Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતમાં પોલીસને મળી સફળતા, યુવકની હત્યા કરનાર ઇસમોને લીધા સકંજામાં

અહેવાલ : આનંદ પટણી તમને જણાવી દઈ કે, સુરત શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. લોકો સામાન્ય બાબતમાં હત્યા જેવી ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે વધુ એક ઘટના વરાછા વિસ્તારમાં બનવા પામી હતી. વરાછામાં આવેલા મોદી મહોલ્લા નજીક...
સુરતમાં પોલીસને મળી સફળતા  યુવકની હત્યા કરનાર ઇસમોને લીધા સકંજામાં
Advertisement

અહેવાલ : આનંદ પટણી

તમને જણાવી દઈ કે, સુરત શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. લોકો સામાન્ય બાબતમાં હત્યા જેવી ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે વધુ એક ઘટના વરાછા વિસ્તારમાં બનવા પામી હતી. વરાછામાં આવેલા મોદી મહોલ્લા નજીક તાપી નદી કિનારેથી એક યુવકની હત્યા કરાયેલ લાશ મળતા વરાછા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

આ બાબતે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા બે આરોપીઓ મળી આવ્યા હતા જે આરોપીઓની પુછતાછ કરતા સમગ્ર બનાવની હકીકત સામે આવી હતી. જેમાં આરોપીઓ દ્વારા મૃતક યુવક પાસેથી ઉછીના 4 હજાર જેટલા રૂપિયા લીધા હતા અને ત્યારબાદ વારંવાર ઉઘરાણી કરવામાં આવતા આરોપીઓ દ્વાર મૃતક યુવકને તાપી નદીના કિનારે બોલાવ્યો હતો અને ત્યાં ઝઘડો કરીને માર મારવામાં આવ્યો હતો.

Advertisement

જોકે ત્યારબાદ ઝઘડો ઉગ્ર બનતા બંને આરોપીએ નશાની હાલતમાં યુવકને લાકડાના ફટકા અને બોથડ પદાર્થ વડે માથાના ભાગે માર મારી ઇજાગ્રસ્ત કરી નાખ્યો હતો અને ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ સ્થાનિક લોકોએ યુવકને સારવાર હેઠળ સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. હાલમાં બંને આરોપીઓ પકડાઈ જતા વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : કુખ્યાત બુટલેગર વિજય સિંધી સામે રેડ કોર્નર ઇસ્યુ થયા બાદ ગુજરાત હાઇકોર્ટનાં શરણે

Tags :
Advertisement

.

×