Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરામાં રસ્તાનો ડામર પીગળ્યો, ઉનાળાએ ભ્રષ્ટાચારની ખોલી પોલ 

અહેવાલ---દિકેશ સોલંકી, વડોદરા વડોદરામાં ફરી રોડનો ડામર પીગળ્યો કોન્ટ્રાક્ટરની કટકીની પોલ ખોલતો ડામર ભાયલીમાં રસ્તા પર ડામરના રેલા દેખાયા ડામર પીગળતા વાહન સ્લીપ થવાનો ભય વાહન ચાલકોએ વ્યક્ત કર્યો ભારે રોષ વડોદરાના ભાયલી વિસ્તારમાં રસ્તાનો ડામર પીગળતાં મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારનો વધુ...
વડોદરામાં રસ્તાનો ડામર પીગળ્યો  ઉનાળાએ ભ્રષ્ટાચારની ખોલી પોલ 
અહેવાલ---દિકેશ સોલંકી, વડોદરા
વડોદરામાં ફરી રોડનો ડામર પીગળ્યો
કોન્ટ્રાક્ટરની કટકીની પોલ ખોલતો ડામર
ભાયલીમાં રસ્તા પર ડામરના રેલા દેખાયા
ડામર પીગળતા વાહન સ્લીપ થવાનો ભય
વાહન ચાલકોએ વ્યક્ત કર્યો ભારે રોષ
વડોદરાના ભાયલી વિસ્તારમાં રસ્તાનો ડામર પીગળતાં મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારનો વધુ એક નમુનો જોવા મળ્યો છે. હજું 2 મહિના પહેલાં જ આ રસ્તાનું નિર્માણ કરાયું હતું પણ ઉનાળાના પ્રારંભમાં જ રસ્તાનો ડામર પીગળવા માંડ્યો હતો.
2 મહિના પૂર્વે જ રસ્તો બનાવ્યો હતો
વડોદરા શહેરના રસ્તાઓ પર ડામર પીગળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. સોમવારે  શહેરના ભાયલી વિસ્તારમાં રસ્તા પરનો ડામર પીગળવા માંડ્યો હતો. હજું 2 મહિના પહેલાં જ બનાવાયેલા આ રસ્તા પર આજે પીગળેલા ડામરના રેલા જોવા મળ્યા હતા.
ગંભીર બેદરકારી
ઉનાળાનો પ્રારંભ થયો છે અને ત્યારે જ રસ્તાનો ડામર પીગળતાં મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી જોવા મળી હતી. ઉકળતા તડકાએ રોડ કોન્ટ્રાક્ટરની કટકીની પોલ ખોલી નાખી હતી. હલકી ગુણવત્તાનો ડામર રસ્તા પર પાથરીને કટકી કરવાનો પ્રયાસ કરાયો હોવાનું પહેલી નજરમાં જોવા મળ્યું હતું.
વાહનચાલકોનો રોષ 
આ રસ્તાને સ્નેહલ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બનાવાનમાં આવ્યો છે પણ રસ્તાનો ડામર પીગળવા માંડતા વાહનો સ્લીપ થવાનો ભય જોવા મળ્યો હતો. જેના કારણે વાહન ચાલકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.