સુરત જીલ્લામાં પત્નીએ બે પુત્રીની મદદથી પતિની કરી હત્યા...!
અહેવાલ---ઉદય જાદવ, સુરત માંગરોળના પીપોદરા ગામે પત્નીએ બે દીકરીઓની મદદ લઈ પતિને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. કોસંબા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો માંગરોળના પીપોદરા ગામે આવેલ ઉમંગ રેસીડેન્સીમાં રહેતા અને લુમ્સના કારખાનામાં કામ કરી...
Advertisement
અહેવાલ---ઉદય જાદવ, સુરત
માંગરોળના પીપોદરા ગામે પત્નીએ બે દીકરીઓની મદદ લઈ પતિને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે.
કોસંબા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
માંગરોળના પીપોદરા ગામે આવેલ ઉમંગ રેસીડેન્સીમાં રહેતા અને લુમ્સના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા 50 વર્ષીય પુરૂષ નરેશ તૃષ્ટી નાયકને તેઓની પત્નીએ પોતાની બે દીકરીઓની મદદ લઈ મોતને ઘાટ ઉતારી દીધા હતા અને બાદમાં પ્લાસ્ટિકના કોથળામાં ઘર નજીક ખુલ્લી જગ્યામાં ફેંકી પાડોશી અને સાસરિયા પક્ષને ગુમરાહ કરી ભાગી ગયા હતા,સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસને થતા કોસંબા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મૃતદેહ ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિકના કોથળામાંથી મળી આવ્યો
સુરત જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. માંગરોળ તાલુકાના પીપોદરા ગામે આવેલ ઉમંગ રેસીડેન્સીમાં રહેતા અને લુમ્સના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા નરેશ તુષ્ટિ નાયક (ઉ.50) નાઓનો મૃતદેહ ગત રાત્રીના રોજ ઘર નજીક આવેલ ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિકના કોથળામાંથી મળી આવ્યો હતો. મૃતક નરેશ તુષ્ટિ નાયકના મૃતદેહનો પોલીસે કબજો લઈ તપાસ કરતા તેઓનું મોત ચાર - પાંચ દિવસ અગાઉ થયું હોવાનું જાણવા મળ્યું હતું અને તેઓની હત્યા થઈ હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પત્નીએ દીકરીઓની મદદથી પતિને મોતને ઘાટ ઉતાર્યા
પોલીસે આજુબાજુમાં રહેતા લોકોના નિવેદનો લઈ તપાસ હાથ ધરતા મૃતક નરેશ તુષ્ટિ નાયકના પાડોશી મોહમ્મદ યાકુબ ઉર્ફે મુના મહોમદ હદિશ સાંઈ નાઓએ જણાવ્યું હતું કે મૃતક નરેશ તુષ્ટિ નાયક જેઓ મૂળ ઓરિસ્સા રાજ્યના કંદમાંલ જિલ્લાના છે, તેઓ પોતાની પત્ની સવિતા અને તેની બે છોકરી સોનિયા તથા પીનલ સાથે રહેતા હતા.ગત બે તારીખ મૃતક નરેશ તુષ્ટિ નાયકનો મારા પર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે હું મારા વતન જવાનો છું રેલવે ટીકીટ મે કઢાવી લીધી છે મને રેલવે સ્ટેશન પર છોડવા આવજો બાદમાં હું ચાલ્યો ગયો હતો. ગત તારીખ ત્રણ ના રોજ સવારે મૃતક નરેશ તુષ્ટિ નાયકની પત્ની સવિતા તથા તેની બે દીકરીઓ રૂમના દરવાજા પાસે બેસી રડતા હતા તેઓને કારણ પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે વતનમાં સસરા ગુજરી ગયા છે,અને તેમના પતિ નરેશ વહેલી સવારે વતનમાં જવા નીકળી ગયા છે. અમારે પણ વતનમાં જવું પડશે, અમને રેલવે ટીકીટ કઢાવી દેજો અને બાદમાં ટિકિટની વ્યવસ્થા કરી હું તેમને રેલવે સ્ટેશન પર છોડી ઘરે આવી ગયો હતો. ગત તારીખ 5ના રોજ મૃતક નરેશ તુષ્ટિ નાયક પરિવારજન અનિલ પ્રતાપ નામનો યુવક આવ્યો અને તેઓએ જણાવ્યું હતું મારા કાકી સવિતાએ વતનમાં જણાવ્યું છે કે ઓરિસ્સા રેલવે અકસ્માતમાં ગુજરી ગયા છે તેઓની વાત સંભાળી પાડોશી પણ ચોકી ગયો હતો અને મૃતક નરેશનો ટેલીફોનીક સંપર્ક કરતા તેઓનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો અને પડોશીએ મૃતક નરેશને પત્ની સવિતાએ એ બે દીકરીઓની મદદગારીથી મૂઢ માર મારી અથવા ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું જણાવ્યું હતું.
પોલીસે એફએસએલની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરી
કોસંબા પોલીસ મથકના પીઆઇ એચ.બી.ગોહિલ અને PSI જે.કે મૂળિયાએ FSL ટીમને સ્થળ પર બોલાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને હત્યારી પત્ની સુધી પહોંચી વળવા બાતમીદારોને કામે લગાડ્યા છે.