિલા બુટલેગરો તેમના વ્યવસાયમાંથી મુક્ત થઇ આત્મનિર્ભર બની

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Desalination PlantGujarati NewsMukesh PatelNal se Jal YojnaOlpadSuratSurat Latest News
Next Article