Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : જોખમી રીતે રીક્ષા હંકારી રિલ્સ બનાવી સ્ટંટ કરતા બે સગીર સહિત પાંચ પકડાયા

અહેવાલ--આનંદ પટણી, સુરત  સુરત(Surat) ના ઉધના નવસારી રોડ પર જોખમી રીતે ઓટો રીક્ષા હંકારી મોબાઈલમાં રિલ્સ બનાવી સ્ટંટ (stunts) કરતા બે સગીર સહિત પાંચ આરોપીઓની ઉધના પોલીસે ધરપકડ કરી શાન ઠેકાણે લાવી છે.. એટલું જ નહીં પરંતુ જોખમી સ્ટંટ કરવાના...
surat   જોખમી રીતે રીક્ષા હંકારી રિલ્સ બનાવી સ્ટંટ કરતા બે સગીર સહિત પાંચ પકડાયા
અહેવાલ--આનંદ પટણી, સુરત 
સુરત(Surat) ના ઉધના નવસારી રોડ પર જોખમી રીતે ઓટો રીક્ષા હંકારી મોબાઈલમાં રિલ્સ બનાવી સ્ટંટ (stunts) કરતા બે સગીર સહિત પાંચ આરોપીઓની ઉધના પોલીસે ધરપકડ કરી શાન ઠેકાણે લાવી છે.. એટલું જ નહીં પરંતુ જોખમી સ્ટંટ કરવાના કેસમાં ઉધના પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓએ બે હાથ જોડી આ પ્રકારનો સ્ટંટ હવે ક્યારેય નહીં કરે તેવી માફી માંગી છે. ઉધના પોલીસે આરોપીઓ પાસેથી ઓટો રિક્ષા કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાયરલ વીડિયોમાં પાંચ જેટલા શખ્સો જોખમી સ્ટંટ કરતાં જોવા મળ્યા
સુરત શહેરમાં જોખમી સ્ટંટ કરી રિલ્સ બનાવતા સગીર સહિત પાંચ આરોપીઓની ઉધના પોલીસે ધરપકડ કરી છે.સુરતના સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો.જે વાયરલ વીડિયોમાં પાંચ જેટલા શખ્સો જોખમી સ્ટંટ કરતાં જોવા મળ્યા હતા. વાયરલ વિડીયો બાદ ઉધના પોલીસ એક્શનમાં આવી હતી અને તાત્કાલિક ઓટો રિક્ષાના રજિસ્ટ્રેશન નંબરના આધારે બે સગીર સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
police
બે હાથ જોડીને માફી પણ માગી
આરોપી વિશાલ સાકરીયા,રવિ મોર્યા,અજય શિવનાથ કુમાર સહિત સગીર વયના આરોપીઓ પાસેથી ઓટો રીક્ષા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.એટલું જ નહીં પરંતુ આરોપીઓ દ્વારા બે હાથ જોડીને માફી પણ માંગવામાં આવી હતી અને હવે પછી આ પ્રકારનો સ્ટંટ નહિ કરે તેવી પણ ખાતરી આપી હતી. ઉપરાંત અન્ય લોકોને પણ આવા સ્ટંટ નહિ કરવા અપીલ કરી હતી.
જોખમી સ્ટંટ કરતા લોકો સામે શહેર પોલીસ દ્વારા લાલ આંખ
મહત્વનું છે કે આરોપીઓ ઉધના-નવસારી રોડ પર ઓટો રીક્ષા લઈ નીકળ્યા હતા.જ્યાં ચાલું ઓટો રિક્ષામાં આરોપીઓએ બહાર નીકળી રિલ્સ બનાવી હતી.જે વિડીયો અહીંથી પસાર થતાં રાહદારી દ્વારા પોતાના મોબાઈલમાં કંડારી લેવામાં આવ્યો હતો.જે વાયરલ વિડીયો બાદ એક્શનમાં આવેલી ઉધના પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરી હતી.આવા જોખમી સ્ટંટ કરતા લોકો સામે હવે શહેર પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.જ્યાં આવી જોખમી રિલ્સ બનાવતા લોકો સામે પોલીસે કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી છે.જેથી આવી રિલ્સ બનાવતા પહેલાં લોકોએ પણ હવે ચેતવાની જરૂર છે.
Advertisement
Tags :
Advertisement

.