બનાસકાંઠા પ્રભારી અને ઉદ્યોગ મંત્રીના ઉપસ્થિતિમાં પીરોજપુરા ગામે વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રાનો કાર્યક્રમ યોજાયો
અહેવાલ - સચિન શેખલીયા જનહિતલક્ષી યોજનાઓના લાભથી કોઈપણ વ્યક્તિ વંચિત ન રહી જાય એ ઉદ્દેશ્ય સાથે સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાઓનો પ્રચાર પ્રસાર કરતો "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" રથ પાલનપુર તાલુકામાં ફરી રહ્યો છે. જે આજે પીરોજપુરા ગામે આવી પહોંચતાં ...
06:20 PM Dec 10, 2023 IST
|
Harsh Bhatt
અહેવાલ - સચિન શેખલીયા
જનહિતલક્ષી યોજનાઓના લાભથી કોઈપણ વ્યક્તિ વંચિત ન રહી જાય એ ઉદ્દેશ્ય સાથે સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાઓનો પ્રચાર પ્રસાર કરતો "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" રથ પાલનપુર તાલુકામાં ફરી રહ્યો છે. જે આજે પીરોજપુરા ગામે આવી પહોંચતાં ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું તેમજ પ્રધાનમંત્રીનો સંદેશ અને ઓપનિંગ મુવીને ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી.
આ પ્રસંગે પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, આજે આનંદનો દિવસ છે કારણકે રાજ્ય સરકારની 28 યોજનાઓ અને કેન્દ્રની 17 યોજનાઓને તમારા ઘર આંગણે મોદીની ગેરંટી વાળો રથ આવ્યો છે. એટલે હવે સમય બદલાયો છે. સરકારની યોજનાનોને લઇ અધિકારીઓ પોતે તમારા ગામમા આવે છે. એટલે યોજનાઓથી બાકી રહેલ લાભાર્થી માટે કોઈ કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી અને છેવાડાના માનવી સુધી દરેકને યોજનાનો લાભ મળે આવી ચિંતા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચિંતા કરી છે.
ભારતનો કોઈપણ નાગરિક ભૂખ્યો ન સુએ એની નરેન્દ્રભાઈ મોદીએ કરી પ્રધાનમંત્રી અન્નપૂર્ણા યોજના હેઠળ લાખો કરોડો લોકોને અન્ન આપ્યું છે. પૈસાના અભાવે કોઈની બીમારીની સારવાર ન અટકે એ માટે આયુષ્યમાન કાર્ડ દ્વારા આરોગ્ય સુરક્ષા આપી છે. જેના લીધે દસ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે થઈ શકે છે. કોઈ વંચિતને એક આયુષ્માન કાર્ડ કઢાવી આપશો તો ગરીબનું બીમારીથી રક્ષણ થઇ જીવન બચશે તો આશીર્વાદ તમને મળશે એવી વિનંતી પણ કરી હતી
તેમજ માતા બહેનો ધુમાડા મુક્ત રસોઈ કરી શકે એ માટે પ્રધાનમંત્રીએ ઉજ્જ્વલા યોજના શરૂ કરી મહિલાઓને રાંધણ ગેસની સુવિધા આપી છે. તો ઘેર ઘેર શૌચાલય બનાવી માતા બહેનોને સન્માન આપવાનું કામ પ્રધાનમંત્રીશ્રીએ કર્યું છે. કિસાન સન્માન નિધિ જેવી યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં છ હજાર આપી ખેડૂતોને આત્મસન્માન આપવાનું કામ કર્યું છે.
કાર્યક્રમ અંતર્ગત ઉજ્જ્વલા યોજનાના 2 લાભાર્થીઓને કીટ વિતરણ કરાઈ હતી. ટી.બી.ના 112 દર્દીઓ, સિકલસેલ એનીમિયાના 10 દર્દીઓનું સ્ક્રીનિગ કરવામાં આવ્યું હતું. 14 લાભાર્થીઓએ આયુષ્યમાન કાર્ડનો રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા જ્યારે 4 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયા હતા. આમ 334 જનરલ લાભાર્થી સહિત 632 લાભાર્થોઓનેવિકસિત ભારતના શપથ ગ્રહણ કર્યા હતા .
Next Article